ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Oparation Sindoor : આતંકના આકાઓ પર થશે પ્રહાર, PM ના સંબોધન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રતિક્રિયા

પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ તેઓની પ્રતિક્રિયા આપી હતી. અમિતભાઈ શાહે કહ્યું કે ઓપરેશન સિંદૂર આતંકના આકાઓ સામે સૌથી મોટી કાર્યવાહી છે.
12:03 AM May 13, 2025 IST | Vishal Khamar
પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ તેઓની પ્રતિક્રિયા આપી હતી. અમિતભાઈ શાહે કહ્યું કે ઓપરેશન સિંદૂર આતંકના આકાઓ સામે સૌથી મોટી કાર્યવાહી છે.
amit shah gujarat first

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pahalgam Terror Attack) એ ઓપરેશનસિંદૂરના સંદર્ભમાં રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદી (PM Narendra Modi)નાં સંબોધન બાદ અમિતભાઈ શાહે (Amit Shah) ટ્વીટ કરી તેઓની પ્રતિક્રિયા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Union Home Minister Amit Shah) X પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર આપણા સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ કરે છે. જે આપણા દુશ્મનોનો નાશ કરે છે અને ભારતની ઢાલ છે. અમે આપણા સંરક્ષણના પ્રથમ હરોળ, BSF ના બહાદુર જવાનોને પણ સલામ કરીએ છીએ. આપણા દળોની બહાદુરી આપણા ગૌરવશાળી ઇતિહાસમાં હંમેશા માટે અંકિત રહેશે. આપણા નિર્દોષ ભાઈઓના આત્માઓને ન્યાય અપાવવામાં તેમના અનુકરણીય નેતૃત્વ બદલ હું પીએમ મોદી (PM Modi)ને અભિનંદન આપું છું. વારંવાર પીએમ મોદીએ ઘણી વખત સાબિત કર્યું છે કે ભારતના કોઈ પણ દુશ્મન બક્ષવામાં આવશે નહીં.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના અર્ધલશ્કરી દળોના વડાઓ સાથે વાત કરી

'ઓપેરશન સિંદૂર'  માં અમિતભાઈ શાહએ આંતરિક સુરક્ષાના એક એક પોઈન્ટ પર પળેપળની નજર રાખી રહ્યા હતા. તેમજ સતત BSF, CRPF અને બીજી પર મિલીટરી સાથે સંપર્કમાં હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના અર્ધલશ્કરી દળોના વડાઓ સાથે સતત તેઓ સંપર્કમાં હતા. તેમજ અમિતભાઈ શાહે BSF અને CISF ના DG સાથેની વાતચીતમાં દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.  ગૃહમંત્રીની બીએસએફ ડીજી સાથેની વાતચીતનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ પાકિસ્તાનની કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF તૈનાત છે અને ઘણી જગ્યાએ એવી માહિતી છે કે પાકિસ્તાન તરફથી તણાવ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ભારત હવે ચૂપ રહેશે નહીઃ અમિતભાઈ શાહ (કેન્દ્રીય ગૃહમંત્રી)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Union Home Minister Amit Shah) ઓપરેશન સિંદૂર હેઠળની સૈન્ય કાર્યવાહીને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત હવે ચૂપ રહેશે નહીં અને દેશ ચોક્કસપણે તેના નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેશે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, અમને અમારા સશસ્ત્ર દળો પર ગર્વ છે. ઓપરેશન સિંદૂર એ અમારા નિર્દોષ ભાઈઓની ક્રૂર હત્યાનો ભારતનો યોગ્ય જવાબ છે. ભારત અને તેના નાગરિકો પરના કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે મોદી સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ India-Pakistan War : ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની સૌથી મોટી સિદ્ધિ છે - સંબિત પાત્રા

કેન્દ્રીય ગૃહમંત્રી તાત્કાલીક પહલગામ પહોંચ્યા હતા

જમ્મુ-કાશ્મીરના પહલગામ (jammu-kashmir Pahalgam)માં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર ગોળીબાર કરી તેઓની હત્યા કરવામાં આવી હતી. આ આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત કુલ 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack)ની જાણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Union Home Minister Amit Shah) ને થતા તેઓ તાત્કાલીક ધોરણે કાશ્મીર પહોંચ્યા હતા. તેમજ પહલગામમાં સેના સાથે સમીક્ષા કરી હતી. તેમજ સેના સાથે અમિતભાઈ શાહે (AmitBhai Shah) સમગ્ર આતંકી હુમલાની માહિતી મેળવી હતી. સેના સાથે બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Union Home Minister Amit Shah) રક્ષામંત્રી સાથે સમગ્ર મામલે ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ PM Modi Speech Live : પાણી અને લોહી એકસાથે વહી ન શકે, PM મોદીની પાકિસ્તાનને ચેતવણી

અમિતભાઈ શાહે વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત

આ દરમિયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Union Home Minister Amit Shah) કહ્યું છે કે હું એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક કરવા માટે ટૂંક સમયમાં શ્રીનગર પહોંચી રહ્યા છીએ. તેમજ મેં વડાપ્રધાન મોદી (PM Modi)ને આતંકવાદી હુમલા વિશે જાણ કરી છે. સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ હુમલો કરનારા આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં અને તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિદેશ મંત્રી ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા

બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ 5 કઠિન નિર્ણયો લીધા બાદ વિદેશ મંત્રી એસ.જયશંકર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ(Union Home Minister Amit Shah) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) ને મળ્યા હતા. સુરક્ષા પરિસ્થિતિની ગંભીરતા અને ભવિષ્યની રણનીતિઓ પર ચર્ચાને ધ્યાનમાં રાખીને આ ઉચ્ચ સ્તરીય બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ સાથે,વિદેશ મંત્રાલય (MEA) માં એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી, જેમાં ઘણા દેશોના રાજદૂતોને બોલાવવામાં આવ્યા હતા.આને ધ્યાનમાં રાખીને,જર્મની,જાપાન,પોલેન્ડ,બ્રિટન અને રશિયા સહિત ઘણા દેશોના રાજદૂતો સાઉથ બ્લોક સ્થિત વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં મીટીંગ કરી હતી.

આ પણ વાંચોઃ DGMO PC : 'પાપનો ઘડો ભરાઈ ગયો હતો..!' આતંકીસ્તાન સામે ભારતીય સેનાનો હુંકાર

પહેલગામ આતંકવાદી હુમલા વિશે વિગતવાર માહિતી આપી

આ રાજદ્વારીઓને પહેલગામ આતંકવાદી હુમલા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે અને ભારતની સુરક્ષા ચિંતાઓથી વાકેફ કરવામાં આવી રહ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ લગભગ 30 મિનિટ સુધી તમામ દેશોના રાજદૂતોને બ્રીફિંગ આપ્યું. ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગને વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં બોલાવ્યા હતા.

આ પણ વાંચોઃએર માર્શલ એકે ભારતીએ કહ્યું- પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની લડાઈને પોતાની લડાઈ બનાવી

Tags :
Amit ShahGujarat FirstGUJARAT FIRST NEWSJammu and Kashmir Pahalgam Terror Attackpahalgam terror attackpm narendra modiUnion Home Minister Amit Shah
Next Article