Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack બાદ સતત પાકિસ્તાનની અવળચંડાઇ જારી, કુપવાડા-પુંછમાં ભારતીય સેનાનો વળતો પ્રહાર

Pahalgam Terror Attack : પાકિસ્તાની સૈનિકોએ રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો
pahalgam attack બાદ સતત પાકિસ્તાનની અવળચંડાઇ જારી  કુપવાડા પુંછમાં ભારતીય સેનાનો વળતો પ્રહાર
Advertisement
  • ભારતે તમામ મોરચે ઘેરતા પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે
  • આતંકી હુમલા બાદથી બોર્ડર પર પાકિસ્તાન તરફથી ગોળીબારી ચાલુ
  • ભારતીય સેના દ્વારા દર વખતે જડબાતોડ જવાબ અપાયો

Pahalgam Terror Attack : પહલગામ હુમલા પછી પણ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું (FIRING AT LOC) ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. 27 - 28 એપ્રિલની રાત્રે પણ પાકિસ્તા (PAKISTAN) ની સેનાની ચોકીઓએ કુપવાડા અને પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર નાના હથિયારો વડે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. જેની સામે ભારતીય સૈનિકોએ ઝડપી અને અસરકારક રીતે જવાબ આપ્યો હતો.

ભારતીય સેનાએ યોગ્ય વળતો જવાબ આપ્યો

આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાનીઓને ડર સતાવી રહ્યો છે કે, આ વખતે ભારતનો બદલો ખૂબ જ ખતરનાક અને નિર્ણાયક હશે. આ ડરના કારણે, પાકિસ્તાન દિવસેને દિવસે બેચેન થઈ રહ્યું છે, અને નિયંત્રણ રેખા (LoC) પર સતત ગોળીબાર કરી રહ્યું છે. તેણે સતત ચોથા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેન સામે ભારતીય સેનાએ યોગ્ય વળતો જવાબ આપ્યો છે.

Advertisement

અગાઉ પણ ઘટના સામે આવી હતી

સુત્રોના જણાવ્યા અનુસાર, 26-27 એપ્રિલ 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ તુટમારી ગલી અને રામપુર સેક્ટરની નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. તેની સામે ભારતીય સૈનિકોએ નાના હથિયારોથી યોગ્ય ગોળીબાર કરીને અસરકારક રીતે જવાબ આપ્યો હતો.

Advertisement

ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સૈનિકોએ રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ભારતીય સેનાના જવાનોએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો. આ સતત ચોથી રાત્રે પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો --- Pahalgam Attack બાદ તણાવ વચ્ચે પાકિસ્તાન વાટકો લઇને 'ભીખ' માંગવા મજબૂર

Tags :
Advertisement

.

×