OperationSindoor2 : 'આતંકીસ્તાન' ના મિત્ર દેશ 'ડ્રેગન' એ પણ છેડો ફાડ્યો!
- ભારત-પાકિસ્તાન સ્થિતિ વચ્ચે ચીનનું નિવેદન (OperationSindoor2)
- શાંતિ રાખવાનો પ્રયાસ કરે ભારત અને પાકિસ્તાન: ચીન
- અમે આતંકવાદની વિરુદ્ધમાં છીએ: ચીન
- ચીન પણ હવે પાકિસ્તાનની પડખે નહીં રહે ઊભું!
OperationSindoor2 : ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે ચાલી રહેલી તંગદિલીને લઈ હવે ચીનની પ્રતિક્રિયા સામે આવી છે. આતંકી દેશ પાકિસ્તાનનો મિત્ર દેશ ગણાતા ચીને પણ તમામ પ્રકારનાં આતંકવાદનો વિરોધ કર્યો છે અને ભારત અને પાકિસ્તાનને શાંતિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. ચીનના (China) વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ બેઇજિંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આતંકવાદ કોઈપણ સ્વરૂપમાં સ્વીકાર્ય નથી. તેમણે બંને દેશોને સંયમ રાખવા અને શાંતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી.
આ પણ વાંચો - ભારતના NSA અને પાકિસ્તાની સુરક્ષા સલાહકાર વચ્ચે સંવાદ થયાનો દાવો
અમે આતંકવાદની વિરુદ્ધમાં છીએ: ચીન
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમને ભારત-પાકિસ્તાન (India-Pakistan) તણાવમાં ચીની જેટની ભૂમિકાની કોઈ માહિતી નથી. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આવેલા આતંકી ઠેકાણાઓ પર મિસાઇલોથી હવાઈ હુમલો (OperationSindoor2) કર્યોનાં એક દિવસ બાદ ચીનનું આ નિવેદન આવ્યું છે. મીડિયા સમાચાર અનુસાર, ચીનનાં (China) વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા લિન જિયાને બેઇજિંગમાં નિયમિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, તેમની પાસે આ બાબતે કોઈ ચોક્કસ માહિતી નથી. તેમણે આ મુદ્દા પર વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં તાજેતરના તણાવને કારણે પ્રાદેશિક સુરક્ષા અંગે ચિંતાઓ વધી છે.
આ પણ વાંચો - Civil war situation in Pakistan : પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ, લાહૌરમાં એકબાદ એક ધડાકાઓ થતાં જનતા ફફડી ઉઠી
ચીન સીધી દખલગીરી ટાળી રહ્યું છે!
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ તાજેતરનો તણાવ બંને દેશો માટે નવા પડકારો લઈને આવ્યો છે. આંતરાષ્ટ્રીય બાબતોનાં કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીનનો (China) આ બેદરકાર પ્રતિભાવ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે આ મામલામાં સીધી દખલગીરી ટાળી રહ્યું છે. જોકે, પ્રાદેશિક શાંતિ અને પ્રગતિ માટે એ જરૂરી છે કે બધા પક્ષો વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ દિશામાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી શકે છે, જેથી પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય.
આ પણ વાંચો - ફેક ન્યુઝની ફેક્ટરી બન્યું પાકિસ્તાન, દાવો સાબિત કરવામાં પડ્યા ફાંફાં