ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : વિદ્યાના મંદિરમાં માંસાહારી મહેમાન નવાજી, શાળામાં નોન-વેજ પાર્ટી યોજાતા વિવાદ

Surat : લિયાબત વિસ્તારમાં આવેલી એક શાળામાં ગેટ ટૂ ગેધરની પાર્ટી દરમિયાન ભોજનમાં નોનવેજ પીરસવામાં આવતા એક નવો વિવાદ ઉભો થયો છે. આ વખતે બીજેપી નહીં પરંતુ કોંગ્રેસે આનો વિરોધ ઉઠાવ્યો છે અને નોનવેજ પીરસનારાઓને બીજેપી બચાવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો જાણો શું છે તમામ વિવાદ
06:05 PM Oct 12, 2025 IST | Mujahid Tunvar
Surat : લિયાબત વિસ્તારમાં આવેલી એક શાળામાં ગેટ ટૂ ગેધરની પાર્ટી દરમિયાન ભોજનમાં નોનવેજ પીરસવામાં આવતા એક નવો વિવાદ ઉભો થયો છે. આ વખતે બીજેપી નહીં પરંતુ કોંગ્રેસે આનો વિરોધ ઉઠાવ્યો છે અને નોનવેજ પીરસનારાઓને બીજેપી બચાવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો જાણો શું છે તમામ વિવાદ

Surat : ગુજરાતના સુરત શહેરમાં એક એવો વિવાદ સામે આવ્યો છે, જે શિક્ષણના મંદિરને ધર્મ અને સંસ્કારના પ્રશ્ન સાથે જોડી રહ્યો છે. લિંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 342 (અંગ્રેજી માધ્યમ)માં ગેટ-ટુગેધરના નામે નોન-વેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં શાળાના પરિસરમાં જ જેને સરસ્વતીનું મંદિર કહેવામાં આવે છે, ત્યાં માંસાહારી વાનગીઓ પીરસવામાં આવતા નવો વિવાદ ઉભો થયો છે. આ આયોજન શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું, અને હવે આ વિવાદમાં રાજકીય રંગ પણ મળી ગયો છે. કોંગ્રેસ નેતાઓ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભાજપા કનેક્શનથી આચાર્યને બચાવવાના પ્રયાસો થઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે.

Surat અંગ્રેજી શાળાનો શું છે વિવાદ?

સુરતના લિંબાયત ગોડાદરા વિસ્તારમાં આવેલ પંડિત દિનદયાલ શાળા ક્રમાંક 342 વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમનું કેન્દ્ર છે. અહીં તાજેતરમાં શિક્ષકો અને કર્મચારીઓના ગેટ-ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં શાળાના આચાર્યએ મુખ્ય ભૂમિકા ભજવી અને મેનુમાં નોન-વેજ વાનગીઓનો સમાવેશ કર્યો. વધુ ચોંકાવનારી વાત એ કે, આ પાર્ટી શાળાના પરિસરમાં જ યોજાઈ હતી. જ્યાં સરસ્વતીની મૂર્તિ અને વિદ્યાના મંદિરનું વાતાવરણ છે. સ્થાનિકો અને વાલીઓએ આની વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, જેનાથી વિવાદ ફેલાયો હતો. "શાળા વિદ્યાનું મંદિર છે, અહીં માંસાહારી પાર્ટી કેવી રીતે થઈ શકે?"

આ પણ વાંચો- શું Jamnagar માં ભૂમાફિયાઓએ અમિત શાહની જમીન બારોબાર વેચી મારી? જાણો શું છે મામલો

કોંગ્રેસનો હુમલો : આચાર્ય પર કાર્યવાહીની માંગ

કોંગ્રેસના પ્રખ્યાત નેતા અસલમ સાયકલવાલાએ આ વિવાદ પર તીખું પ્રતિસાદ આપ્યો છે. તેમણે જાહેરમાં નિવેદન આપીને કહ્યું, "આ શાળા સરસ્વતીનું વિદ્યા મંદિર છે, જ્યાં વિદ્યાર્થીઓને જ્ઞાન અને સંસ્કાર આપવાનું હોય છે. આચાર્યની આ હેતુ ગુજરતથી શાળાનું અપમાન થયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાત્કાલિક કડક કાર્યવાહી કરીને આચાર્યને સસ્પેન્ડ કરવો જોઈએ." તેઓ કહે છે કે, આવા ઘટનાઓથી શિક્ષણના મૂલ્યોને નકારાત્મક અસર થાય છે.

કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા

ભાજપા કનેક્શન અને 'ધૃતરાષ્ટ્ર'ની ભૂમિકા?

વિવાદની વધુ ઊંડાઈમાં જઈએ તો આચાર્યના ભારતીય જનતા પાર્ટી (ભાજપા) સાથેના ઘનિષ્ઠ સંબંધોના આરોપો ઉઠ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક ભાજપા સભ્યે જાહેરમાં આચાર્યને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેને 'સાંસ્કૃતિક વિવિધતા'નું નામ આપ્યું. પરંતુ, ગોડાદરા વિસ્તારમાં અસંખ્ય RSS સભ્યોની હાજરી હોવા છતાં તેઓ આ મુદ્દે મૌન રહ્યા છે – જેને વિરોધીઓ 'ધૃતરાષ્ટ્રની ભૂમિકા' કહીને ટીકા કરી રહ્યા છે. સ્થાનિક કાર્યકર્તાઓ કહે છે, "આવા આચાર્યોને બચાવવા માટે સમિતિમાં રાજકીય દબાણ કરવામાં આવે છે, જે શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડે છે."

શા માટે આ વિવાદ મહત્વપૂર્ણ છે?

આ ઘટના માત્ર એક પાર્ટીની વાત નથી – તે શાળાઓમાં સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોના પ્રશ્નને ઉજાગર કરે છે. સુરત જેવા શહેરમાં, જ્યાં વિવિધતા અને સંસ્કારોનું મિશ્રણ છે, આવા નિર્ણયો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અસુરક્ષાનો અહેસાસ જગાડે છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપ્યો નથી, પણ વિરોધીઓની માંગ છે કે, આવા આચાર્યો સામે દાખલા સ્વરૂપે કડક કાર્યવાહી થાય. આ વિવાદ સુરતની રાજકારણ અને શિક્ષણને નવી ચર્ચાનો વિષય બનાવી દીધો છે..

આ પણ વાંચો- Jamnagar : GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ની ચૂંટણી, આ બે પેનલ વચ્ચે ખરાખરીનો જંગ!

Tags :
#BJPConnection#CongressDemand#LimbayatSchool#NonVegParty#SaraswatiMandir#SuratSchoolControversy
Next Article