નાઇજીરીયામાં બંદૂકધારીઓની ક્રુરતા, 100 લોકોને રૂમમાં પુરીને જીવતા સળગાવી દીધા
- નાઇજીરીયામાં ક્રુરતા આચરતા બંદુકધારીઓએ હદ વટાવી
- 100 લોકોને પુરીને જીવતા સળગાવી દેતા અરેરાટી વ્યાપી
- એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા સમગ્ર મામલો ઉજાગર કરવામાં આવ્યો
NIGERIA : નાઇજીરીયાના મધ્ય બેનુ રાજ્યના યેલેવાટા ગામમાં બંદૂકધારીઓ દ્વારા આચરવામાં આવેલી ક્રૂરકામાં ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યા (GUNMAN KILLED PEOPLE) છે. આ અંગેની માહિતી એમ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ (AMNESTY INTERNATIONAL) નાઇજીરીયાના અહેવાલ થકી સપાટી પર આવી છે. શુક્રવાર રાત્રે થયેલા હુમલા બાદ શનિવાર સવાર સુધી ઘણા લોકો ગુમ છે, ડઝનથી વધુ લોકો ઘાયલ છે અને તેમના પરિવારો આઘાતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. નાઇજીરીયન સત્તાવાળાઓએ બેન્યુ રાજ્યમાં લગભગ રોજિંદા રક્તપાતને તાત્કાલિક બંધ કરવો જોઈએ અને વાસ્તવિક ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ, તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
સરકાર સુરક્ષા પગલાં પર કામ કરી રહી નથી
ટ્વીટર પોસ્ટમાં જણાવ્યા અનુસાર, "શુક્રવારની મોડી રાતથી શનિવાર 14 જૂન 2025 ની વહેલી સવાર સુધી યેલેવટા પર હુમલો કરનારા બંદૂકધારીઓ દ્વારા 100 થી વધુ લોકોની ભયાનક હત્યા નોંધાઇ છે. સરકાર રાજ્યમાં લાગુ કરેલા સુરક્ષા પગલાં પર કામ કરી રહી નથી. ઘણા લોકો હજુ પણ ગુમ છે, ડઝનેક ઘાયલ છે અને ઇજાગ્રસ્તોની પૂરતી તબીબી સંભાળ મેળવી શકતા નથી. ઘણા પરિવારોને તેમના બેડરૂમમાં બંધ કરીને સળગાવી દેવામાં આવ્યા હતા. ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તે હદે બળી ગયા હતા."
હુમલાઓના કારણે મોટા પ્રમાણમાં વિસ્થાપન
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા બેનુ રાજ્યમાં હુમલાઓમાં ચિંતાજનક વધારો નોંધવામાં આવ્યો છે. અહિંબંદૂકધારીઓ બેખોફ બનીને ક્રુરતા પૂર્ણ હત્યાકાંડને અંજામ આપી રહ્યા છે. આ હુમલાઓના કારણે મોટા પ્રમાણમાં વિસ્થાપન થઇ રહ્યું છે. જે ખાદ્ય સુરક્ષાને અસર કરી શકે છે, કારણ કે મોટાભાગના ભોગ બનેલા લોકો ખેડૂતો છે. હિંસા રોકવામાં નાઇજીરીયન અધિકારીઓની નિષ્ફળતાને પગલે સ્થાનિકો પોતાનું જીવન અને આજીવિકાનું નુકસાન વેઠી રહ્યા છે, અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ઘણા વધુ લોકોના જીવ જઈ શકે છે.
આ પણ વાંચો --- Manipur : સુરક્ષા દળોએ રાતોરાત સિક્યોરિટી ઓપરેશન કર્યું, 328 શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત