Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અંતિમ પગલું ભરવાનું કારણ બન્યું ChatGPT, OpenAI વિરૂદ્ધ ફરિયાદોનો ઢગલો

ફરિયાદમાં આરોપ છે કે, OpenAI જાણતું હતું કે, GPT-4 ખતરનાક રીતે ભ્રામક અને ચાલાકીભર્યું છે, છતાં કંપનીએ તેને માર્કેટમાં લાવવાની ઉતાવળ કરી હતી. આમાંથી ચાર પીડિતોએ આત્મહત્યા કરી છે. સાન ફ્રાન્સિસ્કો સુપિરિયર કોર્ટમાં દાખલ કરાયેલી એક ફરિયાદ 17 વર્ષીય આમોરી લેસી સંબંધિત છે. આમુરી એ મદદ માટે ChatGPT નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ "ચેટજીપીટી જેવી ખતરનાક પ્રોડક્ટે તેને વ્યસની બનાવી દીધો.
અંતિમ પગલું ભરવાનું કારણ બન્યું chatgpt  openai વિરૂદ્ધ ફરિયાદોનો ઢગલો
Advertisement
  • ChatGPT ગેરમાર્ગે દોરતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી
  • કંપની વિરૂદ્ધ 7 ફરિયાદ દાખલ કરવામાં આવી
  • જાણતા હોવા છતાં કંપનીએ પ્રોડક્ટને માર્કેટમાં લાવવા ઉતાવળ કરી

OpnenAI Facing Lawsuits : યુએસ કંપની OpenAI વિરુદ્ધ સાત મુકદ્દમા દાખલ કરવામાં આવ્યા છે. તેમનો દાવો છે કે કંપનીના ChatGPT એ આત્મહત્યા અને ભ્રમણા તરફ દોરી છે. આશ્ચર્યજનક રીતે, અગાઉ માનસિક બીમારીઓ ના હોય તેવા લોકો પણ તેનો ભોગ બન્યા છે. ગુરુવારે કેલિફોર્નિયા રાજ્યની અદાલતોમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમના વિરૂદ્ધ ખોટી રીતે મૃત્યુ, આત્મહત્યા સહાય, અનૈચ્છિક હત્યાકાંડ અને બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યા છે. છ પુખ્ત વયના લોકો અને એક કિશોર વતી સોશિયલ મીડિયા વિક્ટિમ્સ લો સેન્ટર અને ટેક જસ્ટિસ લો પ્રોજેક્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×