Operation Sindoor : “અમારું સમગ્ર પરિવાર દેશભક્તિથી જોડાયેલું છે”
પહલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર સફળતા પૂર્વક પાર પાડનાર આર્મી ઓફીસર સોફિયા કુરેશી જે ગુજરાતની વડોદરાની રહેવાસી છે.
01:00 AM May 08, 2025 IST
|
Vishal Khamar
જ્યારે સમગ્ર વિશ્વમાં ઓપરેશન સિંદૂરની સફળતાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પ્લેટફોર્મ પર એક મહિલા લશ્કરી અધિકારીની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું. તે કર્નલ સોફિયા કુરેશી હતી. વડોદરાની આ દીકરીએ ભારતીય સેનામાં માત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જ નહીં પરંતુ ભારતની લશ્કરી વ્યૂહરચનાઓ પણ મીડિયા સમક્ષ આત્મવિશ્વાસ અને ગર્વ સાથે લોકો સમક્ષ રજૂ કરી હતી. કર્નલ સોફિયા પોતાની હિંમત અને સમર્પણથી બધી દીકરીઓ માટે પ્રેરણા બની છે.
ઓપરેશન સિંદૂરની સફળતા પાછળ ભારતીય સેનાની રણનીતિ અને હિંમતનો હાથ છે. પરંતુ એક ખાસ અવાજ પણ છે કર્નલ સોફિયા કુરેશી. મૂળ વડોદરાના કર્નલ સોફિયાએ જ્યારે પત્રકાર પરિષદમાં ઓપરેશનની સફળતાની વિગતો આત્મવિશ્વાસથી આપી ત્યારે આખો દેશ તેમને સલામ કરવા લાગ્યો. ગુજરાતની આ દીકરી હવે દેશભરમાં બહાદુરી, નેતૃત્વ અને મહિલા શક્તિનું ઉદાહરણ બની ગઈ છે.
Next Article