ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Attack બાદ મોટી કાર્યવાહીની તૈયારી, ખેતરોમાં પાક વહેલો કપાયો, બંકરોની સફાઈ જારી

Pahalgam Terror Attack : યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થવાને લઇને ચિંતા, યુદ્ધ વિરામ બાદ ગોળીબારી બંધ થઇ હતી. જેથી વર્ષો સુધી શાંતિપૂર્વક રહ્યા હતા.
09:11 AM Apr 27, 2025 IST | PARTH PANDYA
Pahalgam Terror Attack : યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થવાને લઇને ચિંતા, યુદ્ધ વિરામ બાદ ગોળીબારી બંધ થઇ હતી. જેથી વર્ષો સુધી શાંતિપૂર્વક રહ્યા હતા.

Pahalgam Terror Attack : આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી છે. પાકિસ્તાન સતત સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેથી બોર્ડર (INDO - PAK BORDER) નજીક રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેમને હુમલાની ચિંતા સતાવી રહી છે. આ વચ્ચે પરિવારોને બંકરમાં રહેવા જવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમને તે અંગે જાગરૂત કરવામાં આવી રહ્યા છે. અને કટોકટીભર્યા સમયમાં તેઓ પોતાનું અને પોતાના પરિવારનું જીવન કેવી રીતે સુરક્ષિત રાખી શકે તે અંગે તમામને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થવાને લઇને અમારા મનમાં ચિંતા

ભારતમાં આતંકી હુમલાની ઘટના બાદથી પાકિસ્તાન પોતાની નાપાક હરકત કરતા ગોળીઓ ચલાવી રહ્યું છે. જેની સામે ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ વચ્ચે ભારતના કરનાહ સેક્ટરમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિકનું કહેવું છે કે, અમને ખતરો લાગી રહ્યો છે. યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થવાને લઇને અમારા મનમાં ચિંતા છે. યુદ્ધ વિરામ બાદ ગોળીબારી બંધ થઇ ગઇ હતી. જેથી અમે વર્ષો સુધી શાંતિપૂર્વક રહ્યા હતા.

કોઇએ મુશ્કેલીનો સામનો કરવો પડે

અન્ય સ્થાનિકનું કહેવું છે કે, જેની પાસે પોતાના અથવા તો નજીકમાં કોમ્યુનિટી બંકર છે, તેની સાફસફાઇ કરવામાં આવી રહી છે. અમારે ત્યાં લોકોમાં ભારે દહેશત છે. રાત્રીના સમયે ફાયરીંગની ઘટનાઓ સામે આવે છે. કેટલીક જગ્યાઓએ સંજોગોવસાત બંકર બનાવી શકાયા નથી. જરૂર પડ્યે બંકરનો ઉપયોગ કરવામાં આવશે. અમે આશા રાખીએ કે તેવી કોઇ સ્થિતીનું સર્જન ના થાય, જેનાથી કોઇએ મુશ્કેલીનો સામનો કરવો પડે. બીજી તરફ બોર્ડર નજીકના ખેતરોમાં પાક વહેલો કાપી લેવામાં આવી રહ્યો હોય તેમ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- Pakistan Declares Emergency : મુઝફ્ફરાબાદમાં અચાનક 'પૂર', કટોકટી જાહેર... પાકિસ્તાની મીડિયાનો ભારત પર આરોપ

Tags :
afterattackbankerbigcleanedcomingcorpearlyGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsharvestedPahalgamsomethingterrorworld news
Next Article