Nirlipt Rai ના સ્ટેટ મોનિટરિંગ સેલે IIM અમદાવાદ પાસે ચાલતા ડ્રગ્સના કારોબારનો કર્યો પર્દાફાશ
Nirlipt Rai : ગુજરાતના મોટા શહેરોથી લઈને ગામડાઓ સુધી નશો પહોંચી ગયો છે. અદાણી મુંદ્રા પોર્ટ (Adani's Mundra Port) થી લઈને ફેક્ટરીઓમાં બનતું કરોડો/અબજો રૂપિયાનું ડ્રગ્સ સ્ટેટ અને સેન્ટ્રલ એજન્સી પકડી ચૂકી છે. Gujarat Police ની સ્થાનિક ટીમો પણ ડ્રગ્સના સંખ્યાબંધ કેસો કરી ચૂકી છે. ડીઆઈજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai) નો સ્ટેટ મોનિટરિંગ સેલ પણ છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ડ્રગ્સના કારોબારને કાબૂ કરવા મથી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, IIMA, CEPT, Nirma University, Gujarat University, PDPU Gandhinagar સહિતની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ડ્રગ્સના રવાડે ચઢી ચૂક્યા છે. આ જાણકારી અમદાવાદ પોલીસથી લઈને ગાંધીનગરમાં ખાદીધારીઓ સુધી સૌ કોઈ પાસે છે, પરંતુ IIM Ahmedabad પાસે થયેલા NDPS ના કેસ બાદ આ વાત પર સિક્કો વાગ્યો છે.
કોણ પકડાયા અને કોની ધરપકડ બાકી ?
દેશની પ્રતિષ્ઠીત સંસ્થાઓ પૈકીની એક IIMA (IIM Ahmedabad New Campus) પાસે એમડી ડ્રગ્સ વેચવા આવેલા બે શખ્સોને Nirlipt Rai ની ટીમ SMC એ ઝડપી પાડ્યા છે. ટીમ એસએમસીના પીએસઆઈ કે. ડી. રવિયા (PSI K D Raviya) એ બાતમીના આધારે ઑટોરિક્ષામાં MDMA વેચવા આવેલા રિક્ષા ડ્રાઈવર શાહનવાઝ પઠાણ ઉર્ફે અંડા ઉર્ફે ઈમામખાન (રહે. અતીકા પાર્ક, હાફીઝ મસ્જીદ પાસે, ફતેવાડી કેનાલ, જુહાપુરા, અમદાવાદ) અને મતીનમીંયા મહેબુબમીંયા શેખ ઉર્ફે ખાલુ (રહે. કાજી મહોલ્લો, પોપટીયાવાડ, દરિયાપુર, અમદાવાદ) ને ઝડપી પાડી 55.030 ગ્રામ MD Drugs તેમજ બે મોબાઈલ ફોન, 300 રૂપિયા રોકડા અને ઑટોરિક્ષા કબજે લીધી છે. શાહનવાઝ અને મતીન તેમના મૂળ સરનામાના સ્થાને ઘર નં. 105 સોદાગરની પોળ, કાલુપુર, અમદાવાદ) ખાતે રહે છે. બંને આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, શાહપુરના બાદશાહખાન અને દરિયાપુર પોપટીયાવાડના અજમલ પાસેથી ડ્રગ્સનો જથ્થો લીધો હતો. વસ્ત્રાપુર આઈઆઈએમ (Vastrapur IIM) ખાતે જઈને બાદશાહખાનને ફોન કરીને તે કહે તે શખ્સને ડ્રગ્સનો જથ્થો આપવાનો હતો. Team SMC એ બાદશાહખાન અને અજમલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો -IPS સાથે સંકળાયેલા જતીન શાહ તેમજ સેજલ શાહના ઘરે Paldi Gold Case માં ઈડી કેમ આવી ?
અઢી મહિનામાં NDPSના અડધો ડઝન કેસ કર્યા
સ્ટેટ મોનિટરિંગ સેલના DIG Nirlipt Rai અને ડીવાયએસપી કે. ટી. કામરીયાએ એસએમસી પોલીસ સ્ટેશન (SMC Police Station) શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ નોંધપાત્ર કેસો નોંધ્યા છે. જેમાં નાઈજીરિયન ગેંગ ધ્વારા દક્ષિણ ગુજરાતમાં સપ્લાય કરાતા કોકેઈનના બે કેસ કરી મહિલા સહિતના નાઈજીરીયન આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત રાજ્યમાં પ્રથમ વખત 20 લાખની હાઈબ્રિડ ગાંજા મિશ્રિત 20 વેપ (E Cigarette) તેમજ 80 ગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને દક્ષિણ ગુજરાતના વાંસદા ખાતેથી પકડ્યા છે. જ્યારે ચાંગોદર સહિતના વિસ્તારોમાંથી 67 કિલો અને 33 કિલો ગાંજાના બે કેસ નોંધ્યા છે. પાનના ગલ્લાઓ પર વેચાતી ઈ સિગરેટના મોટા જથ્થા સાથેના કેસ પણ Team SMC કરી ચૂકી છે.
શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ વોચ ગોઠવવામાં આવી છે : DySP કામરીયા
એસએમસીના ડીવાયએસપી કે. ટી. કામરીયા (K T Kamariya DySP) એ ડ્રગ્સ વિરોધી અભિયાન અંગે વાત કરતા Gujarat First ને જણાવ્યું છે કે, હવે તેમના ટાર્ગેટ પર અમદાવાદ-ગાંધીનગરની ઉચ્ચ શૈત્રણિક સંસ્થાઓ આસપાસના કારોબાર છે. યુવાઓ તેમજ વિદ્યાર્થીઓ ડ્રગ્સના દૂષણમાં ખરાબ રીતે સપડાઈ ચૂક્યાં હોવાના અનેક કિસ્સાઓ પોલીસ તપાસમાં સામે આવી ચૂક્યાં છે. જુદાજુદા પ્રકારના ડ્રગ્સનો કારોબાર કરતા મોતના સોદાગરો આસાનીથી ગ્રાહકો મેળવવા માટે શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પોતાનો ધંધો વિકસાવ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતેની IIM પાસે ડ્રગ્સનો કેસ નોંધ્યા બાદ અમદાવાદ અને ગાંધીનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ SMC એ વોચ ગોઠવી છે અને બાતમીદારો પણ તૈયાર કર્યા છે.