Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પહલગામ આતંકી હુમલા મુદ્દે ભાજપના કોંગ્રેસ પર આકરા પ્રહાર

Pahalgam Terror Attack : ભારતને દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. આ વચ્ચે ઇન્ડિ ગઠબંધન દ્વારા બેજવાબદાર નિવેદનો આપવામાં આવી રહ્યા છે
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભાજપના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Advertisement
  • પહલગામ હુમલાની ઘટના બાદથી ઇન્ડિ ગઠબંધનનું બેજવાબદાર વલણ સામે આવ્યું
  • ઇન્ડિ ગઠબંધનના નેતાઓના નિવેદન ટાંકી ભાજપ પ્રવક્તાએ આકરા પ્રહાર કર્યા
  • સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસની શાબ્દિક ધુલાઇ કરી દીધી

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પગલગામમાં આતંકી હુમલાની ઘટના (Pahalgam Terrorist Attack) બાદથી કોંગ્રેસ તથા ઇન્ડિ ગઠબંધનના નેતાઓ દ્વારા એલફેલ નિવેદનો કરવામાં આવી રહ્યા છે. જેની સામે આજે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ (BJP SLAM CONGRESS) સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ મુકતા કહ્યું છે કે, કોંગ્રેસનું વલણ પણ પાકિસ્તાન જેવું જ છે. આતંકી હુમલા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા સરકારની કોઇ પણ જવાબી કાર્યવાહીને ખુલ્લુ સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ તથા ઇન્ડિ ગઠબંધનના નેતા બેજવાબદાર નિવેદનોમાંથી ઉંચા નથી આવી રહ્યા.

સીમા પારથી પાકિસ્તાન અને અંદરથી કોંગ્રેસ ફાયરિંગ કરે છે

પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાનને તમામ મોરચે ઘેર્યું છે. ભારતના પગલાંથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. અને ભારત ગમે ત્યારે જવાબી કાર્યવાહી કરે તે વિચારે જ તેમની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ પરિસ્થિતીમાં દુનિયાભરમાંથી ભારતને સમર્થન મળી રહ્યું છે. આ વચ્ચે ઇન્ડિ ગઠબંધન અને કોંગ્રેસના નેતાઓ દ્વારા બેજવાબદાર નિવેદનો આપવામાં આવી રહ્યા છે. જેની સામે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનું આકરૂ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સીમા પારથી પાકિસ્તાન અને અંદરથી કોંગ્રેસ ફાયરિંગ કરે છે. કોંગ્રેસનું વલણ પાકિસ્તાન જેવું જ છે.

Advertisement

કોંગ્રેસના નેતાઓ ભારતીય સેનાનું મનોબળ ઘટાડી રહ્યા છે

આ સાથે ઉત્તરપ્રદેશ કોંગ્રેસના ટોચના નેતા અજય રાયે ભારતીય વાયુ સેનાના ફાઇટર પ્લેનને રમકડા સાથે સરખાવવાની ઘટનાને ટાંકીને પણ તેમને પલટવાર કર્યો છે. તેમનું કહેવું છે કે, કોંગ્રેસના નેતાઓ ભારતીય સેનાનું મનોબળ ઘટાડી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- UP : કોંગ્રેસના નેતાએ રાફેલને રમકડું ગણાવ્યું, ભાજપે કહ્યું, 'વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બન્યું'

Tags :
Advertisement

.

×