Good News : નીતિન જાનીએ 2027 ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી, કહ્યું- જનતાની ઈચ્છા હશે તો લડીશ
- Good News : નીતિન જાનીએ કહ્યું- યુવાઓએ રાજકારણમાં આવીને વિકાસને વેગ આપવો
- ખજુરભાઈ નીતિન જાનીનું નિવેદન : "ગુજરાતના યુવાઓ રાજકારણમાં આવે
- 2027 વિધાનસભા ચૂંટણીમાં નીતિન જાનીની થઈ શકે છે એન્ટ્રી : "યુવા વિઝનથી સમાજના કામો ઝડપથી થાય,
- ગુજરાત ફર્સ્ટ સાથે નીતિન જાનીની વાતચીત: "યુવા જનરેશન રાજકારણમાં આવે,
- નીતિન જાનીનું યુવા રાજકારણ પર અપીલ: "2027 ચૂંટણી લડીશ, યુવાઓ વિઝનથી ગરીબોના મકાનો અને ગૌશાળાઓ પાકા કરીશ"
સુરતથી Good News : સુરતથી એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. જાણીતા સામાજિક કાર્યકર્તા અને કોમેડી કિંગ નીતિન જાની (Nitin Jani ) ઉર્ફે ખજુરભાઈએ 2027ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી વ્યક્ત કરી છે. ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, "ગુજરાતની જનતાની ઈચ્છા હશે તો હું 2027ની ચૂંટણી જરૂરથી લડીશ. યુવા જનરેશને રાજકારણમાં આવવું જોઈએ, કારણ કે તેમના મગજમાં અલગ વિચારધારા છે અને તેમના વિઝનથી વિકાસના કામો ઝડપથી થઈ શકે છે." તેમણે યુવાઓને આમંત્રણ આપ્યું કે, "યુવાઓએ વધુને વધુ રાજકારણમાં આવીને સમાજના કામોને આગળ ધપાવવા જોઈએ." નીતિન જાનીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે, જે ગુજરાતના યુવા રાજકારણ પર નવી ચર્ચા શરૂ કરી શકે છે.
નીતિન જાનીનું નિવેદન, યુવા રાજકારણ અને વિકાસની વાત
નીતિન જાની જે ગુજરાતમાં સામાજિક કાર્યો અને યુવા જાગૃતિ માટે જાણીતા છે, તેમણે વાતચીતમાં કહ્યું કે, "યુવાઓના મગજમાં પહેલેથી અલગ વિચારધારા ચાલી આવી છે, પરંતુ તેઓ રાજકારણમાં આવે તો જ તે વિઝનથી સમાજના કામો ઝડપથી થઈ શકે. યુવાઓના પ્રયાસથી વિકાસના કામોને વેગ મળે છે." તેમણે 2027ની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું, "ચૂંટણી લડ્યા પછી લોકોના વધુ કામો કરવા છે. જેટલા પણ ગરીબ વર્ગના લોકોના પતરાવાળા મકાનોને પાકા બનાવવાના છે. જેટલી પણ ગૌશાળા પતરા શેડમાં છે, તેને પાકી બનાવવાની છે." આ વાતથી સ્પષ્ટ થાય છે કે નીતિન જાનીનું ધ્યાન ગરીબી નિવારણ અને પશુ કલ્યાણ પર છે.
આ પણ વાંચો- ઝડપી ન્યાય માટે ઓનલાઈન સમન્સ, રાજ્યમાં 50%થી વધુ સમન્સની Online બજવણી
આ નિવેદન ગુજરાતના યુવા રાજકારણને નવી દિશા આપી શકે છે. નીતિન જાનીના નિવેદનને જોઈએ તો તેમની આગળની યોજનાઓમાં યુવા ભાગીદારી અને વિકાસને પ્રાથમિકતા મળશે. નીતિન જાની જે છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક કાર્યોમાં સક્રિય છે, તેમનું આ નિવેદન રાજકારણમાં તેમની પ્રવેશની તૈયારીનું સંકેત આપે છે.
યુવા રાજકારણનું મહત્ત્વ :Nitin Jani ની અપીલ
નીતિન જાનીના નિવેદનમાં યુવાઓને રાજકારણ તરફ આકર્ષવાની મુખ્ય ભૂમિકા છે. તેમણે કહ્યું કે, "ગુજરાતના યુવાઓએ વધુની વધુ રાજકારણમાં આવવું જોઈએ, કારણ કે તેમના વિઝનથી સમાજના કામો ઝડપથી થાય છે." નીતિન જાનીએ આ અપીલ ગુજરાતમાં યુવા બેરોજગારી અને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરી છે. જે યુવા પેઢીને રાજકારણ તરફ પ્રોત્સાહિત કરી શકે છે. તેમના નિશાના પર ગરીબ અને મધ્યમ વર્ગ સહિત ગૌમાતાની રક્ષા જેવા મુદ્દાઓથી યુવા પેઢી આકર્ષિત થઈ શકે છે. જે ગ્રામીણ અને શહેરી વિસ્તારો સુધી વ્યાપીને નીતિન જાનીને ચૂંટણી લડવા માટે આહ્વાન કરી શકે છે. સાથે જ તેમના સાથે મોટી સંખ્યામાં યુવાઓ જોડાઈ શકે છે.
કેમ Good News
દેશ-દુનિયામાં ભણેલા-ગણેલા અને સકારાત્મક વિચારસરણીવાળા લોકો રાજકારણમાં આવશે, તો જ માનવતાનું ભલું થશે. સામાજિક કાર્યકર્તા નીતિન જાની પાછલા ઘણા વર્ષોથી કોમેડી કરીને લોકોને હસાવવાની સાથે-સાથે ગરીબોના આંસુ પણ લૂછી રહ્યાં છે. નીતિન જાની જેવા લોકોની રાજકારણમાં એન્ટ્રી થશે તો જ સમાજને નવી દિશા મળશે અને સમાજની દશા પણ બદલાશે. કોઈ જ સ્વાર્થ વગર પાછલા ઘણા સમયથી નીતિન જાની માનવતાનું કામ કરી રહ્યાં છે. જે વ્યક્તિના લોહીમાં જ માનવતાનો વાસ હોય તેની રાજકારણમાં એન્ટ્રી સમાજ માટે એક આશાના કિરણ સમાન છે.
આ પણ વાંચો- Junagadh જિલ્લાના ખેડૂતોના માથે સંકટ, માંગરોળ-માળિયા હાટીમાં ધોધમાર વરસાદ


