Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nitin Gadkari: નીતિન ગડકરીએ BJPમાં આપ્યું પોતાનું યોગદાન, પોસ્ટ શેર કરી આપી માહિતી

Nitin Gadkari: નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારત સરકારના કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી છે. તેમને હમણાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરી છે જેમાં બીજેપીને યોગદાન આપ્યાની વિગત શેર કરી છે. તેમણે લખ્યું...
nitin gadkari  નીતિન ગડકરીએ bjpમાં આપ્યું પોતાનું યોગદાન  પોસ્ટ શેર કરી આપી માહિતી
Advertisement

Nitin Gadkari: નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારત સરકારના કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી છે. તેમને હમણાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરી છે જેમાં બીજેપીને યોગદાન આપ્યાની વિગત શેર કરી છે. તેમણે લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશ વિકાસ માટેના કાર્યો માટે પોતાનું યોગદાન આપ્યાની વાત કહીં છે. ઉલ્લેખનીય છે કે, નિતિન ગડકરી પોતાની રાજકીય સફરમાં પોતાની નિવેદનો માટે ચર્ચામાં રહે છે. તેમના નિવેદનમાં પોતાની કરતા દેશના વિકાસની વાતો વધારે હોય છે.

પોસ્ટ શેર કરીને કહ્યું, ચાલો બધા BJPને યોગદાન આપીએ

નીતિન ગડકરી સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા લખ્યું કે, PM શ્રી નરેન્દ્ર મોદીજીના પરિવર્તનકારી વિઝનને અપનાવીને, મેં NaMo એપ પર ‘રાષ્ટ્ર નિર્માણ માટે દાન’ ચળવળ સાથે સંરેખિત થઈને BJPમાં યોગદાન આપ્યું છે. તે એક મજબૂત, વિકાસ ભારત તરફ એક સામૂહિક પગલું છે. હાથ જોડો અને આ પ્રભાવશાળી પ્રવાસનો ભાગ બનો.’

Advertisement

Advertisement

2024 ની લોકસભાની ચૂંટણી હવે ઘર આંગણે

ઉલ્લેખનીય છે કે, આગામી થોડા સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહીં છે. જેને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરી રહી છે. જોકે, હજી ચૂંટણી પંચ દ્વારા હજી કોઈ તારીખો જાહેર કરવામાં આવી નથી. છતાં પણ રાજકીય પાર્ટીઓએ પોતાનો પ્રચાર આરંભી દીધો છે. મહત્વની વાત એ છે કે, ભાજપ પણ ટૂંક જ સમયમાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓના નામ જાહેર થઈ શકે છે.

આ પણ વાંચો: Political Crisis: વિક્રમાદિત્ય સિંહે કેમ પોતાની પ્રોફાઈલમાંથી કોંગ્રેસનું નામ હટાવી દીધું?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×