ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

OMG, રાજ્યમાં ધોરણ-10 માં 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું...

ધોરણ-10ના વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. સવારે 7.45 કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણી શકે છે. ગુજરાત બોર્ડ 10 માં એકંદરે પાસ થવાની ટકાવારી 64.62% રહી છે....
11:28 AM May 25, 2023 IST | Dhruv Parmar
ધોરણ-10ના વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. સવારે 7.45 કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણી શકે છે. ગુજરાત બોર્ડ 10 માં એકંદરે પાસ થવાની ટકાવારી 64.62% રહી છે....

ધોરણ-10ના વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. સવારે 7.45 કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણી શકે છે. ગુજરાત બોર્ડ 10 માં એકંદરે પાસ થવાની ટકાવારી 64.62% રહી છે. બીજા વર્ષે પણ સુરત જિલ્લાના વિદ્યાર્થીઓની પાસ ટકાવારી સૌથી વધુ 76% રહી છે જ્યારે દાહોદનું પરિણામ સૌથી ઓછું 40.75% છે.

157 શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ નાપાસ

રાજ્યની 272 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. ગુજરાતની 1084 શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે. એવી 157 શાળાઓ છે કે જ્યાં બોર્ડની પરીક્ષા આપનાર એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી. બીજી વખત બોર્ડની પરીક્ષામાં આવેલા 165690 વિદ્યાર્થીઓમાંથી માત્ર 27446 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

SSC પરિણામ કેવી રીતે તપાસવું તે અહીં જુઓ

જણાવી દઈએ કે ગુજરાત ધોરણ 10 બોર્ડની પરીક્ષા રાજ્યમાં 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે લગભગ 8 લાખ વિદ્યાર્થીઓએ GSEB SSC પરીક્ષા આપી છે.

આ પણ વાંચો : ધોરણ 10 નું 64.62 ટકા પરિણામ જાહેર, જાણો પૂરી વિગત

Tags :
10th ResultgovernmentGujaratschools
Next Article