ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક સમયે ઝારખંડનું આ ગામ મીની લંડન તરીકે ઓળખાતું હતુ

૧૯૪૭માં અંગ્રેજ અફસરો ભારત છોડીને ઇગ્લેન્ડ જતા રહયા હતા. આથી ભારતમાં રહી ગયેલા એંગ્લો ઇન્ડિયન તેમના સામાજિક તાણાવાણાની નિશાની છે. સામાન્ય રીતે જેનો માતૃ કે પિતૃ કોઇ પણ એક પક્ષનો વારસો યૂરોપનો હોય તેવા સંતાનોને એંગ્લો ઇન્ડિયન કહેવામા આવે...
09:00 AM May 23, 2023 IST | Hiren Dave
૧૯૪૭માં અંગ્રેજ અફસરો ભારત છોડીને ઇગ્લેન્ડ જતા રહયા હતા. આથી ભારતમાં રહી ગયેલા એંગ્લો ઇન્ડિયન તેમના સામાજિક તાણાવાણાની નિશાની છે. સામાન્ય રીતે જેનો માતૃ કે પિતૃ કોઇ પણ એક પક્ષનો વારસો યૂરોપનો હોય તેવા સંતાનોને એંગ્લો ઇન્ડિયન કહેવામા આવે...
૧૯૪૭માં અંગ્રેજ અફસરો ભારત છોડીને ઇગ્લેન્ડ જતા રહયા હતા. આથી ભારતમાં રહી ગયેલા એંગ્લો ઇન્ડિયન તેમના સામાજિક તાણાવાણાની નિશાની છે. સામાન્ય રીતે જેનો માતૃ કે પિતૃ કોઇ પણ એક પક્ષનો વારસો યૂરોપનો હોય તેવા સંતાનોને એંગ્લો ઇન્ડિયન કહેવામા આવે છે. ૧૬મી સદીમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પ્રવેશ કર્યો ત્યારથી તેની દાનત દેશ પર શાસન કરવાની હતી. જો સ્થાનિક લોકો સાથ આપે તો જ શાસન કરવું શકય હતું.
આથી કંપનીએ બ્રિટીશ કર્મચારીઓને સ્થાનિક લોકો સાથે લગ્ન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. દરેક એગ્લો ઇન્ડિયન બાળકના જન્મને વધાવીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવતું હતું. આ લગ્નોથી જે સંતાનો પેદા થયા તે રંગ અને દેખાવથી જ ભારતીય હતા પરંતુ તેમની વર્તણુક બોલી અને પહેરવેશ અંગ્રેજ જોવો જ હતો. ૧૮૫૭ના વિપ્લવ પછી અંગ્રેજો સરકારે એંગ્લો ઇન્ડિયન પ્રજાને માન સન્માન અને મહત્વ આપવાનું ઘટાડી દિધું હતું. એટલું જ નહી અંગ્રેજોને ભારતીયો સાથે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકયો હતો. ધીમે ધીમે એંગ્લોને અંગ્રેજોએ આવકારવાનું અને સ્થાનિક લોકો ગણકારવાનું બંધ કરી દિધું હતું.
૯૩૦ના દાયકામાં સાઇમન કમીશનનો અહેવાલ આવ્યો જેમાં એંગ્લો ઇન્ડિયન સમુદાયની જવાબદારીમાંથી અંગ્રેજ સરકારે હાથ ઉંચા કરી લીધા હતા. આથી અર્નેસ્ટ ટીમોથીએ મૈકલુસ્કી નામના એંગ્લો ઇન્ડિયનને ભારતમાં જ એક એંગ્લો હોમલેન્ડ હોય તેની કલ્પના થઇ હતી. તેમના આઇરિશ પિતાએ રેલવેમાં નોકરી દરમિયાન બનારસમાં એક હિંદુ છોકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. એક એંગ્લો ઇન્ડિયન સંતાન તરીકે મૈકલુસ્કી પોતાના આ વિશિષ્ટ સમુદાય માટે કશુંક કરવા ઇચ્છતા હતા. તેઓ બંગાળ વિધાન પરીષદના મેમ્બર હોવા ઉપરાંત કલકત્તામાં રિયલ એસ્ટેટના કારોબાર સાથે સંકળાયેલા હતા.
૧૯૩૦ના દશકમાં ઝારખંડ આવ્યા ત્યારે કુદરતી સુંદરતા જોઇને રાંચીથી ૬૪ કિમી દૂરનું આવેલું આ સ્થળ પસંદ આવી ગયું હતું.  છોટા નાગપુરના રાજા રાતૂ મહારાજ પાસેથી ૧૦ હજાર એકર જમીન મેળવીને ૩૬૫ પ્લોટ પાડયા હતા. અંગ્લો ઇન્ડિયનોએ આ સ્થળે પ્લોટ ખરીદીને બ્રિટિશ સ્ટાઇલના ઘર અને સમૃધ્ધ લોકોએ યૂરોપિયન શૈલીના બંગલા બનાવ્યા હતા. એંગ્લો ઇન્ડિયન સમુદાયની પશ્ચીમી રહેણી કહેણીના કારણે લોકો આ ગામને મીની લંડન તરીકે ઓળખતું હતું. અહીં કોલક્તા અને ચેન્નાઇથી ઘણા એંગ્લો ઇન્ડિયન પરીવારો રહેવા આવ્યા હતા. જો કે અહીં માત્ર અંગ્રેજો જ નહી ફેન્ચ, પોર્ટુગિઝોને પણ વસવાની અને ખરીદવાની છૂટ આપી હતી. આ વિસ્તાર આજે પણ ૩૬૫ બંગલા તરીકે ઓળખાય છે.
