નિયત કલાકો ઉપરાંત ઊંઘવાથી આ રોગોને સિધું આમંત્રણ, જીવલેણ છે બીમારીઓ
Over Sleeping Side Effects : તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ખાવાપીવા સાથે સંતોષકારક ઊંઘ લેવી જરૂરી છે. જોકે, નિયમિત ઊંઘ ન લેવાને કારણે પણ તમારું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય છે. તેના કારણે તમે બીમાર પણ પડી શકો છો. તે બીજી તરફ વધુ પડતા કલાકો સુધી ઊંઘી રહેવાથી પણ અનેક રોગોને આમંત્રણ મળી શકે છે. આ આધુનિક યુગમાં એકમાત્ર ઊંઘ જ છે, જે તમારો યોગ્ય રીતે થાક દૂર કરી શકે છે. યોગ્યપ્રમાણમાં ઊંઘ લેવાથી કામમાં પણ એકાગ્રતા આવી શકે છે. પરંતુ કેટલાક લોકો હિસાબ રાખ્યા વિના અનેક કાલાકો સુધી ઊંઘમાં હોય છે. ત્યારે 10 કલાકથી વધુ પડતી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
ઊંઘને કારણે થતા વિવિધ પ્રકારના રોગ
હૃદયરોગની શક્યતા વધી જાય છે
આજકાલ લોકો આખી રાત જાગતા રહે છે અને પછી સવારે મોડે સુધી અથવા દિવસ દરમિયાન પણ સૂઈ જાય છે, પરંતુ આવું કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. વધુ સમય સુધી સૂવાથી મહિલાઓમાં હૃદયરોગની શક્યતા વધી જાય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ 9 થી 11 કલાકની ઊંઘ લે છે. તેમાં હ્રદય રોગનો ખતરો 38% વધી જાય છે.
વધારે વજનના કારણે પરેશાન રહે છે
જે લોકો સામાન્ય ઊંઘના સમય કરતાં વધુ સમય સુધી ઊંઘે છે, તેમનું શરીર આપોઆપ સંકેત આપવા લાગે છે કે તે સ્વસ્થ નથી. તેમના શરીરમાં પોષક તત્વોની ઉણપ છે. ઘણી વખત જે લોકો વધારે ઊંઘે છે તેઓ વધારે વજનના કારણે પરેશાન રહે છે.
આ પણ વાંચો: Black lung disease : કોલસાથી થતી આ બીમારી તમારું દિલ-દિમાગ નષ્ઠ કરી મૂકે છે
હંમેશા માથાના દુખાવાથી પીડાય છે
જે લોકો વધારે ઊંઘે છે તેમની આ સૌથી સામાન્ય સમસ્યા છે. જે લોકો રાતના બદલે દિવસ દરમિયાન ઊંઘે છે તેઓ હંમેશા માથાના દુખાવાથી પીડાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ખોટા સમયે સૂવાથી આપણા મગજ પર અસર થાય છે.
તેમનામાં તણાવ વધવા લાગે છે
જે લોકો રાત્રે ઓછી ઊંઘ લે છે અને દિવસ દરમિયાન વધુ કલાકો સુધી ઊંઘે છે તેમનામાં તણાવ વધવા લાગે છે. વાસ્તવમાં આવું એટલા માટે થાય છે કારણ કે અનિદ્રાને કારણે ડિપ્રેશનના હોર્મોન્સ બહાર આવે છે.
કેટલા કલાકો સુધી ઊંઘ લેવી જોઈએ
- 18 થી 58 વર્ષની વયના લોકોએ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ
- જે લોકો આનાથી નાની છે તેમણે લગભગ 8 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ
આ પણ વાંચો: સેક્સ દરમિયાન આ પ્રકારના રોગ STI Infection ને આમંત્રણ આપે છે