Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack બાદ UNSC માં પાકિસ્તાનની ગજબ બેઇજ્જતી

Pahalgam Terror Attack : યુનાઇટેડ નેશન્સની સિક્યોરીટી કાઉન્સિલમાં પાકિસ્તાન દ્વારા મગરના આંસુ વહાવીને ધ્યાન આકર્ષવાનો ઠાલો પ્રયાસ કરાયો
pahalgam terror attack બાદ unsc માં પાકિસ્તાનની ગજબ બેઇજ્જતી
Advertisement
  • પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાનની ફજેતી
  • UNSC માં ખોટી રજુઆત કરવા જતા સલવાયું
  • સભ્યોએ ઉઘડો લઇને પાકિસ્તાનને ખુલ્લુ પાડ્યું
  • તમામ દેશોએ ભારત તરફે સંવેદના વ્યક્ત કરી

Pahalgam Terror Attack : ભારતના જમ્મુ કાશ્મીરના પગલગામમાં આતંકી હુમલાની (PAHALGAM TERROR ATTACK) ઘટના બાદ યુનાઇટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલ (UNSC) માં મગરમાં આંસુ સારવા જતા પાકિસ્તાન (PAKISTAN) ને મોટો ઝટકો મળ્યો છે. કાઉન્સિલના સભ્યો દ્વારા પાકિસ્તાનને ઉઘડો લઇ લીધો હોવાનું સામે આવ્યું છે. અંદાજીત દોઢ કલાક ચાલેલી બેઠકમાં કોઇ પણ સત્તાવાર પ્રસ્તાવ નહીં કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉપરથી પાકિસ્તાન દ્વારા મિસાઇલ ટેસ્ટને ઉશ્કેરણીજનક ગણી લેવામાં આવ્યું છે. આમ, આતંકવાદને પોષતા ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનની થોડીઘણી બચેલી આબરૂનું પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ધોવાણ થયું છે.

ફોલ્સ નેરેટિવ મુદ્દે પાકિસ્તાનને ભારે ફટકાર

પહલગામમાં આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાની વાત દુનિયા જાણે છે. છતાં યુનાઇટેડ નેશન્સની સિક્યોરીટી કાઉન્સિલમાં પાકિસ્તાન દ્વારા મગરના આંસુ વહાવીને પોતાના તરફ ધ્યાન આકર્ષવાનો ઠાલો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તેની આ ચાલ ઉંધી પડી છે. પહલગામ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાની વાતથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. ત્યારે તાજેતરમાં કાઉન્સિલની બેઠકમાં ફોલ્સ નેરેટિવ મુદ્દે પાકિસ્તાનને ભારે ફટકાર પડી છે. કાઉન્સિલના સભ્યોએ પાકિસ્તાનનો ઉઘડો લીધો છે.

Advertisement

હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાયું

દોઢ કલાક ચાલેલી બેઠકમાં કોઇ પણ સત્તાવાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો નથી. સભ્યોએ પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી. અને ધર્મના આધારે પર્યટકો પરનો હુમલાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. પાકિસ્તાનની ચાલ ઉંધી પડવાની સાથે તેણે કરેલા મિસાઇલ ટેસ્ટને ઉશ્કેરણીજનક ખપાવી દેવામાં આવ્યું છે. આમ, આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવાનું સ્વપ્ન જોતા પાકિસ્તાનની આબરૂનું આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ધોવાણ થયું છે, અને પોતે હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાયું છે.

Advertisement

આ પણ વાંચો --- દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે ભારતીય નૌકાદળમાં જોડાશે 'INS તમાલ'

Tags :
Advertisement

.

×