Pahalgam Attack બાદ વધુ એક આતંકીનું ઘર ધ્વસ્ત, સેનાએ લોન્ચરથી ઉડાવ્યું
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ ભારત સરકાર અને ભારતીય સેના એક્શનમાં આવી છે. અને પાકિસ્તાન સામે આકરા વ્યુહાત્મક પગલાં લેવાની સાથે દેશમાં છુપાયેલા આતંકીઓને વીણી-વીણીને શોધી તેમનો સફાયો કરવાની સાથે તેમના નિવાસ સ્થાનોનો સફાયો હાથ ધરવામાં આવી રહ્યો છે. આ કામગીરી અંતર્ગત શોપિયામાં વધુ એક આતંકીનું ઘર નેસ્તનાબુદ (TERRORIST HOUSE DEMOLISHED) કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેનાના રોકેટ લોન્ચર દ્વારા ઘરને જમીન દોસ્ત કરાયું છે. આ સાથે જ અન્ય આતંકીઓ વિરૂદ્ધની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.
રોકેટ લોન્ચર દ્વારા સફાયો કરાયો
જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલામાં 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ બાદ ભારતીય સેના દ્વારા સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ સઘન ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત એક પછી એક આતંકીઓનો શોધવા ટીમો કામે લાગી છે. બીજી તરફ તેમના નિવાસ સ્થાનોને જમીન દોસ્ત કરી દેવામાં આવી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત શોપિયાના જૈનપોરામાં આતંકવાદી અદનાન શફીનું 2 માળનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા રોકેટ લોન્ચર સફાયો કરવામાં આવ્યો છે.
ભારતીય સેના દ્વારા શોપિયામાં ઓપરેશન જારી
અદનાન એક વર્ષ પહેલા આતંકી સંગઠન એલઇટીમાં સામેલ થયો હતો. તે લશ્કરે તૈયબાના ગ્રુપમાં સક્રિય હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ સાથે જ ભારતીય સેના દ્વારા શોપિયામાં ઓપરેશન જારી છે. આગામી સમયમાં અનેક આતંકીઓની સાથે તેમના નિવાસ સ્થાનોનો સફાયો નિશ્ચિત છે. જમ્મુ અને કાશ્મીરમાં કટોકટીભરી પરિસ્થિતી વચ્ચે ગુજરાતી મીડિયામાંથી એકમાત્ર ગુજરાત ફર્સ્ટ કાશ્મીર પહોંચ્યું છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા સુરક્ષાના મુદ્દાને ધ્યાને રાખીને રીપોર્ટીંગ કરાઇ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ ચુસ્ત પણે MIB ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યું છે.
આ પણ વાંચો --- Pahalgam Attack માં દિવંગત નેવી ઓફિસરના પરિવારને રૂ. 50 લાખની સહાય