ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસમાં મતભેદ, રાહુલ ગાંધીના રાષ્ટ્રવાદ પર સવાલો ઉઠ્યા

POLITICS : ગાંધીનગરમાં આયોજિત એક રેલીમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું, "બધું કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું જેથી કોઈ ઘરે પુરાવા ન માંગે."
08:26 AM May 31, 2025 IST | PARTH PANDYA
POLITICS : ગાંધીનગરમાં આયોજિત એક રેલીમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું, "બધું કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું જેથી કોઈ ઘરે પુરાવા ન માંગે."

POLITICS : ભારતે (INDIA) પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ કોંગ્રેસ (CONGRESS) માં મતભેદો સામે આવી રહ્યા છે. જે બાદ ભાજપ રાષ્ટ્રવાદ પર કોંગ્રેસની કથિત નબળાઈનો મુદ્દો બનાવી રહી છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) પોતાના ભાષણોમાં પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની સફળતાનો ઉલ્લેખ કરી રહ્યા છે, ત્યાં બીજેપીના પ્રવક્તા અને નેતાઓ કોંગ્રેસ પર સવાલો ઉઠાવતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓના વિદેશ પ્રવાસો અને તેમના નિવેદનોનો ઉલ્લેખ કરીને ભાજપે કોંગ્રેસના ઇરાદા પર શંકા વ્યક્ત કરી છે.

આજે પીઓકે ભારતનો ભાગ હોત

27 મેના રોજ ગાંધીનગરમાં આયોજિત એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું, "બધું કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું જેથી કોઈ ઘરે પુરાવા ન માંગે." આ સાથે તેમણે કહ્યું કે, જો સરદાર પટેલને ૧૯૪૭-૪૮માં સ્વતંત્રતા મળી હોત તો આજે પીઓકે ભારતનો ભાગ હોત.

નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે

રાહુલ ગાંધી (RAHUL GANDHI) એ વિદેશ મંત્રી એસ.જયશંકરના એક નિવેદન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે અગાઉથી માહિતી હતી. રાહુલે પૂછ્યું કે, શું આનાથી ભારતીય વાયુસેનાને કોઈ નુકસાન થયું ? કોંગ્રેસના પ્રવક્તાઓએ તેને મુદ્દો બનાવ્યો અને જયશંકરને બાતમીદાર પણ કહ્યા હતા. બીજી તરફ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.

કારણ સ્પષ્ટ થઈ ગયું

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર પાકિસ્તાનને ઓક્સિજન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, હાફિઝ સઈદે એક સમયે રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી અને હવે તેનું કારણ સ્પષ્ટ થઈ ગયું છે.

ભાજપના "સુપર પ્રવક્તા" બની ગયા

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે વિદેશમાં ભારત સરકારના વલણના સમર્થનમાં આપેલા નિવેદનોથી કોંગ્રેસમાં બેચેની વધી ગઈ છે. પાર્ટીના પ્રવક્તાઓએ તો ત્યાં સુધી કહ્યું કે થરૂર ભાજપના "સુપર પ્રવક્તા" બની ગયા છે. આ તકે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પૂછ્યું: "શું કોંગ્રેસ ઇચ્છે છે કે ભારતીય સાંસદો વિદેશ જાય અને પોતાના જ વડા પ્રધાન વિરુદ્ધ બોલે?"

આ પણ વાંચો --- Indigo-Airlineને કેન્દ્ર સરકારે આપ્યું 3 મહિનાનું અલ્ટીમેટમ, 'તુર્કિયે સાથે ડિલ ખત્મ કરો'

Tags :
aboutCongressgandhiGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsleaderNationalismofoperationquestionRahulraisesindoorstatement
Next Article