જમ્મુ કાશ્મીરમાં આતંકી ઠેકાણાનો પર્દાફાશ, જંગલમાંથી IED સહિત હથિયાર જપ્ત
- આતંકી હુમલા બાદથી સેના દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- પૂંછના સુરણકોટના જંગલમાંથી હથિયારો અને વિસ્ફટોકટો સેનાને હાથ લાગ્યા
- વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની આશંકાએ તપાસ તેજ કરાઇ
Pahalgam Terror Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની (PAHALGAM TERROR ATTACK) ઘટના બાદથી ભારતીય સેના (INDIAN ARMY) દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન પૂંછ (POONCH) માં આતંકી ઠેકાણાનો પર્દાફાશ થયો છે. સર્ચ કાર્યવાહીમાં સેનાના જવાનોએ સુરણકોટના જંગલમાંથી 5 આઇઇડી વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્ચા છે. વિસ્ફોટકોને ટિફિન બોક્સમાં મુકી રાખવામાં આવ્યા હતા. જો કે, આતંકીઓના મનસુબા પાર પડે તે પહેલા જ ભારતીય સેના હથિયાર અને વિસ્ફોટકો સુધી પહોંચી ગઇ છે. આ સાથે જ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની આશંકાએ તપાસ તેજ કરી દેવામાં આવી છે.
ઘટના સ્થળેથી કોમ્યુનિકેશન ડિવાઇઝ પણ મળી આવ્યા
પહલગામમાં આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો છે. આતંકી ઘટના બાદથી જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા લોખંડી સુરક્ષા જેવી તૈનાતી કરી દીધી છે. સાથે જ દેશ વિરોધી તત્વોનો વીણી વીણીને શોધી કાઢવા માટે સઘન ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સુરણકોટના જંગલમાં તપાસ કરતા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળો દ્વારા ગોળા બારૂદ, આઇઇડી અને હથિયારો જપ્ત કર્યા છે. વિસ્ફોટકોને ત્રણ ટિફિન બોક્સમાં સંતાડીને રાખવામાં આવ્યા હતા. આ સાથે જ ઘટના સ્થળેથી કોમ્યુનિકેશન ડિવાઇઝ પણ મળી આવ્યા છે.
આતંકવાદીઓ હોવાની શક્યતાઓને ધ્યાને રાખીને સર્ચ તેજ કરવામાં
આ તમામ જોતા આપસાપમાં જ આતંકવાદીઓ હોવાની પ્રબળ શક્યતાઓને ધ્યાને રાખીને સર્ચ તેજ કરવામાં આવ્યું છે. આ વસ્તુઓનો ઉપયોગ કરીને આતંકવાદી કોઇ ખોટા મનસુબાને પાર પાડે તે પહેલા જ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો --- Terror Attack ની તપાસમાં NIA ની પાંચ ટીમો જોડાઇ, 2900 ની અટકાયત


