ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat માં 100થી વધુ IPS અધિકારીઓની સામુહિક બદલીના આદેશ,જુઓ બદલીનું સંપૂર્ણ લિસ્ટ

Gujarat રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે
10:36 PM Aug 18, 2025 IST | Mustak Malek
Gujarat રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે
Gujarat

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 100થી વઘુ IPS અધિકારીની બદલી ના આદેશ અપાયા છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.  સમાચાર અપડેટ થઇ રહ્યા છે.

Gujarat  ગૃહ વિભાગે આપ્યા આદેશ

ગુજરાતના પોલીસ બેડામાં મોટાપાયે બદલીના આદેશ આપવામાં આવ્યા છે, 100થી વધુ IPS અધિકારીઓની બદલીઓના આદેશ અપાયા છે. રાજ્યના પોલીસ વિભાગે 100થી વધુ બદલીના આદેશ આપ્યા છે.રાજ્યના ગૃહ વિભાગે મોટાપાયે આઇપીએસની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ઘણા સમયથી પેન્ડિંગમાં હતા બદલીઓના આદેશ, આજે રાજ્યના ગૃહ વિભાગે મોટી બદલીના આદેશ આપતો જાહેરનામુ જાહેર કર્યું છે.

Gujarat IPS અધિકારીઓની બદલીના આદેશ

નોંધનીય છે કે અક્ષયરાજ મકવાણાની ભરૂચ SP તરીકે બદલી કરાઇ છે, જ્યારે મનોહરસિંહ જાડેજાની અરવલ્લી SP તરીકે બદલી કરવામાં આવી છે, અમદાવાદના ટ્રાફિક ડીસીપી સફીન હસનની મહીસાગરના SP તરીકે બદલી કરવામાં આવી છે, પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર SP તરીકે બદલી કરાઇ છે. ડૉ.હર્ષદ પટેલ અમદાવાદ ઝોન-1માં નાયબ પોલીસ કમિશનર તરીકે કરાયા નિયુક્ત , હાલ SP ધર્મેન્દ્ર શર્માને હાલ પૂરતા વેઈટિંગમાં મુકાયા છે, જયારે હિમકરસિંહને EOW અમદાવાદમાં મુકાયા, વડોદરા ગ્રામ્ય પોલીસ વડા આનંદ મોહનની સીઆઇડી ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે.

અમદાવાદ ઝોન 6 ડીસીપી રવી મોહન સૈનીની જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી થે, નવસારી એસપી સુશીલકુમાર અગ્રવાલની વડોદરા ગ્રામ્ય પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. જયારે મહીસાગરના SP જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથ ના એસપી તરીકે મૂકાયા છે. નર્મદાના SP પ્રશાંત સુંબેની બનાસકાંઠાના SP તરીકે બદલી કરાઇ છે.

 

IPS અધિકારીની બદલીના આદેશ -    IPS SPS Transfer Promotion Order 18.08.2025

 

Tags :
Gujaratgujarat ips transfer newsGujarat PoliceIPSIPS Transfer
Next Article