ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Attack બાદ જળ અને જમીન પર ઘેરાયુ પાકિસ્તાન, એક ઝાટકે ઠેકાણે પડી જશે

Pahalgam Terror Attack : વ્યુહાત્મક કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. તેવામાં ભારત દ્વારા એલઓસી અને જળ માર્ગે પોતાની ધાક વધારી દેવાઇ છે
02:41 PM Apr 27, 2025 IST | PARTH PANDYA
Pahalgam Terror Attack : વ્યુહાત્મક કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. તેવામાં ભારત દ્વારા એલઓસી અને જળ માર્ગે પોતાની ધાક વધારી દેવાઇ છે

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરની પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ઘેરવાનું ચાલુ કર્યું છે. એક તરફ વ્યુહાત્મક રીતે પાકિસ્તાને હાંસિયામાં ધકેલવાની સાથે બીજી તરફ જળ અને જમીન પર પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. હાલની સ્થિતીએ ભારતે પાકિસ્તાનને જળ અને જમીન બંનેમાં ચોક્સાઇપૂર્વક ઘેર્યું છે. ઉપરથી આદેશ આવતાની સાથે ગણતરીના સમયમાં જ પાકિસ્તાન ઠેકાણે પડી જાય તો નવાઇ નહીં.

ભારત દ્વારા એલઓસી અને જળ માર્ગે પોતાની ધાક વધારી દેવામાં આવી

પહલગામમાં આતંકી હુમલા બાદ ગણતરીના સમયમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ભારતમાં પાકિસ્તાની હાઇકમિશનમાં તૈનાત સલાહકારોને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તેમને 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. સાથે જ શોર્ટ ટર્મ વિઝા સાથે ભારતમાં રહેતા નાગરિકોને પરત ફરવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું. ભારતની વ્યુહાત્મક કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. આ વચ્ચે ભારત દ્વારા એલઓસી અને જળ માર્ગે પોતાની ધાક વધારી દેવામાં આવી છે.

એરક્રાફ્ટ કેરિયરની તૈનાતી પાકિસ્તાનીઓના જીવ તાળવે ચોંટ્યા

સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતી નેવીનું એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અરબ સાગરમાં તૈનાત કરી દેવામાં આવ્યું છે. આ ભારતનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ છે. રસપ્રદ વાત છે કે, કરાચી અરબ સાગરથી નજીક પડતું મુખ્ય કોમર્શિયલ હબ સિટી છે. તેવામાં એરક્રાફ્ટ કેરિયરની તૈનાતી પાકિસ્તાનીઓના જીવ તાળવે ચોંટાડે તેવી છે. આતંકી હુમલા બાદ તુરંત આ કાર્યવાહી કરી દેવામાં આવી હતી. બીજી તરફ આતંકી હુમલા બાદથી એલઓસી પર પાકિસ્તાન તરફથી વિવિધ ચોકીઓ પર ગોળીબારી કરવામાં આવી રહી છે. જેનો ભારતીય સેના દ્વારા તાબડતોબ જવાબ આપવામાં આવી રહ્યો છે. બંને કિસ્સા દર્શાવે છે કે, ભારતે પાકિસ્તારનને જલ અને જમીન પર ઘેરી લીધું છે. જેવો ઉપરથી આદેશ મળશે કે તુરંત દુશ્મન દેશ મપાઇ જશે.

આ પણ વાંચો --- Pahalgam Attack : પાકિસ્તાનમાં ઇમરજન્સી જેવી સ્થિતી, કરાચીમાં કલમ 144 લાગુ

Tags :
andattackbyForceGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinindianlandPahalgamPakistansurroundedterrorwaterworld news
Next Article