ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP માં ફરી એકવાર 'લવ જેહાદ'નો કેસ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી કર્યા લગ્ન અને પછી...

યુપીના બરેલીમાં વધુ એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે પહેલા તેને લવ જેહાદમાં ફસાવીને બરેલી શહેરમાં રહેતા બ્યુટી પાર્લર સંચાલક સાથે મિત્રતા કરી હતી. પછી બંધક બનાવીને બળાત્કાર ગુજાર્યો. પોતાના નામ અને ધર્મની ઓળખ છૂપાવવા માટે આરોપી...
07:21 PM Jun 03, 2023 IST | Dhruv Parmar
યુપીના બરેલીમાં વધુ એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે પહેલા તેને લવ જેહાદમાં ફસાવીને બરેલી શહેરમાં રહેતા બ્યુટી પાર્લર સંચાલક સાથે મિત્રતા કરી હતી. પછી બંધક બનાવીને બળાત્કાર ગુજાર્યો. પોતાના નામ અને ધર્મની ઓળખ છૂપાવવા માટે આરોપી...

યુપીના બરેલીમાં વધુ એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે પહેલા તેને લવ જેહાદમાં ફસાવીને બરેલી શહેરમાં રહેતા બ્યુટી પાર્લર સંચાલક સાથે મિત્રતા કરી હતી. પછી બંધક બનાવીને બળાત્કાર ગુજાર્યો. પોતાના નામ અને ધર્મની ઓળખ છૂપાવવા માટે આરોપી તેના હાથમાં નાળાછડી બાંધીને કપાળ પર તિલક લગાવતો હતો. આરોપી આબિદના પરિવારે પીડિતાને બંધક બનાવીને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવ્યું અને પછી આબિદ સાથે નિકાહ પઢાવ્યા હતા. પીડિતાએ હવે બરેલીના સુભાષ નગર પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે.

મહિલા બ્યુટી પાર્લર ચલાવતી હતી

30 વર્ષીય મહિલા બરેલીના ભુટા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી છે. મહિલા બરેલી શહેરમાં બ્યુટી પાર્લર ચલાવતી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે, મલ્હાપુર ગામનો એક યુવક 2018 માં બ્યુટી પાર્લરમાં આવતો હતો. યુવક હાથમાં નાળાછડી બાંધતો અને કપાળ પર તિલક લગાવતો હતો. તેણે અગાઉ પોતાનું નામ અંકિત જણાવ્યું હતું. યુવકે તેની મીઠી વાતોથી મારી સાથે મિત્રતા કરી હતી અને જણાવ્યું હતું કે, હું ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરું છું. ડિસેમ્બર 2018 માં યુવકે મારી સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને તે બાદ ધમકી પણ આપી હતી. તેને કહ્યું હતું કે, વિરોધ કરીશ તો વીડિયો વાયરલ કરી દઈશ. ત્યારે યુવકે કહ્યું કે મારું નામ આબિદ છે અને હું મુસ્લિમ છું.

પીડિતાને નજરકેદ રાખવામાં આવી હતી

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, યુવક તેને તેના ઘરે લઈ ગયો, જ્યાં જાણવા મળ્યું કે તે મુસ્લિમ છે. ત્યાં યુવકની માતા, બહેન અને પરિવારના અન્ય સભ્યોએ મને એક રૂમમાં ગોંધી રાખી હતી અને મારો મોબાઈલ પણ છીનવી લીધો હતો. આ પછી આબિદે બળજબરીથી બળાત્કાર કર્યો હતો. તે બાદ યુવકે માનસિક અને શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. મેં આરોપીઓની ચંગુલમાંથી બહાર આવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ હું બહાર નીકળી શકી નહતી. આખો પરિવાર મારા પર નજર રાખતો હતો.

વધુમાં પીડિતાએ જણાવ્યું કે, આબિદ અને તેના પરિવારે તેમને બરેલીના કરગૈનામાં બંધક બનાવી ગોંધી રાખી હતી. સાડા ​​ચાર વર્ષથી આબિદ મારી સાથે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો રહ્યો. 20 મે 2023 ના રોજ હું આરોપીઓના ચંગુલમાંથી નાસી છૂટી હતી. જે બાદ બરેલીના SSP ને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : Odisha Train Accident અંગે PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

Tags :
forced marriageHindu-Muslimlove jihadlove-affairsUPUttar Pradesh
Next Article