ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વધુ એક ક્રિકેટર બન્યો અકસ્માતનો શિકાર, અકસ્માત બાદ હવે આવી હાલત

ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટરની કારનો એક ખરાબ અકસ્માત થયો છે. જો કે આટલા મોટા અકસ્માત બાદ પણ ભારતના આ ડેશિંગ ક્રિકેટરનો જીવ બચી ગયો છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં...
09:44 AM Jul 05, 2023 IST | Dhruv Parmar
ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટરની કારનો એક ખરાબ અકસ્માત થયો છે. જો કે આટલા મોટા અકસ્માત બાદ પણ ભારતના આ ડેશિંગ ક્રિકેટરનો જીવ બચી ગયો છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં...

ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટરની કારનો એક ખરાબ અકસ્માત થયો છે. જો કે આટલા મોટા અકસ્માત બાદ પણ ભારતના આ ડેશિંગ ક્રિકેટરનો જીવ બચી ગયો છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં રમી રહેલા ભારતના સ્વિંગ બોલર પ્રવીણ કુમારની કારને એક કેન્ટરે ટક્કર મારી હતી. અકસ્માત સમયે ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર અને તેનો પુત્ર કારની અંદર હાજર હતા. અકસ્માત બાદ લોકોએ કેન્ટર ચાલકને સ્થળ પર જ પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

ટીમ ઈન્ડિયાનો આ ક્રિકેટર બન્યો અકસ્માતનો શિકાર

36 વર્ષીય પ્રવીણ કુમાર, પોતાની સ્વિંગથી કહેર મચાવવામાં પ્રખ્યાત છે, તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલ રમી છે. પ્રવીણ કુમારે ભારત માટે 6 ટેસ્ટ મેચમાં 27 વિકેટ, 68 વનડેમાં 77 વિકેટ અને 10 T20 મેચમાં 8 વિકેટ ઝડપી છે. માત્ર 26 વર્ષની ઉંમરે આ ડેશિંગ ક્રિકેટરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પૂરી થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ પ્રવીણ કુમાર અને તેમનો પુત્ર સુરક્ષિત છે. મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે, મુલતાન નગર, બાગપત રોડના રહેવાસી પ્રવીણ કુમાર તેમના ડિફેન્ડર વાહનમાં પાંડવ નગરથી આવી રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલા એક ઝડપી કેન્ટરે તેમના વાહનને ટક્કર મારી હતી.

અકસ્માત બાદ આ સ્થિતિ છે

અકસ્માત સમયે ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર અને તેનો પુત્ર કારની અંદર હાજર હતા. અકસ્માત બાદ લોકોએ કેન્ટર ચાલકને સ્થળ પર જ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સિવિલ લાઇન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એસપી સિટી પિયુષ કુમારે જણાવ્યું કે કેન્ટર ચાલકને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો છે. સીઓએ જણાવ્યું કે અકસ્માતમાં પ્રવીણ કુમાર અને તેમનો પુત્ર સુરક્ષિત છે. પ્રવીણ કુમારે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2012 માં રમી હતી, ત્યાર બાદ તેને ટીમ ઈન્ડિયામાં ફરી ક્યારેય તક મળી નથી. પ્રવીણ કુમારે વર્ષ 2007 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર અજીત અગરકર સામે છે આ 5 પડકારો

Tags :
Car AccidentCricketcricketerMeerutpraveen kumarsonSportssurvivedTeam India
Next Article