Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Waqf Act : કોલકાતામાં પ્રદર્શન દરમિયાન સરાજાહેર બગાવતી ભાષણ

પોતાને ઈસ્લામિક વિદ્વાન ગણાવનારનું ભડકાઉ ભાષણ મુફ્તી શમાઈલ અહમદ અબ્દુલ્લા નદવીનો વીડિયો વાયરલ વક્ફ એક્ટના નામે ખુલ્લેઆમ લોકોને ભડકાવી રહ્યો છે Waqf Act :  વક્ફ એક્ટના વિરોધના નામે ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી રહી છે. જેમાં વક્ફ એક્ટના નામે કોલકાતામાં...
waqf act   કોલકાતામાં પ્રદર્શન દરમિયાન સરાજાહેર બગાવતી ભાષણ
Advertisement
  • પોતાને ઈસ્લામિક વિદ્વાન ગણાવનારનું ભડકાઉ ભાષણ
  • મુફ્તી શમાઈલ અહમદ અબ્દુલ્લા નદવીનો વીડિયો વાયરલ
  • વક્ફ એક્ટના નામે ખુલ્લેઆમ લોકોને ભડકાવી રહ્યો છે

Waqf Act : વક્ફ એક્ટના વિરોધના નામે ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી રહી છે. જેમાં વક્ફ એક્ટના નામે કોલકાતામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખુલ્લેઆમ ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું છે. જેમાં પોતાને ઈસ્લામિક વિદ્વાન ગણાવનારા મુફ્તી નદવીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં વડાપ્રધાન મોદીથી નફરત અને બલિદાન આપવાની વાત કરીને ગરીબ મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.

દેશની સંસદ, ન્યાયતંત્ર, લોકતંત્ર, સરકાર બધાને સરાજાહેર નકારી

દેશની સંસદ, ન્યાયતંત્ર, લોકતંત્ર, સરકાર બધાને સરાજાહેર નકારીને આવા ભડકાઉ ભાષણ કરનારાઓ સામે સકંજો ક્યારે કસાશે. વક્ફ એક્ટના નામે ભ્રામક માહિતી ફેલાવીને ગરીબ મુસ્લિમોને ઉશ્કેરનારા આવા તત્વો સામે કાર્યવાહી ક્યારે કરાશે તેવી લોક ચર્ચા થઇ રહી છે. ભાષણમાં મુસ્લિમોને દેશમાંથી કાઢવા અને ઈસ્લામ ભારતમાંથી ખતમ થઈ જશે એવો ડર દેખાડીને પોતાના રોટલા શેકતા આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની માગ ઉઠી રહી છે. કોલકાતામાં પ્રદર્શન દરમિયાન સરાજાહેર બગાવતી ભાષણ આપતા મુસ્લિમ લોકોમાં પણ રોષ ફાટી નિકળ્યો છે. જેમાં પોતાને ઈસ્લામિક વિદ્વાન ગણાવનારનું ભડકાઉ ભાષણ આપ્યું છે.

Advertisement

Advertisement

મુફ્તી શમાઈલ અહમદ અબ્દુલ્લા નદવીનો વીડિયો વાયરલ થયો

મુફ્તી શમાઈલ અહમદ અબ્દુલ્લા નદવીનો વીડિયો વાયરલ થયો છે. વક્ફ એક્ટના નામે ખુલ્લેઆમ લોકોને ભડકાવી રહ્યો છે. તથા PM મોદીથી નફરત અને બલિદાન આપવાની વાત કરી છે. ભડકાઉ ભાષણથી મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવાનું કામ થઇ રહ્યું છે. તેમાં સંસદ, સરકાર, ન્યાયતંત્ર, લોકતંત્રને નકારતા આ તત્વો કોણ? વક્ફ એક્ટના નામે ખુલ્લેઆમ બગાવત કરનારા કોણ?

કફન લઈને નીકળવાની વાત શું સૂચવી રહી છે? ગરીબ મુસ્લિમોને ભડકાવનારા અત્યાર સુધી ક્યાં હતા? ગરીબ મુસ્લિમો માટે હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ કેમ ન બનાવી? વક્ફના નામે જમીનો પચાવનારાને શું પેટમાં દુ:ખે છે? વક્ફ એક્ટના સુધારાને અન્ય રીતે રજૂ કરી ભડકાવવાનું ષડયંત્ર છે. એક્ટમાં ક્યાંય નથી લખ્યું કે મુસ્લિમોને દેશમાંથી કાઢવાના છે એક્ટમાં ક્યાંય નથી લખ્યું કે ઈસ્લામ ખતમ થઈ જશે તેવા લોકોના મનમાં પ્રશ્ન ઉભા થઇ રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત-રાજસ્થાન સરહદેથી આદિવાસી બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ

Tags :
Advertisement

.

×