પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ ભારતને ફરીવાર પરમાણુ હુમલાની આપી ગીદડ ધમકી
- પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ આપી ભારતને આપી ધમકી
- પાકિસ્તાનના આર્મીચીફ અસીમ મુનીરે આપી ગીદડ ધમકી
- આર્મી કેડેટ્સના ગ્રેજ્યુએશન સમારોહમાં આપી ભારતને ધમકી
ભારતના ઓપરેશન સિંદુરની કાર્યવાહીથી પાકિસ્તાન ભારે ડરના માહોલમાં જીવી રહ્યું છે. ઓપરેશન સિંદુરે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણા અને એરબેઝને નેસ્તનાબૂદ કરી દીધા હતા આ નુકસાનને તે ભૂલાવી શક્તા નથી એટલે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી તો ક્યારે પાકિસ્તાન આર્મીના વડા અવારનવાર (Pakistan threat to India) ગીદડ ધમકી આપતા રહે છે. ફરી એકવાર પાકિસ્તાનના આર્મીચીફ અસીમ મુનીરે (Asim Munir ) ગીદડ ધમકી આપતા કહ્યું કે ભારત તરફથી નાનામાં નાની ઉશ્કેરણીનો જવાબ આપવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું પરમાણુ વાતાવરણમાં યુદ્ધ માટે કોઈ સ્થાન નથી.
પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ આપી ભારતને આપી ધમકી
નોંધનીય છે કે પાકિસ્તાનના આર્મીચીફ મુનીરે ખૈબર પખ્તુનખ્વાના એબોટાબાદમાં પ્રીમિયર પાકિસ્તાન મિલિટરી એકેડેમી (PMA) કાકુલ ખાતે પાસ આઉટ થતા આર્મી કેડેટ્સના ગ્રેજ્યુએશન સમારોહમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, "હું ભારતીય લશ્કરી નેતૃત્વને સલાહ આપું છું અને સખત ચેતવણી આપું છું કે પરમાણુ વાતાવરણમાં યુદ્ધ માટે કોઈ સ્થાન નથી.મુનીરે એમ પમ કહ્યું, "અમે ક્યારેય ડરીશું નહીં, વાણી-વર્તનથી ડરીશું નહીં, અને કોઈપણ ખચકાટ વિના નાનામાં નાની ઉશ્કેરણીનો પણ સખત જવાબ આપીશું.
પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ ભારત પર લગાવ્યા આતંકવાદના આરોપ
ઉલ્લેખનીય છે કે જનરલ મુનીરે ભારત સાથેના સંઘર્ષ વિશે વાત કરી અને દાવો કર્યો કે પાકિસ્તાનની સેનાએ તમામ જોખમોને સફળતાપૂર્વક હટાવી દીધા છે. તેમણે કહ્યું કે ભલે ભારતની સેના સંખ્યામાં મોટી હોય, તેમ છતાં પાકિસ્તાની સૈનિકોએ તેમની વ્યાવસાયિકતા (પ્રોફેશનલિઝમ) અને મોટી ક્ષમતાઓ બતાવીને 'જીત' મેળવી છે. મુનીરે ભારત પર પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવવા માટે આતંકવાદનો ઉપયોગ કરવાનો ખોટો આરોપ પણ લગાવ્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમુક આતંકવાદીઓ પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકશે નહીં. તેમણે ચેતવણી આપી કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને પાકિસ્તાન વિરુદ્ધ કામ કરી રહેલા બધા આતંકવાદી જૂથો (જેમ કે TTP)ને ખતમ કરી દેવામાં આવશે.
પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો
પાકિસ્તાનના આર્મી ચીફે ભારતને અપીલ કરી કે કાશ્મીર જેવા મુખ્ય મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે ઉકેલવામાં આવે. તેમણે ફરી એકવાર કહ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરના લોકોને રાજદ્વારી (ડિપ્લોમેટિક) અને નૈતિક રીતે સમર્થન આપવાનું ચાલુ રાખશે.પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે ભારતને ધમકી આપીને કહ્યું છે કે જો ભારત તરફથી સહેજ પણ ઉશ્કેરણી થશે, તો પાકિસ્તાન તેનો જડબાતોડ જવાબ આપશે. જોકે, તેમણે સાથે એ વાત પણ કહી કે પરમાણુ હથિયારો ના માહોલમાં યુદ્ધ કરવું યોગ્ય નથી. મુનીરે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો અને કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે ઉકેલવાની વાત કરી. તેમણે એવો દાવો પણ કર્યો કે પાકિસ્તાન શાંતિ ચાહતો દેશ છે અને તેના અમેરિકા તેમજ ચીન સહિત ઘણા દેશો સાથે સારા સંબંધો છે.
આ પણ વાંચો: આઝાદીના 78 માં વર્ષે સમય બદલાયો, ભારતીય વાયુ સેનાના ટ્રેનર બ્રિટીશ પાયલોટ તૈયાર કરશે