Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari : ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં, એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની

છેલ્લા એક મહિનાથી વરસી રહેલા કમોસમી વરસાદે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની એ ખેડૂતોની કમર તોડી નાખી છે.
navsari   ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં  એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની
Advertisement
  • નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં
  • કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો
  • એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની

નવસારી જિલ્લો ડાંગરના પાક માટે જાણીતો છે. અહીંના ખેડૂતો વર્ષમાં બે વાર, ચોમાસું અને ઉનાળુ, એમ બે વાર ડાંગરનો પાક લે છે. આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોને સારી આવકની આશા બંધાઈ હતી. પાછલા કેટલાક સમયથી કુદરતની આગળ લાચાર બનેલા ખેડૂતને આશા હતી. કે આ વર્ષે રાહત મળશે. જોકે મે મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલા કમોસમી વરસાદે જાણે ચોમાસું વહેલું લાવી દીધું હોય તેવી સ્થિતિ નું નિર્માણ કર્યું હતું.

Advertisement

વાવાઝોડા સાથેના ભારે વરસાદમાં ખેતરોમાં ઉભો પાક ઢળી પડ્યો હતો.જ્યાં પાકને ઓછું નુકસાન થયું હતું ત્યાં ખેડૂતોને કાપણીની ચિંતા સતાવી રહી હતી.જોકે વરસાદી માહોલ વચ્ચે થોડો ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાત-દિવસ એક કરીને,ચાઈના મશીનોની મદદથી પાક કાપી તો લીધો ડાંગર બચી ગયાનો સંતોષ તો થયો પરંતુ હવે વધુ મોટી સમસ્યા ઉભી થઈ છે. ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ડાંગરના વેચાણનો પ્રશ્ન ખેડૂતોની ઊંઘ બરબાદ કરી રહ્યો છે.

Advertisement

સામાન્ય રીતે ખેડૂતો ડાંગર સહકારી મંડળીઓ, સંઘ, જીન અને પૌવા મિલો તેમજ અન્ય વેપારીઓને વેચતા હોય છે. વેપારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂતોના ઘરેથી જ ડાંગર ખરીદતા હોય છે. આ વર્ષે વેપારીઓ ૧૪ કે ૧૬ ટકા ભેજ હોય તો જ ખરીદી કરે છે અને ભાવમાં પણ ૩૪૦૦ રૂપિયા મળતા હતા. એના અત્યારે ૨૪૦૦-૨૫૦૦ રૂપિયા માંડ આપે છે. પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો ડાંગરને સૂકવવા માટે મજૂરી ખર્ચ પણ કરી રહ્યા છે જેથી ભેજનું પ્રમાણ ઓછું થાય છતાં સંઘ કે મંડળીઓમાં પણ જો ભેજ જણાય તો ડાંગર પાછો વાળવામાં આવે છે જેનાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ માથે પડે છે.

કમોસમી વરસાદ બાદ ડાંગરમાં થયેલ નુકશાનની ને લઈ ખેડૂતો ને પડતા પર પાટુ જેવો હાલ થયો છે ત્યારે ખેડૂતોને તેના ડાંગરના યોગ્ય ભાવ મળવા જોઈએ અને જો યોગ્ય ભાવ ન મળશે તો કોંગ્રેસ આવનારા સમયમાં આંદોલન પણ કરશે.

આ પણ વાંચોઃ Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ

નવસારીના ડાંગર પકવતા ખેડૂતો કુદરતી આફત અને વેપારીઓની મનમાની આ બેવડા મારથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની એક જ અપીલ છે કે સરકાર કે સહકારી આગેવાનો તેમની પડખે આવે અને યોગ્ય ભાવે ડાંગરની ખરીદી થાય. હવે જોવું રહ્યું કે સરકાર અને તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં લે છે.

આ પણ વાંચોઃ Video : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં હેવમોરના ગોડાઉનમાં લાગી આગ, જીવ બચાવવા બે લોકોએ માર્યો કૂદકો

Tags :
Advertisement

.

×