ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aravalli : ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં UCC નો વિરોધ, અન્ય રાજ્યોનાં આદિવાસીઓ પણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા

ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં UCC નો વિરોધ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
09:33 PM Mar 31, 2025 IST | Vishal Khamar
ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં UCC નો વિરોધ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ucc virodh gujarat first

ભિલોડા ખાતે આદિવાસી ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં UCC નો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ચિંતન શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાએ કહ્યું હતું કે, UCC લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી. આદિવાસી સમાજનો બેકલોગ ભરવાની માંગ કરતો ઠરાવ, નર્મદાનું પાણી આદિવાસી લોકોને મળે એની માંગ, આદિવાસી સમાજ તરીકે ખોટા જાતિના પ્રમાણપત્રનો વિરોધ, આદિવાસી સમાજનાં વર્ષો જૂના પ્રશ્નોને લઈ શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. ભિલોડાનાં ધંધાસણામાં આદિવાસી ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ ચિંતન શિબિરમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશનાં આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Bharuch: માનવ શરીરનાં અવશેષો મળી આવવાનો મામલો, ગટરમાંથી મળી આવ્યો માનવ હાથ

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

ભારતમાં ધાર્મિક વિવિધતાને લીધે, દરેક મુખ્ય ધાર્મિક સમુદાય દરેક નાગરિકને શાસ્ત્રો અને રિવાજોના આધારે વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત કરે છે. પરંતુ યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે. યુનિફોર્મ સિવિલ કોડમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થવો જોઈએ.

UCC બાદ શું બદલશે?

આ પણ વાંચોઃ Mehsana : ઉચરપી પાસે બની વિમાન દુર્ઘટના, બે મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત

દુનિયાના કયા કયા દેશોમાં લાગુ છે UCC

દુનિયાના ઘણા દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. આપના પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ UCC લાગુ છે. આ બંને દેશોમાં શરિયા આધારિત સમાન કાયદો તમામ ધર્મો અને સંપ્રદાયોના લોકોને લાગુ પડે છે. આ સિવાય ઈઝરાયેલ, જાપાન, ફ્રાન્સ અને રશિયામાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં, સમાન નાગરિક અથવા ફોજદારી કાયદાઓ પણ લાગુ પડે છે.યુરોપિયન દેશો અને અમેરિકામાં બિનસાંપ્રદાયિક કાયદા છે, જે તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે.વિશ્વના મોટાભાગના ઇસ્લામિક દેશોમાં, શરિયા પર આધારિત એક સમાન કાયદો છે, જે ત્યાં રહેતા તમામ ધર્મોના લોકોને સમાન રીતે લાગુ પડે છે.

આ પણ વાંચોઃ Narendra Modi Stadium : પોલીસ કૃપાથી મફતમાં IPLની મેચ જુઓ, જીવના જોખમે ઘૂસણખોરી

Tags :
Aravalli NewsBhiloda newsChaitar VasavaGujarat FirstGUJARAT FIRST NEWSTribal Societytribal thinking campUCC protest
Next Article