OPERATION SINDOOR : ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બિરદાવતું સંઘ
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ટ્વીટર પર સેના અને સરકારના વખાણ કર્યા
- આતંકવાદ વિરોધી જવાબી કાર્યવાહીની સરાહના
- આ કાર્ય દેશની સુરક્ષા માટે અનિવાર્ય પગલું ગણાવ્યું
OPERATION SINDOOR : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તણાવ (INDIA PAKISTAN TENSION) પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) પ્રતિક્રિયા આપી છે. સંઘે પાકિસ્તાન સામે બદલો લેવાની કાર્યવાહી બદલ ભારત સરકારની પ્રશંસા કરી છે. સંઘે ટ્વીટર 'X' પર લખ્યું, 'પહલગામની કાયરતાપૂર્ણ આતંકવાદી ઘટના પછી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ અને તેમના સમર્થક તંત્ર સામે નિર્ણાયક કાર્યવાહી ઓપરેશન સિંદૂર માટે ભારત સરકાર અને સશસ્ત્ર દળોને હાર્દિક અભિનંદન.'
राष्ट्रीय स्वयंसवेक संघ द्वारा जारी किया गया वक़्तव्य -
पहलगाम की कायरतापूर्ण आतंकवादी घटना के पश्चात पाक प्रायोजित आतंकवादियों एवं उनके समर्थक पारितंत्र पर की जा रही निर्णायक कार्रवाई “ऑपरेशन सिंदूर” के लिए भारत सरकार के नेतृत्व और सैन्यबलों का हार्दिक अभिनंदन। हिंदू यात्रियों… pic.twitter.com/kThkYmVdLw— RSS (@RSSorg) May 9, 2025
રાષ્ટ્રના આત્મસન્માન અને હિંમતમાં વધારો થયો
સંઘના વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલેને ટાંકીને, RSS એ લખ્યું છે કે, 'ઓપરેશન સિંદૂર માટે ભારત સરકાર અને સશસ્ત્ર દળોને અભિનંદન.' હિન્દુ પર્યટકોના ઘાતકી હત્યાકાંડમાં પીડિત પરિવારો અને રાષ્ટ્રને ન્યાય અપાવવા માટેની આ કાર્યવાહીથી રાષ્ટ્રના આત્મસન્માન અને હિંમતમાં વધારો થયો છે.
આખો દેશ તન, મન અને ધનથી સરકાર અને સશસ્ત્ર દળોની સાથે ઉભો છે
સંઘે આગળ લખ્યું કે, 'અમારું માનવું છે કે, પાકિસ્તાનમાં આતંકવાદીઓ, તેમની માળખાગત સુવિધાઓ અને ઇકો સિસ્ટમ સામે કરવામાં આવી રહેલી સૈન્ય કાર્યવાહી દેશની સુરક્ષા માટે અનિવાર્ય પગલું છે.' આ ઘડીમાં, આખો દેશ તન, મન અને ધનથી સરકાર અને સશસ્ત્ર દળોની સાથે ઉભો છે. અમે ભારતીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓની નિંદા કરીએ છીએ. આ હુમલાઓનો ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત છે.
કોઈ પણ કાવતરાને સફળ ના થવા દઈએ
સંઘે વધુમાં લખ્યું, 'આ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તમામ દેશવાસીઓને સરકાર અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી તમામ માહિતીનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા અપીલ કરે છે.' આ સાથે, આ પ્રસંગે આપણે આપણી ભારતીય નાગરિક ફરજ બજાવતી વખતે ધ્યાન રાખવું પડશે કે આપણે એકતા અને શાંતિને ખલેલ પહોંચાડતા કોઈ પણ કાવતરાને સફળ ના થવા દઈએ. દેશવાસીઓને વિનંતી છે કે, જે રીતે જરૂર હોય ત્યાં સેના અને વહીવટીતંત્રને સહકાર આપવા તૈયાર રહે.
આ પણ વાંચો --- સુરક્ષા દળોની દેખરેખ હેઠળ સરળતાથી ચાલી રહી છે વૈષ્ણોદેવીની યાત્રા, ભક્તોએ કરી સેના અને સરકારના પ્રયાસોની પ્રશંસા