Odisha Bandh: વિદ્યાર્થિનીના આત્મવિલોપન મુદ્દે ઓડિશા બંધ, પરિવારે સામૂહિક આપઘાત કરવાની આપી ચીમકી
- બાલાસોરની ઘટના મુદ્દે વિપક્ષી પાર્ટીઓ રસ્તા પર
- પીડિત પરિવારને ન્યાયની માગ સાથે રાજકારણ તેજ
- ભદ્રક, ભૂવનેશ્વર, સંભલપુરમાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન
Odisha Bandh: ઓડિશાના બાલાસોરમાં ફકીર મોહન કોલેજમાં ઉત્પીડનના કારણે વિદ્યાર્થિનીના આત્મવિલોપન મુદ્દે રાજકારણ તેજ થયું છે. પીડિત પરિવારને ન્યાયની માગ સાથે વિપક્ષી પાર્ટીઓ મેદાને ઉતરી છે અને ઓડિશા બંધનું એલાન આપ્યું છે. બંધના એલાન વચ્ચે કોંગ્રેસ સહિતની પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે અને ચક્કાજામ કર્યો હતો. બીજી તરફ પીડિત પરિવારને હજુ પણ પજવણી થતી હોવાના આરોપ સાથે સામૂહિક આપઘાતની ચીમકી આપતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ કલેક્ટર અને પોલીસ વડા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે કોલેજમાં વિભાગના વડાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થિનીએ આત્મવિલોપન કર્યુ હતું જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોએ તમામ આરોપીઓને કડક સજા આપવાની માગ કરી છે.
બાલાસોરની ઘટનાને કારણે આજે ઓડિશા બંધ
બાલાસોરની ઘટનાને કારણે આજે ઓડિશા બંધ છે. બાલાસોરના 20 વર્ષીય વિદ્યાર્થીના મૃત્યુના કેસમાં કોંગ્રેસ સહિત આઠ વિપક્ષી રાજકીય પક્ષોએ એક થઈને આજે 17 જુલાઈએ 'ઓડિશા બંધ'નું એલાન આપ્યું છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીના રાજીનામા અને ન્યાયિક તપાસની માંગ કરી રહ્યું છે. આજે સંયુક્ત વિપક્ષ ઓડિશા બંધ રાખી રહ્યું છે. અગાઉ, ઓડિશાના બાલાસોર જિલ્લામાં વિદ્યાર્થીના મૃત્યુના વિરોધમાં વિપક્ષી બીજુ જનતા દળ (BJD) એ મંગળવારે બંધ રાખ્યો હતો. આ સમય દરમિયાન, બજારો, શાળાઓ અને કોલેજો બંધ રહી હતી અને મોટાભાગના વાહનો રસ્તાઓ પરથી ગાયબ હતા.
જાણો આજે શું બંધ રહેશે
- ઘણા જિલ્લાઓમાં ખાનગી અને સરકારી બસ સેવાઓ પ્રભાવિત થશે.
- બજારો બંધ રહી શકે છે.
- બંધને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજો પણ બંધ રહી શકે છે.
- સરકારી કચેરીઓમાં કોઈ રજા નથી, પરંતુ કામ ચોક્કસપણે પ્રભાવિત થઈ શકે છે.
શું બંધ રહેશે નહીં
- હોસ્પિટલો અને આરોગ્ય સેવાઓ
- આવશ્યક સેવાઓ
- દૂધ અને શાકભાજીની દુકાનો
સોમવારે, બાલાસોરની ફકીર મોહન ઓટોનોમસ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે. તેણે આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. તેના કોલેજ વિભાગના વડા દ્વારા લાંબા સમયથી જાતીય સતામણીનો સામનો કર્યા બાદ તેણે પોતાને આગ લગાવી દીધી હતી. ઔપચારિક ફરિયાદ નોંધાવવા અને આચાર્ય પાસેથી મદદ માંગવા છતાં, તેની અરજીઓને અવગણવામાં આવી, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. આ ઘટના ફકીર મોહન (ઓટોનોમસ) કોલેજમાં બની હતી. દરમિયાન, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આ મૃત્યુને ભાજપ તંત્ર દ્વારા આયોજિત હત્યા ગણાવી અને ભાજપ પર પીડિતાને બચાવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ લખ્યું, 'ઓડિશામાં ન્યાય માટે લડતી પુત્રીનું મૃત્યુ ભાજપ તંત્ર દ્વારા હત્યાથી ઓછું નથી. તે બહાદુર વિદ્યાર્થીનીએ જાતીય સતામણી સામે અવાજ ઉઠાવ્યો, પરંતુ ન્યાય મેળવવાને બદલે, તેને ધમકી આપવામાં આવી, હેરાન કરવામાં આવી અને વારંવાર અપમાનિત કરવામાં આવી.
આ પણ વાંચો: હવે સરકાર AI શીખવશે, 10 લાખ લોકોને મફત તાલીમ મળશે: IT Minister Ashwini Vaishnaw