Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack બાદ આજે કેન્દ્રિય મંત્રી મંડળની પહેલી બેઠક, PM મોદી લઇ શકે છે મોટો નિર્ણય

Pahalgam Terror Attack : સુત્રોનું કહેવું છે કે, સીસીએસની બેઠકમાં કરો યા મરોની નીતિના આધારે કોઇ મજબુર નિર્ણય લેવામાં આવવાની શક્યતા છે
pahalgam attack બાદ આજે કેન્દ્રિય મંત્રી મંડળની પહેલી બેઠક  pm મોદી લઇ શકે છે મોટો નિર્ણય
Advertisement

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22, એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ આજરોજ પહેલી વાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળનાર (CABINET MEETING - CENTRAL GOVT) છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે સવારે 11 વાગ્યે આ બેઠક બોલાવવામાં આવી છે. ગત અઠવાડિયે કેન્દ્રીય મંત્રીમંડળની કોઈ બેઠક ન્હોતી, માત્ર 23 એપ્રિલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક મળી હતી. જેમાં આતંકવાદી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો.

આજે લેવાઇ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય

ઉપરાંત આજે સીસીએસની બેઠક પણ યોજાવવા જઇ રહી છે. સુત્રોનું કહેવું છે કે, સીસીએસની બેઠકમાં કરો યા મરોની નીતિના આધારે કોઇ મજબુર નિર્ણય લેવામાં આવી શકે છે. તે માટે પીએમએ સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી. હકીકતે, દેશની સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો CCS ની બેઠકમાં લેવામાં આવે છે.

Advertisement

ભારત ગમે ત્યારે કાર્યવાહી કરી શકે છે

ભારત, પાકિસ્તાન સામે બદલો ગમે ત્યારે આતંકી હુમલા બાદ વળતી કાર્યવાહી શકે છે. પીએમ મોદીએ સેનાને કડક કાર્યવાહીનો કરવા માટેની છૂટ આપી દીધી છે. જે અંતર્ગત કરાચી બંદર જોડે કનેક્શન કાપવું, પીઓકે પર સીધો હુમલો કરવા સહિતના વિવિધ વિકલ્પો પર મનોમંથન કરવામાં આવ્યું છે. નિર્ણાયક લશ્કરી કાર્યવાહી પહેલા, રાજદ્વારી મોરચે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને અલગ પાડવાની રણનીતિ બનાવવામાં આવી છે.

Advertisement

સીસીએસની બેઠક બાદ ભારતે આ નિર્ણયો લીધા

છેલ્લી CCS બેઠક પછી, ભારતે ગયા બુધવારે પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરવા સહિત અનેક પગલાંની જાહેરાત કરી હતી. પહલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતે છ દાયકાથી વધુ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની, અટારી લેન્ડ-ટ્રાન્ઝિટ પોસ્ટને તાત્કાલિક બંધ કરવા સહિતની અનેક જાહેરાત કરી હતી. જે બાદ દુશ્મન દેશ પાકિસ્તાન જોડે સંબંધોમાં તણાવ આવ્યો છે.

ચાર આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની હોવાનું સામે આવ્યું

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં પાકિસ્તાનનો હાથ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીની તપાસમાં હુમલામાં કુલ ચાર આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી ચાલુ રાખી છે. તાજેતરમાં સિંધુ જળ સંધિ રોક્યા બાદ, પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે.

આ પણ વાંચો --- Gujarati Top News : આજે 30 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×