Gandhinagar : દેશનું એક માત્ર હનુમાન મંદિર, જ્યાં રાત્રે થાય છે આરતી
- ગાંધીનગરના ડભોડિયા હનુમાનની મહાઆરતી યોજાઈ
- ધનતેરસની રાત્રે 12 વાગે થાય છે પરંપરાગત આરતી
- ડભોડા હનુમાનજીની આરતીનો લ્હાવો લેવાનું છે માહત્મ્ય
- દેશનું એક માત્ર હનુમાન મંદિર, જ્યાં રાત્રે થાય છે આરતી
- વર્ષમાં એક દિવસ કાળી ચૌદસે થાય છે દાદાની આરતી
- સ્વયંભૂ દક્ષિણામુખી હનુમાનજીનું મંદિર છે વિશ્વવિખ્યાત
- લાખો ભક્તોએ નિહાળી ડભોડિયા હનુમાનજીની આરતી
Gandhinagar : ગાંધીનગરનાં સુપ્રસિધ્ધ સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાન મંદિરે ધનતેરસની રાત્રે 12 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ડભોડા હનુમાનજીની આરતીનો લ્હાવો લેવાનું ભક્તોમાં ભારે માહત્મ્ય છે. ડભોડિયા હનુમાન મંદિર દેશનું એક માત્ર હનુમાન મંદિર છે જ્યાં ધનતેરસે રાત્રે આરતી થાય છે
હનુમાન મંદિર દક્ષિણામુખી હનુમાનજીનું મંદિર છે
ગાંધીનગરનાં સુપ્રસિધ્ધ સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાન મંદિર દક્ષિણામુખી હનુમાનજીનું મંદિર છે. દર શનિવારે અહીં લાખો ભક્તો હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડે છે. વર્ષોથી ધનતેરસની રાત્રે 12 વાગે ડભોડિયા હનુમાનજી મંદિરમાં પરંપરાગત આરતી કરવામાં આવે છે અને ગઇ કાલે રાત્રે પણ આરતી યોજાઇ હતી જમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા.
ડભોડા ખાતે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું
માન્યતા મુજબ ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે આવેલું ચમત્કારિક સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર 1200 વર્ષ જુનુ છે . શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે મંગળવારે ધનતેરસની રાત્રે 12:00 વાગે મહા આરતી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારોનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ડભોડા ખાતે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
આ પણ વાંચો---Narak chaturdashi: બુધવારે ઉજવાશે નરક ચતુર્દશી, જાણો તેની પૂજા-વિધિ અને શુભ મુહૂર્ત વિશે
Gandhinagar ના Dabhodiya Hanuman ની મહાઆરતી યોજાઈ
Dhanteras ની રાત્રે 12 વાગે થાય છે પરંપરાગત આરતી
ડભોડા હનુમાનજીની Maha Aarti નો લ્હાવો લેવાનું છે માહત્મ્ય
દેશનું એક માત્ર Hanuman Mandir, જ્યાં રાત્રે થાય છે આરતી
વર્ષમાં એક દિવસ Kali Chaudas એ થાય છે દાદાની આરતી#Gujarat… pic.twitter.com/gLpFNmmt81— Gujarat First (@GujaratFirst) October 29, 2024
મંદિર પ્રશાસન દ્વારા તથા પોલીસ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા
આજે કાળી ચૌદસ છે અને પરંપરાગત રીતે કાળી ચૌદસના 2 દિવસ મેળો પણ યોજવામાં આવે છે. મંદિરમાં દાદાના દર્શન કરવા આવતા લાખો ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા તથા પોલીસ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોના ધસારાને જોતાં વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 5000 કિલોથી પણ વધુ બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
તે દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે
ઉલ્લેખનિય છે કે ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. આમ તો ડભોડામાં આખા વર્ષમાં ત્રણ મોટા મેળાઓ યોજવામાં આવે છે.
આ પણ વાંચો---Laxmi Narayan Yog: આ ત્રણ રાશિનું ભાગ્ય બદલાશે લક્ષ્મી નારાયણ યોગથી!