Terror Attack બાદથી પાકિસ્તાનની અવળચંડાઇ જારી, બોર્ડર પર ફરી ગોળીબાર કર્યો
- આતંકી હુમલા બાદથી પાકિસ્તાન સતત અવળચંડાઇ કરી રહ્યું છે
- બોર્ડર પર કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર ફાયરિંગનો સિલસિલો જારી
- પાકિસ્તાનની કોઇ પણ નાની-મોટી હરકતનો કડક ભાષામાં જવાબ આપતી ભારતીય સેના
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદથી ભારતનો દુશ્મન દેશ પાકિસ્તાન વૈશ્વિક મોરચે ઘેરાઇ રહ્યું છે. આ વચ્ચે આતંકવાદને આશરો અને પ્રોત્સાહન આપતા પાકિસ્તાને (PAKISTAN) પોતાની નાપાક હરકત ચાલુ રાખતા ભારત પાકિસ્તાનની બોર્ડર પર એલઓસી પાસે કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર નાના હથિયારોથી ગોળીબાર (LOC FIRING) કર્યો છે. 2 - 3 મે ની રાત્રે સતત 9 મી વખત સિલસિલો જારી રહ્યો હતો. આ સામે પાકિસ્તાનની ગોળીબારીનો ભારતીય સેના (INDIAN ARMY) સતત વળતો જવાબ આપી રહી છે.
2-3 मई 2025 की रात को पाकिस्तानी सेना ने जम्मू और कश्मीर के कुपवाड़ा, उरी और अखनूर क्षेत्रों में नियंत्रण रेखा के पार बिना उकसावे के छोटे हथियारों से गोलीबारी की। भारतीय सेना ने तुरंत और उचित जवाब दिया: भारतीय सेना pic.twitter.com/IqqRFRYYsp
— ANI_HindiNews (@AHindinews) May 3, 2025
ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે
ભારતમાં આતંકી હુમલાની ઘટના બાદ સરકાર દ્વારા લેવાયેલા વ્યુહાત્મક પગલાંના કારણે વિશ્વભરમાં પાકિસ્તાન લાચારી તરફ ધકેલાઇ રહ્યું છે. આ વચ્ચે ભારતના નિર્ણયોથી હચમચી ઉઠેલા પાકિસ્તાન દ્વારા બંને દેશોની સીમા પર કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર ગોળીબારી કરવામાં આવી રહી છે. જેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે વધુ એક વખત પાકિસ્તાનની અવળચંડાઇ સામે આવી છે.
કુપવાડા, ઉરી અને અખનુર ક્ષેત્રમાં આ ફાયરિંગની ઘટના
2 - 3 મે વચ્ચે પાકિસ્તાન દ્વારા કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર નાના હથિયારો વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એલઓસી નજીક કુપવાડા, ઉરી અને અખનુર ક્ષેત્રમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી. જેની સામે ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ વળતો જવાબ આપવામાં આવ્યો છે.
ભારતની વળતી કાર્યવાહી અંગેનો ફફડાટ
અત્રે નોંધનીય છે કે, વિતેલા કેટલાય દિવસથી પાકિસ્તાની સેના દ્વારા કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર જ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જેની સામે ભારતીય સેના તેને જડબાતોજ જવાબ પણ આપી રહી છે. સાથે જ અનેક મોરચે પાકિસ્તાનને ઘેરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે પણ તેની અવળચંડાઇ અટકવાનું નામ નથી લઇ રહી.
આ પણ વાંચો --- Pahalgam attack બાદ ચન્નીનું નિવેદન, કહ્યું, પાકિસ્તાનને ક્યારે જવાબ આપવામાં આવશે


