ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

France માં Michel Barnier ની સરકારનો અંત, 60 વર્ષમાં પહેલીવાર આવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ

ફ્રાન્સના PM મિશેલ બાર્નિયરની સરકાર પડી ગઈ 3 મહિના પહેલા જ PM તરીકે શપથ લીધા હતા મિશેલ બાર્નિયરને આપવું પડશે પોતાનું રાજીનામું ફ્રાન્સ (France)ના PM મિશેલ બાર્નિયરની સરકાર પડી ગઈ છે. તેમણે 3 મહિના પહેલા જ PM તરીકે શપથ...
10:14 AM Dec 05, 2024 IST | Dhruv Parmar
ફ્રાન્સના PM મિશેલ બાર્નિયરની સરકાર પડી ગઈ 3 મહિના પહેલા જ PM તરીકે શપથ લીધા હતા મિશેલ બાર્નિયરને આપવું પડશે પોતાનું રાજીનામું ફ્રાન્સ (France)ના PM મિશેલ બાર્નિયરની સરકાર પડી ગઈ છે. તેમણે 3 મહિના પહેલા જ PM તરીકે શપથ...
  1. ફ્રાન્સના PM મિશેલ બાર્નિયરની સરકાર પડી ગઈ
  2. 3 મહિના પહેલા જ PM તરીકે શપથ લીધા હતા
  3. મિશેલ બાર્નિયરને આપવું પડશે પોતાનું રાજીનામું

ફ્રાન્સ (France)ના PM મિશેલ બાર્નિયરની સરકાર પડી ગઈ છે. તેમણે 3 મહિના પહેલા જ PM તરીકે શપથ લીધા હતા. ફ્રાન્સ (France)ના છેલ્લા 60 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સંસદમાં PM વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો. કન્ઝર્વેટિવ નેતા મિશેલની સરકાર સૌથી ટૂંકા કાર્યકાળવાળી સરકાર હતી.

સરકાર વિરુદ્ધ 311 મત પડ્યા હતા...

ફ્રાન્સ (France)માં સંસદના કુલ 577 સભ્યો છે. મિશેલની સરકારને તોડવા માટે 288 વોટની જરૂર હતી. પરંતુ 311 સાંસદોએ મિશેલ વિરુદ્ધ મતદાન કર્યું અને તે અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયો. ફ્રાન્સ (France)માં સરકાર પડવાના કારણે રાજકીય અસ્થિરતા વધી છે. હવે મિશેલ બાર્નિયરે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને સોંપવું પડશે. આ રાજીનામું ઈમેન્યુઅલ મેક્રોન માટે પણ એક ઝટકો માનવામાં આવી રહ્યું છે. જો કે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ રાજકીય ઉથલપાથલ વચ્ચે 2027 સુધી તેમનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરશે. હવે તેઓએ જલ્દી નવા PM ની જાહેરાત કરવી પડશે.

આ પણ વાંચો : યુનાઈટેડ હેલ્થકેરના CEO ની હિલ્ટન હોટલની બહાર ગોળી મારી હત્યા

સરકાર કેમ પડી?

73 વર્ષીય મિશેલ બાર્નિયરની સરકાર લઘુમતીમાં હતી. આ વર્ષે જુલાઈમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ફ્રાન્સ (France)માં કોઈપણ પક્ષ સંસદમાં બહુમતી મેળવી શક્યો નહોતો. રાષ્ટ્રપતિ મેક્રોને સપ્ટેમ્બરમાં બે મહિના પછી મિશેલ બાર્નિયરના નેતૃત્વમાં સરકારની રચના કરી. બાર્નિયર ગઠબંધનમાં સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સફળ થયા ન હતા.

આ પણ વાંચો : બાઈડેનનો દીકરો નીકળ્યો મોટો ઠગ! ગર્લફ્રેન્ડના પૈસા પણ ન ચુકવ્યા, 11 માસ સુધી બાંધ્યો સંબંધ

શા માટે સાંસદો સરકાર વિરુદ્ધ થયા?

બાર્નિયર સામે અવિશ્વાસની દરખાસ્તનું મુખ્ય કારણ તાજેતરમાં રજૂ કરાયેલ સામાજિક સુરક્ષા બજેટ હતું. બજેટમાં ટેક્સ વધારવા અને ખર્ચ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો જે વિરોધીઓને પસંદ આવ્યો ન હતો. આનો ડાબેરી અને જમણેરી પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ફ્રાન્સ (France)માં મુખ્યત્વે 3 પાર્ટીઓ છે. પ્રમુખ મેક્રોનનું સેન્ટ્રિસ્ટ એલાયન્સ, ડાબેરી જોડાણ ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ અને જમણેરી પક્ષ નેશનલ રેલી. સરકારે સંસદમાં મતદાન કર્યા વિના બજેટ પસાર કરવાનો નિર્ણય લીધો. આ પછી વિપક્ષી દળોએ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે! 20 વર્ષ બાદ મસૂદ અઝહરે ભાષણ આપતા PM મોદી પર ઝેર ઓક્યું

Tags :
emmanuel macronFIRST TIMEFrance government fall downFrance pmFrance presidentMichel BarnierNo Confidence Motionworld
Next Article