Terror Attack ની તપાસમાં NIA ની પાંચ ટીમો જોડાઇ, 2900 ની અટકાયત
- પહલગામ આતંકી હુમલાની તપાસ તેજ બની
- એડવાન્સ ટેક્નોલોજીના સથવારે તપાસ આગળ વધી
- માહિતીની સમીક્ષા બાદ અનેકની અટકાયત કરાઇ
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની (PAHALGAM TERROR ATTACK) તપાસ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA - INDIA) કરી રહી છે. હાલમાં એનઆઇએની પાંચ ટીમો દ્વારા તપાસ જારી રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલા બાદ ડિજિટલ ડિટેઇલ સામે આવી છે. જે બાદ એક્ટિવ મોબાઇલ ડેટાના આધારે તપાસ વેગવંતી બનાવવામાં આવી છે. પીએસએ હેઠળ અત્યાર સુધીમાં 2900 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક્ટિવ મોબાઇલ ડેટાના આધારે સમીક્ષા
22, એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પગલગામમાં આતંકી હુમલો થયો હતો. આ ઘટનાની તપાસ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને સોંપવામાં આવી હતી. આ મામલાની ઝીણવટભરી તપાસમાં અત્યાધુનિક ટેક્નોલોજીને ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ધીરે ધીરે હુમલા બાદની ડિજિટલ ડિટેઇલ સામે આવી રહી છે. જેમાં તે સમયે એક્ટિવ મોબાઇલ ડેટાના આધારે પણ સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે.
આતંકી હુમલાની તપાસ તેજ કરવામાં આવી
દરમિયાન અત્યાર સુધીમાં 2900 લોકોની પીએસએ હેઠળ અટકાયત કરવામાં આવી છે. આગામી સમયમાં આ આંક વધે તો નવાઇ નહીં. એડવાન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજીના સથવારે ખળભળાટ મચાવનારા આતંકી હુમલાની તપાસ તેજ કરવામાં આવી છે. હાલની સ્થિતીએ એનઆઇએની પાંચ ટીમો આ તપાસમાં જોતરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે આગળ તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો --- Pakistan ની નાપાક હરકત, સતત 11મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ


