ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હવે ડ્રગ્સ માફિયાઓની ખેર નથી, રાજ્ય સરકારે ANTF યુનિટ બનાવવાની કરી મોટી જાહેરાત

ડ્રગ્સની હેરફેર અને વેચાણ પર સકંજો કસવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
05:47 PM Aug 25, 2025 IST | Mustak Malek
ડ્રગ્સની હેરફેર અને વેચાણ પર સકંજો કસવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
ANTF

રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદેસર કારોબારને રોકવા માટે રાજ્ય સરકારે નોંધપાત્ર પગલું ભર્યું છે. ડ્રગ્સની હેરફેર અને વેચાણ પર સકંજો કસવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોનવાઇઝ યુનિટ્સની રચના કરશે. આ યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ઝોનમાં સ્થાપવામાં આવશે, જે ડ્રગ્સના ગેરકાયદેસર કાળા કારોબારને નાથવા માટે સતત કામગીરી કરશે. રાજ્ય સરકારે ડ્રગ્સ સામેની લડાઈમાં કડક અને નિર્ણાયક પગલું ભર્યું છે .

 

 

રાજ્યભરમાં ઝોન વાઇઝ ANTF ના યુનિટસ બનાવવામાં આવશે

નોંધનીય છે કે ANTFના યુનિટ્સ દ્વારા નાર્કોટિક્સના ગેરકાયદે વેપારની ગુપ્ત માહિતી એકઠી કરવામાં આવશે અને ડ્રગ્સના સપ્લાય ચેઈનને તોડવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આ યુનિટ્સ સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે સંકલનમાં કામ કરશે, જેથી ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકાય. રાજ્ય સરકારનો આ નિર્ણય યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને સમાજમાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાના પ્રયાસોનો એક ભાગ છે. આ પગલાંથી ડ્રગ્સના કાળા કારોબાર પર અંકુશ આવશે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત થશે.

ANTF સતત મોનેટરિંગ કરશે

ઉલ્લેખનીય છે કે આ યુનિટસમાં 1 SP, 6 DySP, 13 PI સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. હવે ડ્રગ્સ માફિયાઓની ખેર નથી, ANTF યુનિટછી સતત ડર્ગ્સના કારોબાર પર સીધી દેખરેખ રાખવામાં આવશે. જેના લીધે હવે ડ્રગ્સ માફિયાઓને કડક સજા અપાવવા માટે પ્રક્રિયા પણ સરળ બની જશે. ANTF યુનિટ માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.ઝોનલ માળખું હોવાથી હવે રાજ્યના દરેક ખૂણામાં ચાલતા ડ્રગ્સને તોડવામાં મદદ મળશે.ડ્રગ્સ માફિયા સામે 'CUTTING EDGE LEVEL'ની કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો:   Gujarat Rain: રાજ્યના આ વિસ્તારોમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Tags :
Anti Narcotics Task ForcedrugsGujaratGujarat FirstGujarat GovernmentNarcotics ControlTask Force Units
Next Article