Noida માં કૂતરા જેવી નજીવી બાબતમાં યુવતીઓએ વૃદ્ધોને થપ્પડ મારી, જુઓ Video
- નોઈડામાં યુવતીઓ અને વૃદ્ધો વચ્ચે ઘમાસાણ
- યુવતીએ વૃદ્ધ દંપતીની બોલાચાલી કરતા થપ્પડ મારી
- આ યુવતી વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી
Noida's Hyde Park society Viral video : Noida ની એક સોસાયટિમાં યુવતીઓએ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. ત્યારે આ યુવતીઓનો સોશિયલ મીડિયા ઉપર વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનામાં યુવતીઓ જ્યારે પોતાના પાલતુ કૂતરા સાથે ફરવા નીકળી હતી. ત્યારે આ યુવતીઓ અને સ્થાનિક વૃદ્ધો સાથે ઘમાસાણ થયું હતું. ત્યારે ઘટનાસ્થળ ઉપર હાજર એક વ્યક્તિએ આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
નોઈડામાં યુવતીઓ અને વૃદ્ધો વચ્ચે ઘમાસાણ
સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા આ વીડિયો જોઈને લોકો આ યુવતીઓની નિંદા કરી રહ્યા છે. તે ઉપરાંત અનેક વ્યક્તિઓ આ યુવતીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. તો આ ઘટના Noida માં આવેલા સેક્ટર 113 માં આવેલી હાઈડ પાર્ક સોસાયટીમાં ઘટી હતી. ત્યારે યુવતીઓ સોસાયટીમાં આવેલા પાર્કમાં કૂતરાઓ સાથે ફરવા નીકળી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ દંપતીએ યુવતીઓના કૂતરા વિશે કોઈ ટિપ્પણી કરી હતી. તેના કારણે યુવતીઓ અને વૃદ્ધ દંપતી સાથે ઉગ્ર બોચાલાચી થઈ હતી.
આ પણ વાંચો: Shivamogga માં કારચાલકે ટ્રાફિકમેનને 100 મીટર સુધી ઢસેડ્યો, જુઓ Video
#Noida के सेक्टर 113 की हाइड पार्क सोसायटी में कुत्ते के विवाद में युवती ने बुजुर्ग दंपती पर उठाया हाथ। pic.twitter.com/fj2B6olHh6
— POOJA TRIPATHI (@shalki_pj) October 25, 2024
યુવતીએ વૃદ્ધ દંપતીની બોલાચાલી કરતા થપ્પડ મારી
એક અહેવાલ અનુસાર, યુવતીઓએ પોતાના પાળતું કૂતરાને ગળામાં પટ્ટો પહેરાવ્યા વિના બહાર પોતાની સાથે લઈને આવી હતી. ત્યારે આ કૂતરો કોઈપણ વ્યક્તિને કરડીને ઘાયલ કરી શકે તેવી સંભાવના હતી. ત્યારે આ યુવતીઓને વૃદ્ધ દંપતીએ કૂતરાને પકડી રાખવા અથવા ગળામાં પટ્ટો પહેરાવાનું સૂચન કર્યું હતું. ત્યારે આ વાત સાંભળીને યુવતીઓને ગુસ્સો આવ્યો હતો. અને બોલાચાલીના સમયે યુવતીઓએ વૃદ્ધ દંપતીને થપ્પડ મારી હતી. ત્યારે આ સંપૂર્ણ ઘટનાનો સ્થાનિક વ્યક્તિએ વીડિયો બનાવી લીધો હતો.
આ યુવતી વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી
સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલો વીડિયો આશરે 1 મિનિટ જેટલો છે. તો વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતીઓ વૃદ્ધ દંપતી ઉપર ગુસ્સો પણ કરી રહી છે. તે ઉપરાંત તેમની સાથે ગેરવર્તન પણ કરી રહી છે. તે ઉપરાંત વીડિયોમાં સાંભળવા મળે છે કે, યુવતીઓ કહે છે કે, માર ખાશો તમે! એટલામાં એક યુવતી વૃદ્ધ દંપતીની સામે હાથ ઉપાડે છે. જોકે આ સમયે એક મહિલાઆ યુવતીને પકડની તેને અટકાવે છે. ત્યારે વૃદ્ધ દંપતીએ આ યુવતી વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આ પણ વાંચો: મોતના રણમાં ફસાયેલી યુવતીને મળેલી મદદને જોઈને તમે સ્તબ્ધ થશો!