Nora Fatehi Accident: મુંબઈમાં નોરા ફતેહીની કારને નશામાં ધૂત ચાલકે મારી ટક્કર, માથાના ભાગમાં સામાન્ય ઇજા
- Nora Fatehi Accident: બોલીવુડની અભિનેત્રીની નોરા ફતેહીની કારનો થયો અકસ્માત
- 'સનબર્ન 2025' કોન્સર્ટમાં હાજરી આપવા જતા થયો અકસ્માત
- નોરાના માથાના ભાગમાં થઇ સામાન્ય ઇજા
બોલીવુડની પોપ્યુલર ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીને (Nora Fatehi) લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં આયોજિત અમેરિકન ડીજે ડેવિડ ગુએટાના (David Guetta) 'સનબર્ન ૨૦૨૫' કોન્સર્ટમાં હાજરી આપવા જઈ રહેલી નોરાની કારનો અકસ્માત થયો હતો.નશામાં ધૂત ચાલકે મારી ટક્કર અહેવાલો મુજબ, સનબર્ન ફેસ્ટિવલ જતી વખતે એક નશામાં ધૂત વાહનચાલકે નોરાની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નોરાને માથાના ભાગે નાની ઈજાઓ થઈ છે. ઘટના બાદ તુરંત તેની ટીમે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેને આરામની સલાહ આપી હતી.
Nora Fatehi Accident: નોરા ફતેહીને થઇ સામાન્ય ઇજા
નોંધનીય છે કે ઈજા છતાં કામ પ્રત્યેનો જુસ્સો અકબંધ અકસ્માત અને માથામાં ઈજા હોવા છતાં નોરાએ પ્રોફેશનલ હોવાનો પુરાવો આપ્યો છે. તેણે આરામ કરવાને બદલે કામ પર પાછા ફરવાનો આગ્રહ રાખ્યો છે. નોરા આજે રાત્રે સનબર્ન ૨૦૨૫માં ડેવિડ ગુએટા સાથે સ્ટેજ શેર કરશે. આ દરમિયાન તે તેના આગામી ઇન્ટરનેશનલ ગીતની ઝલક પણ દર્શકોને આપશે, જે ગુએટા અને અમેરિકન ગાયિકા સિયારા સાથેનો એક મોટો કોલેબોરેશન પ્રોજેક્ટ છે.
Nora Fatehi Accident: ઇજા થઇ છંતા પણ કરશે નોરા પર્ફોમ
આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યું છે નામ નોરા ફતેહી હાલમાં તેની કારકિર્દીના સુવર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ તેણે અમેરિકન શો "ધ ટુનાઇટ શો વિથ જીમી ફેલોન" દ્વારા ઇન્ટરનેશનલ ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે દક્ષિણ ભારતીય સિનેમામાં 'કંચના 4' અને 'કેડી: ધ ડેવિલ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. આ વર્ષે તેની વેબ સિરીઝ 'ધ રોયલ્સ' પણ ખાસ્સી ચર્ચામાં રહી છે.
આ પણ વાંચો: Dhurandhar નું Box Office પર ધમાકેદાર પરફોર્મન્સ, રૂ. 500 કરોડના ક્લબમાં એન્ટ્રી


