ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ola Electric શેરમાં તૂફાની તેજી સાથે લાગી અપર સર્કિટ

ઓલા ઈલેક્ટ્રીકના શેરમાં તોફાની તેજી ઓલા ઈલેક્ટ્રીકના શેરમાં 20 ટકાનો ઉછાળો ઓલા ઈલેક્ટ્રીકના શેર પર લાગી અપર સર્કિટ Ola Electric share: બુધવારે ભારતીય શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી. દરમિયાન, ઓલા ઈલેક્ટ્રીકના શેર(Ola Electric share)માં આજે 20 ટકાના જંગી...
09:24 PM Nov 27, 2024 IST | Hiren Dave
ઓલા ઈલેક્ટ્રીકના શેરમાં તોફાની તેજી ઓલા ઈલેક્ટ્રીકના શેરમાં 20 ટકાનો ઉછાળો ઓલા ઈલેક્ટ્રીકના શેર પર લાગી અપર સર્કિટ Ola Electric share: બુધવારે ભારતીય શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી. દરમિયાન, ઓલા ઈલેક્ટ્રીકના શેર(Ola Electric share)માં આજે 20 ટકાના જંગી...
Ola Electric share

Ola Electric share: બુધવારે ભારતીય શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી. દરમિયાન, ઓલા ઈલેક્ટ્રીકના શેર(Ola Electric share)માં આજે 20 ટકાના જંગી ઉછાળા સાથે અપર સર્કિટ લાગી હતી. આજે BSE પર ઓલા ઈલેક્ટ્રિકનો શેર 19.99 ટકા (રૂ. 14.69)ના વધારા સાથે રૂ. 88.16 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે કંપનીના શેરમાં નોંધાયેલો આ વધારો ઓલાએ ઇલેક્ટ્રિક સ્કૂટરના બે નવા મોડલ લોન્ચ કર્યાના બીજા જ દિવસે આવ્યો છે. ઓલા ઈલેક્ટ્રિકે મંગળવારે બે નવા મોડલ લોન્ચ કરીને કોમર્શિયલ સ્કૂટર સેગમેન્ટમાં પણ પ્રવેશ કર્યો છે.

શેરની કિંમત હજુ પણ 52 સપ્તાહની ઊંચી સપાટીથી ઘણી નીચે છે

તમને જણાવી દઈએ કે મંગળવારે 73.47 રૂપિયા પર બંધ થયેલ કંપનીના શેર આજે 77.71 રૂપિયાના સારા ઉછાળા સાથે ખુલ્યા હતા. આજે ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેર રૂ. 75.20ના ઇન્ટ્રાડે લોએ પહોંચ્યા હતા. જો કે, ઓલાના શેરની કિંમત હજુ પણ તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી ઘણી નીચે છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 157.53 રૂપિયા છે. જ્યારે તેની 52 સપ્તાહની નીચી કિંમત 66.60 રૂપિયા છે. BSE અનુસાર, Ola Electric ની વર્તમાન માર્કેટ કેપ રૂ. 38,885.88 કરોડ છે.

આ પણ  વાંચો -Adani શેરોમાં જબરજસ્ત ઉછાળો,આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી રાહત

ઓલાએ મંગળવારે જ 2 નવા સ્કૂટર લોન્ચ કર્યા હતા

ઓલાએ મંગળવારે વ્યાપારી ઉપયોગ માટે Gig અને S1 Z નામના બે મોડલ લોન્ચ કર્યા છે. કંપનીએ Gig સ્કૂટરના બે અલગ-અલગ વેરિઅન્ટ્સ, Gig અને Gig રજૂ કર્યા છે. બીજી તરફ, S1 Z ના બે અલગ-અલગ વેરિયન્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે, S1 Z અને S1 Z . Ola ઈલેક્ટ્રિકના Gig અને Gig બંને સંપૂર્ણપણે વ્યાવસાયિક ઉપયોગ માટે હશે. જ્યારે S1 Z ને પેસેન્જર કેટેગરીમાં અને S1 Z ને કોમર્શિયલ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઓલાએ 39,999 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે Gig લોન્ચ કર્યું છે. તે જ સમયે, S1 Z ને 59,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -Share Market Closing: શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ,આ શેરોમાં તેજી

Ola Gig પણ ભાડે મળશે

ઓલાનું ગીગ સ્કૂટર 25 કિમી પ્રતિ કલાકની ઝડપે સિંગલ ચાર્જ પર 112 કિમીની રેન્જ આપશે. S1 Z સ્કૂટર સિંગલ ચાર્જ પર 75 થી 146 કિમીની રેન્જ આપશે. તેની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાક હશે. ઓલાએ ટૂંકી મુસાફરી કરનારા ‘ગીગ’ કામદારોને ધ્યાનમાં રાખીને ગિગ ડિઝાઇન કરી છે. ઓલા ઈલેક્ટ્રીકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગીગ સિરીઝ બિઝનેસ (B2B) ખરીદી અને ભાડા બંને માટે ઉપલબ્ધ હશે.

Tags :
OlaOla electricola electric 52 week highola electric new scootersola electric share priceShare pricshare-marketUpper Circuit
Next Article