અમદાવાદમાં દોઢ ઈંચ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, વાહ AMC વાહ... શું કામગીરી છે
- અમદાવાદમાં દોઢ ઈંચ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, વાહ AMC વાહ... શું કામગીરી છે
અમદાવાદમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પાછલા ઘણા વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસા પહેલા પ્રી-મોનસૂન કામગીરી પાછળ લાખો-કરોડો રૂપિયાનું આંધણ મૂકતી હોય છે. આ વખતે પણ સારૂં એવું બજેટ ફાળવામાં આવ્યું હતું. પરંતુ વરસાદ આવતાની સાથે જ તેની પ્રી-મોનસુન એક્ટિવિટીની સાથે-સાથે રોડ-રસ્તાઓ પણ ધોવાઈ જતાં હોય છે. તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં હોય છે.
અમદાવાદમાં બે કલાકમાં 1.77 ઇંચ વરસાદ ખાબક્યો જેના લીધે શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. બોટાદના રાણપુરમાં પણ 1.77 ઇંચ, નવસારીના ગણદેવીમાં 1.69 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 1.57 ઇંચ, ખેડામાં 1.54 ઇંચ અને સુરેન્દ્રનગરના લીંબડીમાં 1 ઇંચ વરસાદે જનજીવનને હચમચાવી દીધું.
ગુજરાતમાં મેઘરાજાએ પોતાની બીજી ઈનિંગ શરૂ કરી છે. રાજ્યાના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેથી ખેડૂતોએ રાહત અનુભવી છે. અમદાવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પાક બળી જવાને લઈને ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ વરસાદે ખેડૂતોની ચિંતા ઉપર ફૂલ સ્ટોપ મૂકી દીધો છે. જોકે, બીજી તરફ અમદાવાદ મ્યૂનિસિપલ તંત્રની પોલ ખોલી નાંખી છે. અમદાવાદમાં પડેલા દોઢ-બે ઈંચ વરસાદે જ એએમસીની ખરાબ કામગીરીને ઉજાગર કરી દીધી છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક અંડરપાસમાં પાણી ભરાવવાના કારણે બંધ થઈ ગયા હતા. માત્ર બે ઈંચ જેટલા વરસાદમાં અમદાવાદના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી લોકોએ સરકાર અને તંત્રની ભારે ટીકાઓ કરી હતી.
અમદાવાદના શહેરના મુખ્ય રસ્તાઓ, અંડરપાસ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું. નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયું, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘણી જગ્યાએ BRTS અને AMTS બસો પણ પાણીમાં ફસાઈ ગઈ. એક નિવાસી, હેતલબેન, ગુસ્સે ભરાઈને કહે, “દર વર્ષે એ જ વાત! AMC પ્રિ-મોન્સૂન કામગીરીના નામે લોકોને મૂર્ખ બનાવે છે. રસ્તાઓ ધોવાઈ જાય છે, અને અમારા ટેક્સના પૈસા પાણીમાં!”
AMCની બેદરકારી અને તંત્રની નિષ્ફળતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ આ વરસાદે ખોલી નાખી. ડ્રેનેજ સિસ્ટમની અપૂરતી સફાઈ અને રસ્તાઓનું નબળું બાંધકામ લોકોની મુશ્કેલીનું કારણ બન્યું. એક નાગરિક પ્રકાશભાઈ, ગુસ્સે ભરાઈને જણાવ્યું હતુ કે, “દર વર્ષે AMC લાખો રૂપિયા ડ્રેનેજ અને રસ્તા રિપેરિંગના નામે ખર્ચે છે, પણ એક ઝાપટું પડે અને રસ્તાઓ ધોવાઈ જાય. આ તો સીધી લૂંટ છે!” સોશિયલ મીડિયા પર પણ લોકોએ AMC અને વહીવટી તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ
અમદાવાદ ઉપરાંત, બોટાદ, નવસારી, બનાસકાંઠા, ખેડા અને સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ થયો છે. બોટાદના રાણપુરમાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા, જ્યારે નવસારીના ગણદેવીમાં રસ્તાઓ પર ભરાયેલા પાણીએ ટ્રાફિકને ખોરંભે કરી દીધું. બનાસકાંઠાના ભાભર અને ખેડામાં પણ રસ્તાઓ પર પાણીના તળાવો બની ગયા, જેના લીધે લોકોની અવરજવર ખોરવાઈ. સુરેન્દ્રનગરના લીંબડીમાં 1 ઇંચ વરસાદે બજારો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓમાં રોષ ફેલાયો હતો.
જન્માષ્ટમીના પવિત્ર દિવસે, જ્યારે લોકો દહીં-હાંડી અને કૃષ્ણ ભક્તિમાં લીન થવાની તૈયારીમાં હતા, ત્યારે વરસાદે બધું બગાડી દીધું. અમદાવાદના એક દહીં-હાંડી આયોજક, રાજેશભાઈ, નિરાશ થઈને કહે, “અમે દિવસો સુધી તૈયારી કરી હતી, પણ વરસાદે બધું બરબાદ કરી દીધું. રસ્તાઓ પર પાણી અને અંડરપાસ બંધ થયા, લોકો આવી શક્યા નહીં.” ઘણી સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું, જેના લીધે નિવાસીઓએ રાતભર જાગીને પાણી કાઢવું પડ્યું.
આ પણ વાંચો-