૧૯૪૦ પછી મૈકલુસ્કીગંજ છોડીને લોકોએ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુ કે સ્થાઇ થવાની શરુઆત કરી હતી. ૧૯૪૭માં ભારતને આઝાદ થતા ઘણા એંગ્લો ઇન્ડિયન ભારત છોડીને જતા રહયા જેમાં મૈકલુસ્કીગંજના પણ હતા. બીજુ કે પોતાના સમૂદાય માટે ગામ વસાવવા દરમિયાન મૈકલૂસ્કી એ વાત ભૂલી ગયો હતો કે અહીંયા વસવા આવનારા લોકો જીવન કેવી રીતે ગુજારશે. કારણ કે ભણેલા ગણેલા અંગ્રેજીના સરસ જાણકાર લોકો માટે અહીં આજીવિકાનો કોઇ યોગ્ય સ્ત્રોત ન હતો. તેમને ગાંઠની મૂડી ખર્ચીને રહેવું પડે તેવી સ્થિતિ હતી. આ એવું સ્થળ હતું જયાં રેલવે રિવર અને રોડનો સંગમ થતો હતો.
આથી કેટલાકે મહેનતુઓએ સસ્તામાં જમીન ખરીદીને ખેતીમાં ઝંપલાવ્યું હતું. આ ઉપરાંત ફળ, શાકભાજી અને ખેત ઉત્પાદન સંબંધિત વ્યવસાય પણ શરુ કર્યા હતા. હાલમાં આ એંગ્લો ઇન્ડિયન વિલેજમાં ૨૭ જેટલા પરીવારો રહે છે. મોટા ભાગના રહેઠાણ બંગલાઓ ટૂરિસ્ટ ઓફિસ અને હોટલમાં ફેરવાઇ ગયા છે. ૧૯૯૭માં પટનામાં રહેતા એક એંગ્લો ઇન્ડિયન આલ્ફ્રેડ રોજોજારિયોએ પરીવારોની મદદ માટે સ્કૂલ એકેડેમી ખોલતા મેકલૂલ્કીગંજનું નસીબ થોડું બદલાયું છે. મોટા ભાગના નિવાસીઓ દૂર દૂરથી આવતા વિધાર્થીઓ માટે હોસ્ટેલ ચલાવે છે જે તેમની આવકનો સોર્સ છે. જેમાં એંગ્લો ભારતીયોને જ હોસ્ટેલ ચલાવવાની છૂટ છે.
આ સ્કૂલને ભૂતિયા સ્થળે તૈયાર કરવામાં આવી હોવાની પણ ટિખળ થાય છે.  ભલે મીની લંડનની ઉપમા મળી હોય પરંતુ એંગ્લોના ગામમાં આજે પણ વીજળી વેરણ બને છે. જંગલનો ગાંઢ અંધકાર રાત્રે ઘેરી વળે છે. આ ગામની કોઇ જ કાળજી લેવામાં આવતી નથી. જાણે કોઇ ગરીબ યૂરોપ દેશના અંતરીયાળ ગ્રામીણ વિસ્તારમાં આવી ગયા હોવાનો અનુભવ થાય છે.સારી હેલ્થીની સુવિધાનો અભાવ છે છેક રાંચી સુધી જવું પડે છે. રાંચી જવા માટે એક માત્ર બસ જાય છે.જયારે બે ટ્રેન મળે છે. કબ્રસ્તાનને પણ બાઉન્ડ્રી વોલ નથી. આથી એગ્લો ઇન્ડિયનનું આકર્ષણ ઘટવું સ્વભાવિક છે.
સમયની સાથે બંગલાઓનું રિનોવેશન થાય છે પરંતુ બાહિય ઢાંચામાં કોઇ જ ફેરફાર થયો નથી. આ અનોખી એંગ્લો વસાહત મેકલૂસ્કીગંજ પર અનેક સ્ટોરીઓ, ડોકયૂમેન્ટરી પણ બની છે. લગભગ દરેક ડોકયુમેન્ટરીમાં ૬૬ વર્ષની કેટી ટેકસયાને દર્શાવાતી હોવાથી તે ફેઇસ ઓફ મેકલૂસ્કી તરીકે ફેમસ થઇ છે. જો કે લોકો આ જુની વસાહત જોવા અને આજુબાજના જંગલ વિસ્તારમાં ફરવા માટે આવે છે.ઘણાને એંગ્લો ઇન્ડિયન કેવા હોય તેનું પણ કુતુહલ રહેતું હોય છે. અહિંયાનું જીવન શાંત અને રળિયામણું બહારથી આવતા લોકોને ગમે છે. જયારે સ્થાનિક એંગ્લો ઇન્ડિયન કલક્તા, દહેરાદૂન તથા ચેન્નાઇમાં રહેતા સગા સંબંધીઓને મળવા દોડી જાય છે. વડિલો પાસે મૈકલુસ્કીગંજ સાથેની જુની યાદોનો ખજાનો પડયો છે.
Tags :
Anglo-IndianEuropean-style-bungalowsMccluskieganjMini-LondonVillage-of-Jharkhand
Next Article