Trumpનો ચોંકાવનારો નિર્ણય, અમેરિકામાં જાહેર કરશે નેશનલ ઇમરજન્સી
- અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટો નિર્ણય લીધો
- દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ સામે લશ્કરી દળોનો ઉપયોગ કરશે
- ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સનો દેશનિકાલ કરાશે
- અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવશે
- અમેરિકામાં દર ચોથો ઇમિગ્રન્ટ ગેરકાયદે
Trump Made A Big Decision : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટો નિર્ણય (Trump Made A Big Decision) લીધો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ સામે લશ્કરી દળોનો ઉપયોગ કરી શકે છે. તે જ સમયે, આ મામલે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે X પર ટોમ ફિટન નામના વ્યક્તિની પોસ્ટને ફરીથી પોસ્ટ કરીને આની પુષ્ટિ કરી
ડોનાલ્ડ ટ્રમ્પે X પર ટોમ ફિટન નામના વ્યક્તિની પોસ્ટને ફરીથી પોસ્ટ કરીને આની પુષ્ટિ કરી છે. ટોમ ફિટને લખ્યું હતું કે સમાચાર છે કે ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં નેશનલ ઇમરજન્સી લાગુ કરી સેના દ્વારા ઘુસણખોરોને મોટી સંખ્યામા દેશનિકાલ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ પોસ્ટના જવાબમાં ટ્રમ્પે લખ્યું, સાચું છે !
HUGE: President @RealDonaldTrump confirms he is prepared to declare a national emergency and use the military assets to reverse the Biden invasion. pic.twitter.com/XnqW121GnQ
— Tom Fitton (@TomFitton) November 18, 2024
આ પણ વાંચો----Donald Trump ની ભીષ્મ પ્રતિજ્ઞા, હું હિંદુઓને ધર્મવિરોધી એજન્ડાથી બચાવીશ
સરહદી સુરક્ષા વડાએ શું કહ્યું?
ટ્રમ્પના સરહદી સુરક્ષા વડા, ટોમ હોમને ચેતવણી આપી હતી કે ડેમોક્રેટિક સંચાલિત રાજ્યો કે જેમણે દેશનિકાલ ઝુંબેશમાં સહકાર આપવાનો ઇનકાર કર્યો છે તેઓએ "અમારા માર્ગમાંથી બહાર નીકળી જવું જોઈએ." ટોમ હોમેને કહ્યું કે તેમનું પ્રશાસન પહેલા તે 4 લાખ 25 હજાર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરશે. આ એવા આંકડા છે જેમની સામે ગુનાહિત રેકોર્ડ છે.
સીમા સુરક્ષા એજન્ટો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા લાવે છે: ટોમ હોમન
હોમને તેમના અંગત સરહદ સુરક્ષા અનુભવો શેર કર્યા, કહ્યું કે બોર્ડર પેટ્રોલ એજન્ટો હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવાને બદલે ફક્ત "ટ્રાવેલ એજન્ટ" તરીકે કામ કરતા જોવામાં આવે છે. તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા મોકલે છે, તેમને મફત એર ટિકિટ, હોટેલ અને હેલ્થકેર સુવિધાઓ પૂરી પાડે છે, જ્યારે લાખો અમેરિકન નાગરિકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
અમેરિકામાં દર ચોથો ઇમિગ્રન્ટ ગેરકાયદે છે
તમને જણાવી દઈએ કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશતા રોકવા એ ટ્રમ્પ પ્રશાસન માટે એક મોટો પડકાર બનવા જઈ રહ્યો છે. આંકડા અનુસાર, અમેરિકામાં દર ચોથો ઇમિગ્રન્ટ ગેરકાયદે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ડેટા દર્શાવે છે કે દેશમાં 2020 થી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારો થયો છે.
આ પણ વાંચો----Donald Trump ની કેબિનેટમાં હિન્દુ નેતાની એન્ટ્રી, નવા વિદેશ અને રક્ષા મંત્રીઓની પણ જાહેરાત


