Savarkundala: મહુવામાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઈજાગ્રસ્ત
- સાવરકુંડલાના મહુવા રોડ પર હિટ એન્ડ રનમાં એકનું મોત
- 2 બાઇકમાં સવાર 5 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
- 60 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે નીપજયું મોત
સાવરકુંડલાના મહુવા રોડ પર હિટ એન્ડ રનમાં એકનું મોત થયું હતું. પુરપાટ ઝડપે આવતી કિયા કારે 2 બાઈકને અડફેટે લીધા હતા. 2 બાઈકમાં સવાર 5 જેટલા સવારોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 60 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. 3 વર્ષની બાળકી અને 15 વર્ષના સગીરને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોના હાથ પગ તૂટ્યા હતા. અકસ્માતની ઘટનાથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની ઘટના બાદ સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા નાની બાળકીને સરકારી જીપમાં તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવી હતી. હીટ એન્ડ રન સાથે ડ્રિક્સ એન્ડ ડ્રાઈવની ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હિટ એન્ડ રનની ઘટનાની સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મૃતકનું નામ
વનીતાબેન ચીમનલાલ જોશી ગામ બાઢડા (60 વર્ષ)
- ઇજાગ્રસ્તોના નામ
- રિવા કેતનભાઈ જોશી ઉ.વર્ષ 3, ભાવનગર રીફર
- કેતનભાઈ ચીમનભાઈ જોશી ઉ.વર્ષ 35 રીફર
- રિદ્ધિબેન કેતનભાઈ જોશી ઉ.વર્ષ 28 રીફર
- જય અજિતભાઈ જોશી ઉ.વર્ષ 15 રીફર
આ પણ વાંચોઃ Navsari : ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં, એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની
ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત
બીજો અકસ્માત બારડોલીના કડોદ રોડ પર ડમ્પરની અડફેટે બાઈક ચાલકનું મોત થયું હતું. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું કચડાઈ જતા મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ બાદ મૃતદેર પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Corona Case: રાજ્યમાં કોરોના છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા, જામનગરમા કોરોનાના કેસાં વધારો