ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Padminiba : પદ્મિની બાનો ઓડિયો મેસેજ, કહ્યું- PT મામા તમે હિમ્મત કરી, તમારી પર માન છે, પણ તમે..!

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સંકલન સમિતિમાં (Kshatriya Samaj Sankalan Samiti) અંદરોઅંદર ડખા ઊભા થયા છે. પદ્મિનીબા વાળા (Padminiba) બાદ પી. ટી. જાડેજાએ (P. T. Jadeja) સંકલન સમિતિ સામે સવાલ કરી ગંભીર આક્ષેપ કર્યા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર 6 જેટલી ઓડિયો...
02:47 PM May 13, 2024 IST | Vipul Sen
રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સંકલન સમિતિમાં (Kshatriya Samaj Sankalan Samiti) અંદરોઅંદર ડખા ઊભા થયા છે. પદ્મિનીબા વાળા (Padminiba) બાદ પી. ટી. જાડેજાએ (P. T. Jadeja) સંકલન સમિતિ સામે સવાલ કરી ગંભીર આક્ષેપ કર્યા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર 6 જેટલી ઓડિયો...

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સંકલન સમિતિમાં (Kshatriya Samaj Sankalan Samiti) અંદરોઅંદર ડખા ઊભા થયા છે. પદ્મિનીબા વાળા (Padminiba) બાદ પી. ટી. જાડેજાએ (P. T. Jadeja) સંકલન સમિતિ સામે સવાલ કરી ગંભીર આક્ષેપ કર્યા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર 6 જેટલી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, જે પી.ટી. જાડેજાની હોવાનું ચર્ચાયું હતું. આ ઓડિયો ક્લિપમાં ક્ષત્રિય સંકલન સમિતિની કામગીરી સામે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા સાથે કેટલાક ગંભીર આક્ષેપો પણ કરાયા હતા. ત્યારે હવે પદ્મિની બા વાળાએ પી. ટી. જાડેજાને ઓડિયો મેસેજ કરી પોતાની વાત કહી છે.

PT મામા તમે અર્ધ સત્ય બોલ્યા છોઃ પદ્મિની બા

ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ઓડિયો મેસેજ થકી પી.ટી.જાડેજાને કહ્યું કે, પી.ટી. મામા તમે બોલવાની હિમ્મત કરી તે માટે આખા સમાજને આપની પર માન છે. પરંતુ, પી.ટી મામા તમે અર્ધ સત્ય બોલ્યા છો. હવે પૂરું સત્ય બોલો. તૃપ્તિબા અને બીજા બે-ચાર લોકો અત્યારે મૌન કેમ છે ? એકબીજાની ચોટલી એકબીજાના હાથમાં છે. પદ્મિની બા વાળાએ આગળ કહ્યું કે, આપને પ્રેસર કોના તરફથી છે, તો અમે તમારી સાથે છીએ. કોઈના પ્રેસરમાં ના રહેતા. ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સંકલન સમિતિના વ્યક્તિઓ દ્વારા જ આપને કંઈક પ્રેસર છે. આપ અર્ધસત્ય બોલ્યા છો તો હવે પૂરું સત્ય બોલો. આ સાથે પદ્મિનીબા વાળાએ (Padminiba) સવાલ કરતા કહ્યું કે, તૃપ્તિ બાના શું કૌભાંડો છે? તૃપ્તિ બાના પર્દાફાશ શું કરવાના છે ? પી.ટી. જાડેજા કે સંકલન સમિતિના (Sankalan Samiti) લોકોને જઈને પૂછો.

‘તૃપ્તિબા રાઓલ સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે’

જણાવી દઈએ કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર 6 જેટલી ઓડિયો મેસેજ ક્લીપ વાઇરલ થઈ છે. જે પી.ટી. જાડેજાએ (P. T. Jadeja) મોકલી હોવાની ચર્ચા છે. આ ઓડિયો ક્લીપમાં પી.ટી. જાડેજા કહેતા સંભળાય છે કે, મે શબ્દોમાં મર્યાદા રાખી છે. પરંતુ, કાલે હું શબ્દોમાં મર્યાદા નહિ રાખું. સંકલન સમિતિ તમે થાય એ કરી લેજો. કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું. મારે કોઈની જરૂર નથી. મારે સમાજની જરૂર છે. હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી. શું કામ નથી એ હું તમને બતાવીશ. તમારી પરીક્ષા લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી સાથે નથી પણ તમે મારી સાથે છો કે કેમ નહિતર રાજીનામું. પી.ટી. જાડેજા આગળ કહેતા સંભળાય છે કે, આ હું ગુસ્સામાં નથી બોલતો, આ મારી વ્યથા છે…મારી પીડા છે… તેમણે આગળ કહ્યું કે, તૃપ્તિબા રાઓલ (Truptina Raol) સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે. હું પ્રેસ કોન્ફરન્સ કરીને પર્દાફાશ કરીશ. આ ઓડિયો ક્લીપમાં સંકલન સમિતિ માટે ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ પણ કરાયો છે. જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાઇરલ આ તમામ ઓડિયો ક્લીપની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી.

 

આ પણ વાંચો - પદ્મિનીબા બાદ P. T. Jadeja ના સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ, ‘ગદ્દાર’ શબ્દના ઉપયોગ સાથે ઓડિયો ક્લિપ વાઇરલ!

આ પણ વાંચો - Kshatriya Samaj : ઓડિયો ક્લિપ મામલે ઘમાસાણ! PT જાડેજા, પદ્મિની બા અને ભૂપતસિંહ જાડેજાએ કર્યા ખુલાસા!

આ પણ વાંચો - ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પરશોત્તમ રૂપાલાની માફીને રાજકીય ગણાવી

Tags :
Gujarat FirstGujarati NewsKSHATRIYA SAMAJKshatriya Samaj SanKalan SamitiP.T. JadejaPadminiba ValaPadminiba Vala audio MassageRAJKOTTriptiba roalVirtal Audio Clips
Next Article