અરુણાચલમાં PAK જાસૂસીના ષડયંત્રનો પર્દાફાશ : 2 કશ્મીરીઓની ધરપકડ, પાકને મોકલતા હતા સેનાની માહિતી
- કુપવાડાના યુવાનોની PAK માટે જાસૂસી: અરુણાચલ પોલીસની મોટી સફળતા, UAPA હેઠળ કેસ
- ટેલિગ્રામ દ્વારા સેના માહિતી લીક: અરુણાચલથી 2 J&K વાસીઓ પકડાયા, પાક હેન્ડલર્સ સાથે જોડાણ
- અરુણાચલમાં જાસૂસી નેટવર્ક બનાવ્યું: કશ્મીરીઓએ કપડાં વેચવાના બહાને સેના વિગતો એકઠી કરી
- પાકિસ્તાની હેન્ડલર્સને ભારતીય સેના લોકેશન શેર : અરુણાચલ પોલીસે 2 આરોપીઓની UAPA કેસમાં ધરપકડ કરી
કુપવાડાના યુવાનોની PAK માટે જાસૂસી : અરુણાચલ પ્રદેશ પોલીસે એક મોટી સુરક્ષા સફળતા હાંસલ કરી છે, જેમાં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી બે યુવાનો - નાઝિર અહમદ મલિક અને સબીર અહમદ મીરની જાસૂસીના ગંભીર આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ બંને યુવાનો ભારતીય સેનાની તૈનાતી, સ્થાન અને હિલચાલ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી એકઠી કરી રહ્યા હતા અને આ ડેટા પાકિસ્તાન આધારિત હેન્ડલર્સ સુધી પહોંચાડી રહ્યા હતા.
ટેલિગ્રામ ચેનલો દ્વારા નેટવર્ક
તપાસમાં જાહેર થયું કે આ આખું નેટવર્ક ટેલિગ્રામ ચેનલો દ્વારા ચલાવવામાં આવતું હતું, જેથી સુરક્ષા એજન્સીઓને માહિતીને સરળતાથી ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓના ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસમાં તે પુરાવા મળ્યા કે તેઓ વારંવાર સેના સાથે જોડાયેલી હિલચાલ અને સ્થાનની વિગતો પાકિસ્તાનમાં આવેલા હેન્ડલર્સને મોકલતા હતા. આ માહિતી રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ ગણાય છે.
AL AQSA ટેલિગ્રામ ચેનલ થકી ભારતીય સૈન્યની માહિતી
પોલીસે વધુમાં જણાવ્યું કે તેમના ઉપકરણોની તપાસમાં “AL AQSA” નામના એક ટેલિગ્રામ ચેનલ સાથે જોડાણ મળ્યું, જેનાથી શંકા વધુ ગાઢ થઈ ગઈ કે આ કોઈ સંગઠિત જાસૂસી મોડ્યુલ છે, જે વ્યવસ્થિત રીતે ભારતની સૈન્ય માહિતી એકઠી કરી રહ્યું છે.
બંને આરોપીઓની થઈ રહી છે પૂછપરછ
પ્રારંભિક તપાસ દર્શાવે છે કે બંને યુવાનોને પાકિસ્તાન તરફથી સૂચનાઓ મળતી હતી અને તેઓ તે જ મુજબ વિસ્તારમાં ફરીને માહિતી એકઠી કરતા હતા. નાઝિર અહમદ મલિકે પુછપરછ દરમિયાન જણાવ્યું કે સબીર અહમદ મીરે તેને પૈસાના બદલામાં જાસૂસી માટે ભરતી કરી હતી, અને તેઓ કપડાં વેચવાના બહાને અરુણાચલના વિવિધ જિલ્લાઓમાં, જેમ કે કિબીથો, અનીની અને તેઝુ જેવા આગળના વિસ્તારોમાં પહોંચતા હતા.
અરૂણાચલપ્રદેશ પોલીસે UAPA હેઠળ નોંધ્યો કેસ
અરુણાચલ પોલીસે કહ્યું કે આ કેસ અત્યંત ગંભીર છે કારણ કે તે દેશની સેનાની સુરક્ષા વ્યવસ્થા અને ઓપરેશનલ ગુપ્તતાને જોખમમાં મુકવાનો પ્રયાસ હતો. પોલીસે થાણા ચિમ્પુમાં બંને વિરુદ્ધ UAPA સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધી લીધો છે.
સંવેદનશીલતાને જોતા વધારે તપાસની ધમધમાટ
અધિકારીઓનું કહેવું છે કે હવે આ અંગ વધુ તપાસ કરવામાં આવશે. આ જાસૂસી નેટવર્કમાં વધુ લોકો જોડાયેલા છે કે કોઈ સ્થાનિક સ્તરે મદદ મળી રહી છે. તે પણ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન આધારિત હેન્ડલર્સે આ યુવાનોને કેવી રીતે તૈયાર કર્યા અને તેમને કયા પ્રકારની માહિતી મોકલવાનું કહેવામાં આવતું હતું. તપાસમાં વધુ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો- Goa ક્લબ આગ કાંડના મુખ્ય આરોપીઓની ધરપકડ; ગોવા પોલીસ થાઈલેન્ડ રવાના