ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Army Chief Lt Gen ઉપેન્દ્ર દ્વિવેદી સંરક્ષણ વ્યૂહરચનામાં માહેર...

Army Chief : કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા આર્મી ચીફ (Army Chief) તરીકે નિયુક્ત કર્યા છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી હાલમાં આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 જૂને નિવૃત્ત થનારા જનરલ મનોજ પાંડેનું સ્થાન...
10:43 AM Jun 12, 2024 IST | Vipul Pandya
Army Chief : કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા આર્મી ચીફ (Army Chief) તરીકે નિયુક્ત કર્યા છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી હાલમાં આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 જૂને નિવૃત્ત થનારા જનરલ મનોજ પાંડેનું સ્થાન...
Lt Gen Upendra Dwivedi

Army Chief : કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા આર્મી ચીફ (Army Chief) તરીકે નિયુક્ત કર્યા છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી હાલમાં આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 જૂને નિવૃત્ત થનારા જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે. નોંધનીય છે કે ગત મહિને જ કેન્દ્ર સરકારે જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ 31 મેના રોજ તેમની નિવૃત્તિના માત્ર 6 દિવસ પહેલા એક મહિનો લંબાવ્યો હતો.

તેમની પાસે વ્યૂહાત્મક અભ્યાસ અને લશ્કરી વિજ્ઞાન બંનેમાં માસ્ટર ડિગ્રી

1 જુલાઈ, 1964ના રોજ જન્મેલા ઉપેન્દ્ર દ્વિવેદી સૈનિક સ્કૂલ, રીવાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની પ્રથમ પોસ્ટિંગ 15 ડિસેમ્બર 1984ના રોજ ભારતીય સેનાની 18 જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સમાં થઈ હતી. બાદમાં તેમણે તે જ યુનિટની કમાન સંભાળી. દ્વિવેદી નેશનલ ડિફેન્સ કોલેજ અને યુએસ આર્મી વોર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને આર્મી વોર કોલેજ, મહુમાંથી પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમની પાસે વ્યૂહાત્મક અભ્યાસ અને લશ્કરી વિજ્ઞાન બંનેમાં માસ્ટર ડિગ્રી છે.

40 વર્ષની તેમની સફર

1. લગભગ 40 વર્ષની તેમની સફરમાં, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વિવિધ કમાન્ડ સંભાળ્યા છે અને વિદેશી નિમણૂકોમાં પણ કામ કર્યું છે. તેમની કમાન્ડ પોસ્ટિંગ વિશે વાત કરીએ તો, તેઓ 18 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ રેજિમેન્ટ, આસામ રાઇફલ્સ અને 9 કોર્પ્સના કમાન્ડમાં સક્રિય છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને PVSM (પરમ વિશિષ્ઠ સેવા મેડલ), AVSM (અતિ વિશિષ્ઠ સેવા મેડલ) અને ત્રણ GOC-in-C પ્રસંશા કાર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

2. નવા આર્મી ચીફ દ્વિવેદી ચીન અને પાકિસ્તાન સરહદ પર તેમના ઓપરેશન અનુભવ માટે જાણીતા છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પાસે ચીન અને પાકિસ્તાનની સરહદો પર વ્યાપક ઓપરેશનલ અનુભવ છે. ઉત્તરી સેનાના કમાન્ડર તરીકે, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર સતત સૈન્ય કાર્યવાહીનું આયોજન અને સફળતાપૂર્વક સંચાલન કરવામાં ઉત્તમ કૌશલ્ય દર્શાવ્યું હતું.

3. તેમની પાસે સંરક્ષણ પર ફિલોસોફીમાં માસ્ટર (એમ ફિલ) અને વ્યૂહાત્મક અને લશ્કરી વિજ્ઞાનમાં બે માસ્ટર ડિગ્રી છે. આવી સ્થિતિમાં, દુશ્મનની ચાલનો સામનો કરવા માટે નકશા પર રણનીતિ બનાવવી હોય કે પછી પાકિસ્તાન બોર્ડર (LOC) અને ચીન બોર્ડર (LAC) પર દુશ્મનોને જડબાતોડ જવાબ આપવો, તેઓ બંને કાર્યોને સારી રીતે જાણે છે. ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ લાંબા સમય સુધી જમ્મુ અને કાશ્મીર (J&K)માં પ્રવેશેલા આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

4. છેલ્લા ઘણા સમયથી ચીન સાથે ચાલી રહેલી સૈન્ય વાટાઘાટો દરમિયાન લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારતનું જોરદાર સમર્થન કરતાં, કપટી ચીનની યુક્તિઓનો સામનો કરતા ભારત વતી જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી, તેઓ એલએસી પર જટિલ સરહદ મુદ્દાને ઉકેલવા માટે ચીન સાથે ચાલી રહેલી વાતચીતમાં વ્યસ્ત હતા.

5. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ ફેબ્રુઆરી 2024માં ડેપ્યુટી આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના દરેક કમાન્ડને આધુનિક બનાવવા અને તેને નવા હથિયારોથી સજ્જ કરવાના અભિયાનનો એક ભાગ છે. તેમણે સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને ઝડપથી આગળ ધપાવ્યું હતું અને મેડ ઈન ઈન્ડિયા સૈન્ય ઉત્પાદનોને સેનામાં સામેલ કરવા અને તેની નિકાસ માટે પણ વિઝન રજૂ કર્યું હતું.

આ પણ વાંચો----- Indian Army Chief: 30 જૂને લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય આર્મીના ચીફ બનશે

Tags :
ArmyArmy ChiefChinadefensedefense strategyExpertGeneral Manoj PandeyGujarat FirstLt. Gen Upendra DwivediMilitary ScienceNationalNewly appointed Army ChiefPakistanStrategic Studies
Next Article