olpad : કુડસદમાં પ્રદૂષણ સામે ગ્રામજનોનો હલ્લાબોલ: GPCBની નિષ્ક્રિયતાથી કંટાળી ગટર લાઈન જ કરી નાંખી બ્લોક
olpad : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં ઔદ્યોગિક પ્રદૂષણ સામે ગ્રામજનોની ધીરજ આખરે તૂટી ગઈ છે. પીપોદરા અને કન્યાસી GIDCમાંથી બેફામ રીતે છોડાતા કેમિકલયુક્ત ઝેરી પાણીએ ગામમાંથી પસાર થતી ઘોડા ખાડીને “ઝેરની ખાડી”માં ફેરવી દીધી છે. વારંવારની રજૂઆતો છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ આખરે કાયદો હાથમાં લઈ મુખ્ય ગટર લાઈનમાં GSB (માટી-પથ્થર) પૂરીને તેને સંપૂર્ણ બ્લોક કરી દીધી છે.
Advertisement
- olpad : પીપોદરા-કન્યાસીનું કેમિકલયુક્ત પાણી ઘોડા ખાડીમાં છોડાતા રોષ : GPCB સામે રોષ
- રણછોડજી મંદિરની હનુમાનજીની મૂર્તિ કાળી પડી: કુડસદમાં પ્રદૂષણ વિરુદ્ધ ગ્રામજનોએ ગટર લાઈનમાં GSB પૂરી દીધું
- કેન્સર જેવા રોગો વધતા કુડસદમાં બળવો : GPCBની બેદરકારીથી કંટાળી ગ્રામજનોએ ગટર બ્લોક કરી
- ઝેરની ખાડી બની ઘોડા ખાડી: કુડસદ ગામજનોએ GIDC પ્રદૂષણ વિરુદ્ધ ગટર લાઈન બંધ કરી દીધી
olpadમાં GPCB સામે રોષ : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં ઔદ્યોગિક પ્રદૂષણ સામે ગ્રામજનોની ધીરજ આખરે તૂટી ગઈ છે. પીપોદરા અને કન્યાસી GIDCમાંથી બેફામ રીતે છોડાતા કેમિકલયુક્ત ઝેરી પાણીએ ગામમાંથી પસાર થતી ઘોડા ખાડીને “ઝેરની ખાડી”માં ફેરવી દીધી છે. વારંવારની રજૂઆતો છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ આખરે કાયદો હાથમાં લઈ મુખ્ય ગટર લાઈનમાં GSB (માટી-પથ્થર) પૂરીને તેને સંપૂર્ણ બ્લોક કરી દીધી છે.

