ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉત્તર કોરિયામાં કાગળ ખતમ ! બેન્ક નોટ-અખબાર પણ નથી છપાતા

Kim Jong Un નો આદેશ : ઉત્તર કોરિયા ઘણા વર્ષોથી કાગળની અછત સામે ઝઝૂમી રહ્યું છે. હવે ત્યાં કાગળ ખતમ થવાની કિનારે પહોંચી ગયો છે. આ દેશ પર અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગેલા છે. વૈશ્વિક સ્તરે ઉત્તર કોરિયા એકદમ અલગ-થલગ રાષ્ટ્ર છે. આ જ કારણ છે કે ત્યાં પર્યાપ્ત ટેક્નોલોજી, કાચો માલ અને ઔદ્યોગિક વિકાસની ઉણપ છે. આના કારણે ત્યાં કાગળની અછત વધતી જ જાય છે.
09:21 PM Dec 09, 2025 IST | Mujahid Tunvar
Kim Jong Un નો આદેશ : ઉત્તર કોરિયા ઘણા વર્ષોથી કાગળની અછત સામે ઝઝૂમી રહ્યું છે. હવે ત્યાં કાગળ ખતમ થવાની કિનારે પહોંચી ગયો છે. આ દેશ પર અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગેલા છે. વૈશ્વિક સ્તરે ઉત્તર કોરિયા એકદમ અલગ-થલગ રાષ્ટ્ર છે. આ જ કારણ છે કે ત્યાં પર્યાપ્ત ટેક્નોલોજી, કાચો માલ અને ઔદ્યોગિક વિકાસની ઉણપ છે. આના કારણે ત્યાં કાગળની અછત વધતી જ જાય છે.

Kim Jong Un નો મિલના કારખાના ખોલવા આદેશ :  ઉત્તર કોરિયા ઘણા વર્ષોથી કાગળની અછત સામે ઝઝૂમી રહ્યું છે. હવે ત્યાં કાગળ ખતમ થવાની કિનારે પહોંચી ગયો છે. આ દેશ પર અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગેલા છે. વૈશ્વિક સ્તરે ઉત્તર કોરિયા એકદમ અલગ-થલગ રાષ્ટ્ર છે. આ જ કારણ છે કે ત્યાં પર્યાપ્ત ટેક્નોલોજી, કાચો માલ અને ઔદ્યોગિક વિકાસની ઉણપ છે. આના કારણે ત્યાં કાગળની અછત વધતી જ જાય છે.

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, હવે ઉત્તર કોરિયામાં કાગળ ખતમ થઈ ગયો છે. કિમ જોંગ ઉને પ્રાંતીય અધિકારીઓને ચેતવણી આપી છે કે તેમણે દેશભરમાં કાગળ બનાવવાના કારખાના ઊભા કરવા પડશે. કારણ કે દેશમાં કાગળની ભારે અછત થઈ ગઈ છે. આના કારણે તેમની પ્રચાર શાખાએ પોતાની છાપકામની માત્રા ઘટાડી દીધી છે અને સરકાર પાસે બેન્ક નોટ પણ ખતમ થઈ ગઈ છે.

  દેશમાં વધુમાં વધુ કાગળ કારખાના ખોલવાનો આદેશ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના સૌથી અલગ-થલગ દેશમાં વધુમાં વધુ કાગળ કારખાના સ્થાપવાનો આદેશ જારી કર્યો છે. તાનાશાહે એક નિવેદનમાં કહ્યું કે તેમને ખાસ કરીને ખુશી છે કે દેશનું પેપર ઈજનેરી ઈન્સ્ટિટ્યૂટ પોતાની કાગળ બનાવવાની પદ્ધતિ અને ટેક્નોલોજી વિકસાવવાની યોજના બનાવી રહ્યું છે. કારણ કે દેશમાં કાગળ ખતમ થવાના આરે પહોંચી ગયો છે અને અખબાર તેમજ બેન્કનોટ ઓછા છપાઈ રહ્યા છે.

પ્રાંતીય કાગળની માંગ પૂરી કરવા માટે એક પાયલટ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન કિમે કહ્યું કે કોરિયન શૈલીના કાગળ બનાવવાના ઉદ્યોગને વિકસાવવા અને દેશભરની લાંબા ગાળાની જરૂરિયાતો પૂરી કરવામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Kim Jong Un એ નવા સ્થાપિત કાગળ મિલોની લીધી મુલાકાત

તેમને ઉન્સન પેપર મિલ બતાવવામાં આવી જેનું નિર્માણ તેમના શાસન દરમિયાન કાગળની અછતનો સામનો કરી રહેલા તમામ પ્રાંતોમાં ઉત્પાદન કારખાના બનાવવાના આદેશ પછી કરવામાં આવ્યું હતું. મલ્ટીપર્પઝ પેપર મશીન, ટોયલેટ પેપર મશીન અને પેપર કન્ટેનર મોલ્ડિંગ મશીનનું નિરીક્ષણ કર્યા પછી તેમણે તેની પ્રશંસા કરી હતી.

આ કારણોથી ઉત્તર કોરિયામાં કાગળની અછત

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયા લાંબા સમયથી કાગળની અછત સામે ઝઝૂમી રહ્યું છે. આના કારણે ત્યાં પર્યાપ્ત બેન્ક નોટ અને અખબાર છાપી શકાતા નથી. બીજા દેશો સાથે વેપાર ન થવાના કારણે ત્યાં ઉદ્યોગ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સારા રોકાણકારો નથી. આના કારણે ત્યાંના ઉદ્યોગોનો યોગ્ય વિકાશ થયો નથી.

કાચા માલની અછત અને ઔદ્યોગિક પછાતપણું

બાકીની દુનિયાથી અલગ પડેલા હોવાથી જરૂરી ટેક્નોલોજીની અછતને કારણે ઉત્તર કોરિયામાં ઉદ્યોગો ખીલી શકતા નથી. સાથે જ કાગળ બનાવવા માટેના કાચા માલની પણ સપ્લાય થઈ શકતી નથી. દેશની અંદર કાચો માલ મળી જાય તો પણ વધુમાં વધુ કાગળ બનાવવા માટે ઝડપથી પ્રોસેસ કરી શકે તેવી ઈજનેરી અને ટેક્નોલોજીની ઉણપ છે.

આ પણ વાંચો- Indigo ફ્લાઈટ્સમાં 10 ટકા કાપ મૂકવા આદેશ ; ઉડ્ડ્યન મંત્રી સાથે મીટિંગમાં હાથ જોડતા નજરે પડ્યા CEO

Tags :
BanBank noteKim Jong UnNEWS PAPERNorth KoreaPaper FactoryPaper Shortageworld news
Next Article