Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બસમાં ફ્લાઇટ જેવી સુવિધા એરહોસ્ટેસની જેમ સ્ટાફ આપશે ચા નાસ્તો, ટિકિટ પણ 30 ટકા સુધી ઘટશે

Nitin Gadkari : કેન્દ્રીય મંત્રીનિતિન ગડકરીએ એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે વાત કરી હતી. ભવિષ્યમાં શરૂ થનારા કેટલાક પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા કરી હતી.
બસમાં ફ્લાઇટ જેવી સુવિધા એરહોસ્ટેસની જેમ સ્ટાફ આપશે ચા નાસ્તો  ટિકિટ પણ 30 ટકા સુધી ઘટશે
Advertisement
  • વ્યસ્ત રૂટોની ઓળખ કરીને મલ્ટીમોડલ ડેવલપ કરાશે
  • પેસેન્જરને પૈસા કરતા વધુ સુવિધા મળે તેવો પ્રયાસ કરાશે
  • અલગ અલગ મોડના ટ્રાન્સપોર્ટ મોડલ બનાવવામાં આવશે

Nitin Gadkari : કેન્દ્રીય મંત્રીનિતિન ગડકરીએ એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે વાત કરી હતી. ભવિષ્યમાં શરૂ થનારા કેટલાક પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા કરી હતી. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં નિતિન ગડકરીએ જણાવ્યું કે, અમારી પ્રાથમિકતા પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે વધારે છે. જેના માટે અને અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છીએ જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટને સુગમ બનાવી શકાય.

પબ્લિક ટ્રાન્સપોર્ટ પર 360 ડિગ્રી કામગીરી શરૂ

ગડકરીએ કહ્યું કે, પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે અમે 360 ડિગ્રી કામ કરી રહ્યા છીએ. જેના માટે અમે કેબલ કાર ફેનુકુલર રેલવેના પ્રપોઝલ પર કામ કરી રહ્યા છીએ. જેમાં 5-7 પ્રોજેક્ટ આગામી 1-2 મહિનામાં શરૂ પણ થઇ શકે છે. પહેલા પાયલોટ પ્રોજેક્ટ પણ અમે નાગપુરમાં શરૂ કર્યો છે જેના પર કામગીરી ચાલી રહી છે.

Advertisement

બસમાં મળશે ફ્લાઇટ જેવી સુવિધા

ગડકરીએ કહ્યું કે, આ પ્રોજેક્ટમાં સમાવિશ્ટ ઇલેક્ટ્રિક બસ 18 મીટર લાંબી છે. જે ફ્લેશ ચાર્જિંગ સિસ્ટમથી લેસ છે. બસ ઉભી હશે અને માત્ર 20 સેકન્ડમાં જ એટલી ચાર્જ થઇ જશે કે 40 કિલોમીટરની મુસાફરી કરી શકશે. આ બસમાં એક સાથે 135 લોકો બેસી શકશે, તેમાં ફ્લાઇટની જેમ જ તમામ પ્રકારની હાઇફાઇ સુવિધાઓ આપવામાં આવશે.

Advertisement

ફ્લાઇટ જેવી સુવિધા બસમાં હશે

આ બસમાં મળનારી સુવિધાઓ અંગે બોલતા ગડકરીએ કહ્યું કે, તેમાં ટીવી હશે સાથે ભોજનની વ્યવસ્થા પણ હશે અને તેમાં ચા અને નાસ્તો પણ મળશે. આ ઉપરાંત એર હોસ્ટેની જેમ જ સર્વિસ આપવા માટે સ્ટાફ પણ રાખવામાં આવશે.

30 ટકા ભાડુ ઘટી જશે

ભાડા અંગે ગડકરીએ કહ્યું કે, આ બસનું ભાડુ કોઇ પણ ડીઝલ બસ કરતા 30 ટકા સસ્તું હશે. અમે દિલ્હી જયપુર અને ધોલાકુવાથી માનેસર રૂટ પર અભ્યાસ કરી રહ્યા છીએ. કારણ કે આ રૂટ પર ખુબ જ ટ્રાફીક જામની સમસ્યા જોવા મળે છે. ગડકરીએ કહ્યું કે, અમે કટરાથી 1200 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી મોડલ હબ તૈયાર કરી રહ્યા છીએ. જ્યાં હેલિકોપ્ટર પણ હશે. રેલવે સ્ટેશન પણ હશે અને દિલ્હી-કટરા હાઇવેને પણ જોડવામાં આવશે.

Tags :
Advertisement

.

×