ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Sindoor : દ્વારકા શંકરાચાર્યજી, રમેશભાઈ ઓઝા, રાજભા ગઢવીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

અમદાવાદમાં મુસ્લિમ ભાઈએ પણ વધાવી છે અને દુશ્મન દેશ સામે આકરી કાર્યવાહી બદલ આભાર માન્યો છે.
10:45 PM May 07, 2025 IST | Vipul Sen
અમદાવાદમાં મુસ્લિમ ભાઈએ પણ વધાવી છે અને દુશ્મન દેશ સામે આકરી કાર્યવાહી બદલ આભાર માન્યો છે.
Oparation Sindoor_Gujarat_first 2
  1. Operation Sindoor ની સફળતાને દેશભરમાં લોકોએ વધાવી
  2. ગુજરાતમાં પણ ભારતીય સેનાની કામગીરીને નાગરિકોએ બિરદાવી
  3. દ્વારકા શંકરાચાર્યજી, કથાકાર રમેશભાઈ ઓઝા, રાજભા ગઢવીએ આપી પ્રતિક્રિયા
  4. અમદાવાદનાં રખિયાલમાં મુસ્લિમભાઈએ કરી ઉજવણી

Operation Sindoor : પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનમાં (Pakistan) આવેલા 9 જેટલા આંતકી ઠેકણાઓ પર એર સ્ટ્રાઇક કરીને જમીનદોસ્ત કરી જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની આ સૈન્ય કાર્યવાહીને 'ઓપરેશન સિંદુર' નામ આપવામાં આવ્યું છે. ભારતીય સેનાની આ કાર્યવાહીને સમગ્ર દેશે બિરદાવી છે. ત્યારે, ગુજરાતમાં પણ દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્યજી, કથાકાર રમેશભાઈ ઓઝા, લોકસાહિત્કાર રાજભા ગઢવી, અમદાવાદમાં મુસ્લિમ ભાઈએ પણ વધાવી છે અને દુશ્મન દેશ સામે આકરી કાર્યવાહી બદલ આભાર માન્યો છે.

આ પણ વાંચો - Ahmedabad: ત્રણ જગ્યાઓ ઉપર યોજાઈ મોકડ્રિલ, મનપા ખાતે પણ સાયરન વગાડવામાં આવ્યું

ઓપરેશન સિંદૂર અદમ્ય સાહસનું પ્રતીક છે : શંકરાચાર્યજી

દ્વારકાનાં શારદાપીઠનાં (Dwarka Sharadapith) જગદગુરુ શંકરાચાર્યજીએ 'ઓપરેશન સિંદૂર' અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાકિસ્તાન આતંકીઓનો અડ્ડો બની ગયું છે. પહલગાવનાં હુમલાખોરોને ભારતને સોંપી દીધા હોત તો આ નોબત ન આવી હોત. ઓપરેશન સિંદૂર અદમ્ય સાહસનું પ્રતીક છે. દેશની સેના પ્રત્યે ગૌરવની લાગણી છે. જ્યારે કથાકાર રમેશભાઈ ઓઝાએ (Rameshbhai Ojha) પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં બઘડાટી બોલાવી છે. પાકિસ્તાની આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે.

આ પણ વાંચો - Black Out MockDrill : વડોદરા-સુરતમાં 'અંધારપટ', પોલીસ વિભાગે જવાનોને આપ્યો આ આદેશ!

રાજભા ગઢવીએ લોક શૈલીમાં સૈનિકોની વિરતાને વખાણી

લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ (Rajbha Gadhvi) પણ ભારતીય સેનાની 'ઓપરેશન સિંદૂર' કાર્યવાહીને વખાણી છે અને કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' ભારતીય સેનાનો પાકિસ્તાનને સણસણતો જવાબ છે. દેશભરમાં લોકોએ સેનાની કામગીરીને બિરદાવી છે. રાજભા ગઢવીએ લોક શૈલીમાં સૈનિકોની વિરતાને વખાણી છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં (Ahmedabad) મુસ્લિમો સમાજે પણ ભારતીય સેનાની 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) કામગીરીને વધાવી હતી. રખિયાલમાં મુસ્લિમભાઈઓએ 'હિન્દુસ્તાન જિંદાબાદ' નાં નારા લગાવી પેંડા અને ચોકલેટ વહેંચી હતી. સાથે "આતંકવાદનો સફાયો, પહલગામનાં મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ" સહિતનાં બેનરો પણ હતા. મુસ્લિમ બિરાદરોએ (Muslim Samaj) કહ્યું કે, જ્યાં સુધી ભારત આતંકવાદ સામે જંગ લડશે ત્યાં સુધી અમે તેમની સાથે રહીશું.

આ પણ વાંચો - Surat : હજીરામાં NTCP કંપનીમાં યોજાઈ મોકડ્રીલ, પો. કમિશનરે કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન

Tags :
AhmedabadDwarka SharadapithGUJARAT FIRST NEWSIndian-ArmyMuslim SamajOperation Sindoorpahalgam terrorist attackPakistanrajbha gadhviRameshbhai OjhaTop Gujarati News
Next Article