ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Attack માં દિવંગત નેવી ઓફિસરના પરિવારને રૂ. 50 લાખની સહાય

Pahalgam Terror Attack : અંતિમ વિદાયમાં તેમના પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડે પડે છે, સેલ્યુટ કરીને જય હિંદ બોલતા કહે છે કે, 'તમારા પર ગર્વ રહેશે.'
09:44 AM Apr 27, 2025 IST | PARTH PANDYA
Pahalgam Terror Attack : અંતિમ વિદાયમાં તેમના પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડે પડે છે, સેલ્યુટ કરીને જય હિંદ બોલતા કહે છે કે, 'તમારા પર ગર્વ રહેશે.'

Pahalgam Terror Attack : 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત નીપજ્યા હતા. જે પૈકી ભારતીય નૌસેનાના લેફ્ટનન્ટ વિનય નરવાલની આતંકીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. દિવંગત નૌસેનાના અધિકારી મૂળ હરિયાણાના હતા. આજરોજ હરિયાણાના મુખ્યમંત્રી (HARYANA CM) નાયબસિંહ સૈની દ્વારા દિવંગત નેવી ઓફિસર (Indian Navy Lt. Vinay Narwal') ના પરિવારને રૂ. 50 લાખની સહાયરાશીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ તેમના પરિજનને નોકરી આપવાની પણ જાહેરાત (BIG ANNOUNCEMENT) કરાઇ છે.

'અમને તમારા પર ગર્વ રહેશે

જમ્મુ-કાશ્મીરના પગલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો. જેમાં નેવી ઓફિસર સહિત 26 લોકોની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં ભારતીય નૌસેનાના લેફ્ટનન્ટ વિનય નરવાલના મૃતદેહને સન્માન સાથે તેમના વતન લાવવામાં આવ્યો હતો. અને તેમને ભાવપૂર્ણ અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો બાદમાં સામે આવ્યો હતો. જેમાં તેમના પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડે પડે છે અને સેલ્યુટ કરીને જય હિંદ બોલતા કહે છે કે, 'અમને તમારા પર ગર્વ રહેશે.'

તસવીર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી

લેફ્ટનન્ટ વિનય અને તેમના પત્ની ગત 16 એપ્રિલ, 2025ના રોજ લગ્ન થયા હતા. બંને પતિ-પત્ની હનીમૂન મનાવવા માટે પહલગામ ગયા હતા. તેવામાં આ આતંકી હુમલો થયો હતો, જેમાં આતંકીઓએ લેફ્ટનન્ટ વિનયને ગોળી મારી હતી. આ ઘટનામાં લેફ્ટનન્ટ વિનયના મૃતદેહ પાસે પત્ની બેઠી હોવાની તસવીર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી. આ ઘટનામાં દિવંગત મૂળ હરિયાણાના હતા.

હુમલાની ઘટનાની મુખ્યમંત્રી દ્વારા નિંદા

આજરોજ હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની દ્વારા દિવંગતના પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, દિવંગત નેવી ઓફિસરના પરિવારને રૂ. 50 લાખની સહાયરાશી આપવામાં આવશે. સાથે જ તેમના પરિજનને નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. તથા હુમલાની ઘટનાની મુખ્યમંત્રી દ્વારા નિંદા કરવામાં આવી છે.

આ પણ વાંચો --- Pahalgam Attack બાદ મોટી કાર્યવાહીની તૈયારી, ખેતરોમાં પાક વહેલો કપાયો, બંકરોની સફાઈ જારી

Tags :
announcementattackbigfamilyforGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewslateNavyOfficerPahalgamterrorworld news
Next Article