Operation Shield : સરહદી વિસ્તાર કચ્છ જિલ્લામાં પણ બ્લેક આઉટ બાદ સાયરન વગાડવામાં આવી
ઓપરેશન શિલ્ડ હેઠળ રાજ્યભરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર એરફોર્સ ખાતે મોકડ્રીલ હાથ ધરાઈ હતી. ઓપરેશન શિલ્ડ હેઠળ ડ્રોન હુમલાને લઈને પણ મોકડ્રિલ યોજાઈ હતી. ડ્રોન હુમલા બાદની સ્થિતિ અંગે મોકડ્રિલની સમીક્ષા કરાશે. એરફોર્સ પરિસર વાયુ શક્તિનગર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. હુમલાની સ્થિતિમાં બચાવ રાહતની કામગીરીને લઈ મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ, એનસીસી, ફાયર બ્રિગ્રેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. હુમલાની સ્થિતિમાં લેવાના પગલા સહિતની બાબતોને લઈ મોકડ્રીલ યોજવામાં આવી હતી.
સરહદી કચ્છ જિલ્લામાં બ્લેક આઉટ કરવામાં આવ્યુ
May 31, 2025 8:31 pm
પાકિસ્તાન સરહદની નજીક આવેલ કચ્છ જિલ્લામાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. લોકોએ સ્વયંભૂ બ્લેક આઉટ કર્યું હતું. કચ્છ જિલ્લો પાકિસ્તાનને અડીને આવેલો જિલ્લો છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન કચ્છમાં ડ્રોન એટેક થયા હતા. બ્લેક આઉટ દરમ્યાન સાયરન પણ વગાડવામાં આવી હતી.
ગાંધીનગર નું લેકાવાડા ગામ બ્લેકઆઉટ કરાયું
May 31, 2025 7:40 pm
ઓપરેશન શિલ્ડ હેઠળ રાજ્યમાં મોકડ્રીલ યોજાઈ હતી. ગાંધીનગરના લેકાવાડા ગામમાં મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલ હેઠળ ગાંધીનગરનું લેકાવાડા ગામ બ્લેક આઉટ કરાયું હતું. લેકાવાડા ગામ પાસે વિવિધ લશ્કરી તથા અર્ધલશ્કરી બળના કેમ્પ આવેલ છે. સંભવિત હુમલાની સ્થિતિમાં બ્લેક આઉટ અંગે નાગરીકોને માર્ગદર્શન અપાયું હતું.
ગાંધીનગર એરફોર્સ પર મોકડ્રિલ યોજાઈ
May 31, 2025 7:40 pm
ઓપરેશન શિલ્ડ અંતર્ગત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મોકડ્રિલ યોજાઈ. ગાંધીનગર એરફોર્સમાં જવાનોએ દિલધડક મોકડ્રિલ હાથ ધરી. ગાંધીનગર ખાતે કરાયેલ મોકડ્રિલમાં એરફોર્સ પરિસર અને વાયુશક્તિનગરને આવરી લેવાયું. સિવિલ ડિફેન્સ, એનસીસી, ફાયર બ્રિગેડના જવાનોએ હુમલા વખતે કરવામાં આવતી કામગીરી હાથ ધરી.
વડોદરામાં મોકડ્રીલનું આયોજન
May 31, 2025 7:12 pm
વડોદરામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેગંજ સફેદ ચર્ચની સામે ગોદરેજ હોલમાં મોકડ્રીલ યોજાઈ હતી. EME સ્કૂલ પર એર સ્ટ્રાઈકની મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલ દરમ્યાન ગોદરેજ હોલમાં પ્રસંગ ચાલી રહ્યો હતો. લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. પોલીસ ફાયર બ્રિગ્રેડ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા હતા.
સુરતમાં મોકડ્રીલ યોજાઈઃ રાત્રે બ્લેક આઉટ કરાશે
May 31, 2025 6:57 pm
ગુજરાત સહિત સુરતમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજવામાં આવી હતી. સુરતમાં સહારા દરવાજા સ્થિત ગ્લોબલ માર્કેટ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. દુશ્મન દેશ દ્વારા કોઈ પણ સમયે સંભવિત હુમલાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત જિલ્લાના 51 જેટલા અલગ અલગ સ્થળો પર મોકડ્રીલ યોજવામાં આવી હતી. પાંચ વાગ્યા બાદ અલગ અલગ 51 સ્થળોએથી સાયરન વગાડવામાં આવ્યું હતું. રાત્રિના આઠ થી સાડા આઠ દરમ્યાન બ્લેક આઉટ મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા શહેરની સ્ટ્રીટ લાઈટ અને બલ્બ બંધ રાખવામાં આવશે. નાગરિકોને જાગૃત કરવા ફરી એક વખત નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરાશે. મોકડ્રીલમાં શહેર પોલીસ, પાલિકા, જિલ્લા વહીવટી તંત્ર તેમજ સિવિલ ડિફેન્સ સહિત સામાજિક સંસ્થાઓ જોડાશે.
ભાવનગરમાં પણ મોકડ્રીલ યોજાઈ
May 31, 2025 6:47 pm
ભાવનગરના સેન્ટર સોલ્ટ રીસર્ચ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. ડ્રોનથી હુમલો થયો હોવાની મોકડ્રીલ કરવામાં આવી હતી. આર્મી સ્ટેશન ખાતેથી ઘાયલોને સારવાર માટે લઈ જવાયા હતા. એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદ માંગવામાં આવી હતી.
ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે મોકડ્રીલ
May 31, 2025 6:41 pm
ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલમાં મિલિટ્રી સ્ટેશન ખાતે સ્વોર્મ ડ્રોન એટેક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્મી સ્ટેશન ખાતેથી ઘાયલોને સારવાર માટે લઈ જવાયા હતા. તેમજ એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદ માંગવામાં આવી હતી. રાત્રે 8 વાગ્યાથી 8.30 સુધી બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં મોકડ્રિલનું આયોજન કરાયું
May 31, 2025 6:36 pm
અમદાવાદમાં ઓપરેશન શિલ્ડ હેઠલ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. હુમલો થાય ત્યારે શું કરવું તે અંગે લોકોને સમજ આપવામાં આવી હતી. અમદાવાદ શાહીબાગ કેન્ટોન્મેન્ટ ખાતે સદર બજારમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લેક આઉટ અને ઈમરજન્સીની પરિસ્થિતિમાં કઈ રીતે લોકોએ સજાહ રહેવું તેની માહિતી આપવામાં આવી હતી. યુદ્ધની પરિસ્થિતિમામ કઈ પોઝિશનમાં લોકોએ પોતાની જાતને બચાવવી તેની તાલીમ આપવામાં આવી હતી.